SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ પચ્ચકખાણ હોય નહીં, કેમ કે વ્રત લીધા પહેલાં જે જે કાર્ય જોડી રાખેલાં હોય, તથા દીકરા વગેરેએ વ્યાપારમાં ઘણો લાભ મેળવ્યો હોય, તેમજ કોઈએ એવો મોટો અલભ્ય લાભ મેળવ્યો હોય તો શ્રાવકથી અંતર્જલ્પરૂપ અનુમોદન થયા વિના રહેતું નથી. માટે ત્રિવિધ ત્રિવિધ ભાગો નિષેધ્યો છે, છતાં પણ “પ્રજ્ઞપ્તિ' ગ્રંથમાં ત્રિવિધ ત્રિવિધ શ્રાવક માટે પચ્ચકખાણ કહેલાં છે, તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ આશ્રયિને વિશેષ પચ્ચખાણ ગણાવેલાં છે. મહાભાષ્યમાં પણ કહ્યું છે કે : केइ भणंति गिहिणो, तिविहं तिविहेण नत्थि संवरणं । तं न जओ निद्दिढ़, पन्नत्तीए विसेसेउ ॥१॥ કેટલાક આચાર્યો એમ કહે છે કે, ગૃહસ્થને ત્રિવિધ ત્રિવિધ પચ્ચકખાણ નથી, પણ “પત્તી”માં નીચે લખેલા કારણે શ્રાવકને ત્રિવિધ પચ્ચકખાણ કરવાની જરૂર હોય તો કરવાં કહ્યાં છે. पुत्ताइसंततिनिमित्तममेक्कारसिं पवण्णस्स । जंपंति केइ गिहिणो, दिक्खाभिमुहस्स तिविहंपि ॥२॥ કેટલાક આચાર્યો એમ કહે છે કે, ગૃહસ્થને દીક્ષા લેવાની ઈચ્છા થઈ હોય, પણ કોઈક કારણથી કે કોઈના આગ્રહથી પુત્રાદિ સંતતિ પાળવા માટે જો કાળ વિલંબ કરવો પડે એમ હોય, તો શ્રાવકની અગ્યારમી પ્રતિમા વહે ત્યારે વચલા કાળમાં જો કાંઈપણ ત્રિવિધ ત્રિવિધ પચ્ચકખાણ લેવાં હોય તો લેવાય છે. ' जइ किंचिदप्पओअण-मप्पप्पं वा विसेसवत्थु । पच्चक्खेज्ज न दोसो, सयंभूरमणादिमच्छव्व ॥३॥ જે કાંઈ અપ્રયોજનીય વસ્તુ એટલે કાગડા પ્રમુખના માંસનું પચ્ચકખાણ, તેમજ અપ્રાપ્ય વસ્તુ, જેમકે મનુષ્ય ક્ષેત્રથી બહાર રહેલા હાથીઓના દાંત કે ત્યાંના ચિત્તા પ્રમુખની ચર્મ વાપરવાનું કે સ્વયંભૂરમણ સમુદ્રમાં ઉત્પન્ન થયેલા મત્સ્યોના માંસનું ભક્ષણ કરવાનું પચ્ચકખાણ જો ત્રિવિધે ત્રિવિધ કરે તો તે કરવાની છૂટ છે. કેમકે, એ વિશેષ પચ્ચકખાણ ગણાય છે, માટે તે કરવાં કલ્પ (કરી શકાય.) આગમમાં બીજા પણ કેટલાક પ્રકારના શ્રાવકો કહ્યા છે. શ્રાવકના પ્રકાર ઠાણાંગ (સ્થાનાંગ) સૂત્રમાં કહ્યું છે કે : चउव्विहा समणोवासगा पन्नत्ता तं जहा१ अम्मापिइसमाणे २ भायसमाणे ३ मित्तसमाणे ४ सव्वत्तिसमाणे ॥
SR No.032040
Book TitleShraddhvidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay Gani
PublisherBhadrankar Prakashan
Publication Year1998
Total Pages394
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy