SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ સંસારસુખથી વિયોગી થવાથી વિહળ બની યોગિની થઈ. “હે રાજા ! યશોમતી તે જ હું યોગિની છું જે યક્ષે આકાશવાણીથી તમને કહ્યું, તેણે જ મને સર્વ વાત કહી છે, અને તે મેં તમને સંભળાવી” રાજા ક્રોધે ભરાયો, અને ખેદ પામ્યો, પણ યોગિનીએ સાંત્વન આપતાં કહ્યું કે, “હે રાજા ! સંસાર વિચિત્ર છે, તેમાં પુત્ર પિતા વિગેરે કોઈ કોઈનું નથી, માટે હવે તમે તમારું કલ્યાણ સાધો.” આ સાંભળીને મૃગધ્વજ રાજા દઢ વૈરાગી થયો. રાણી અને શુકરાજ પુત્રને બોલાવી ત્યાંને ત્યાં પોતાને દીક્ષા લેવાનો નિર્ણય જાહેર કર્યો. મંત્રી વિગેરેએ આગ્રહપૂર્વક નગરમાં દીક્ષા લેવાનું જણાવી રાજાને નગરમાં લઈ ગયા. રાજાએ તુર્ત શુકરાજનો રાજા તરીકે અભિષેક કર્યો અને સવારે દીક્ષા માટેની તૈયારી કરી. રાત્રિએ રાજાની ધ્યાનપરંપરા વૃદ્ધિગત થઈ અને ધર્મધ્યાનશુકલધ્યાનમાં ચડતાં ચડતાં ગૃહસ્થપણામાં જ મૃગધ્વજને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. દેવદુંદુભિ ગર્જી અને રાજાને દેવતાએ વેષ આપ્યો. ત્યારબાદ મૃગધ્વજ કેવળીભગવાને દેશના આપી અને તે દેશનાના અંતે કમલમાલારાણી, હંસરાજ અને ચંદ્રાંકકુમારે દીક્ષા લીધી. શુકરાજે સમ્યકત્વપૂર્વક બારવ્રત અંગીકાર કર્યા અને કેવળી ભગવાન મૃગધ્વજ રાજર્ષિ જગતને પવિત્ર કરતા વિચરવા લાગ્યા. કોઈના પણ કાને ચંદ્રશેખર કે ચંદ્રાવતીનું વૃત્તાન્ત તેમણે જણાવ્યું નહિ. મૃગધ્વજ રાજર્ષિની પાસે ચંદ્રાંકકુમારે દીક્ષા લીધેલી જાણી ચંદ્રશેખર સમજી ગયો કે હવે હું અદેશ રહી શકીશ નહિ તેણે ફરીથી દેવીની આરાધના કરી શકરાજનું રાજ્ય મેળવવાનું વરદાન માંગ્યું. દેવીએ કહ્યું કે “શુકરાજ દઢ સમ્યકત્વી છે તેનું રાજ્ય અપાવવાની મારામાં શક્તિ નથી બાકી છળથી તને ઠીક લાગે તે કર.” એક પ્રસંગે શુકરાજ તેની બે સ્ત્રીઓ સહિત સિદ્ધાચલ તીર્થની યાત્રાએ જવા છૂપી રીતે નીકળ્યો. પણ ચંદ્રાવતીને આની ખબર પડી અને તેણે ચંદ્રશેખરને તે વાત જણાવી. ચંદ્રશેખર શુકરાજનું રૂપ કરી રાજ્ય ચલાવવા લાગ્યો, લોકો તેને શુકરાજ સમજવા લાગ્યા. એક રાત્રે કૃત્રિમ શુકરાજ બુમાબુમ કરી કહેવા લાગ્યો કે “અરે આ વિદ્યાધર મારી સ્ત્રીઓ અને વિદ્યાઓ લઈ જાય છે માટે પકડો પકડો' મંત્રી વિગેરે દોડી આવ્યા રાજાને શાંત પાડ્યા અને કહ્યું કે “વિદ્યા અને સ્ત્રીઓ ભલે ગઈ પણ આપ તો કુશળ છો ને ?” રાજા કહે “હા કુશળ છું પણ વિદ્યાઓ અને સ્ત્રીઓ વિના શું કરું?” મંત્રીએ કહ્યું “આપ કુશળ તો સર્વ કુશળ.” આમ કપટથી રાજકુળને ઠગી ચંદ્રાવતી સાથે રહેવા લાગ્યો. શુકરાજ વિમલાચલ તીર્થની યાત્રા કરી સસરાને ઘેર ગયો ત્યાં કેટલાક દિવસ રહી પોતાના નગરના ઉદ્યાનમાં આવ્યો ત્યારે ગોખે બેઠેલા બનાવટી શુકરાજે બુમો પાડી “અરે મંત્રી જે વિદ્યાધર મારી બે સ્ત્રીઓ અને વિદ્યાઓ લઈ ગયો હતો તે ફરી મને ઉપદ્રવ કરવા આવ્યો છે. માટે તેને સમજાવી પાછો વાળ', મંત્રી ખરા શુકરાજ પાસે ગયો અને નમસ્કાર કરી કહેવા લાગ્યો કે વિદ્યા અને સ્ત્રીથી આપ સંતોષ પામો, હવે અમને વધુ હેરાન ન કરો.” સાચા શુકરાજે કહ્યું “અરે ! મંત્રી તું કેમ મૂઢ બન્યો છે મને અને આ રાણીઓને તું સાવ ભૂલી જાય છે, આ તો બનાવટી રાજા બન્યો છે' આમ ઘણું ઘણું કહ્યા છતાં શુકરાજના વચન ઉપર મંત્રીને વિશ્વાસ ન બેઠો. શુકરાજે વિચાર્યું કે “બળથી જો હું રાજ્ય લઈશ અગર તેને મારી નાખીશ તો પ્રજા અને
SR No.032040
Book TitleShraddhvidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay Gani
PublisherBhadrankar Prakashan
Publication Year1998
Total Pages394
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy