SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૮ પરિશિષ્ટ જો અરિહંત પરમાત્માઓ ન હોય તો આટલું સામર્થ્ય ન પ્રગટે. એ રીતે નમસ્કારના વિષય તરીકે અરિહંત પરમાત્મા હોય પણ ભાવનમસ્કાર ન હોય તો પણ આટલું સામર્થ્ય ન પ્રગટે. જ્યારે ભાવનમસ્કાર અને નમસ્કારના વિષય તરીકે અરિહંત પરમાત્માઓ આવે છે ત્યારે અનાદિકાલીન મિથ્યાત્વના ભેદનનું કાર્ય જે બીજી રીતે સિદ્ધ બની શક્યું ન હતું, તે કાર્ય સિદ્ધ થાય છે. આવા બળવત્તર પ્રતિપક્ષીને સહજમાં જીતી લેનાર હોવાથી ‘નમસ્કાર એક મહાન શક્તિ અથવા શક્તિનો પુંજ છે,' એમ કહેવું સર્વથા ઉચિત છે. મોહનો પહેલો પ્રકાર દર્શનમોહ છે તેમ બીજો પ્રકાર ચારિત્રમોહ છે. આ ચારિત્રમોહના પચીસ ભેદો છે. તેમાં પણ ક્રોધ, માન, માયા અને લોભ આ ચાર મુખ્ય છે. હવે નમસ્કાર મહામંત્રનાં પવિત્ર પદોનું આત્મામાં પરિણમન થાય છે ત્યારે આ ચારે કષાયોનો કેવી રીતે નાશ થાય છે તેને પણ પશ્ચાનુપૂર્વીથી વિચારીએ. ક્રોધને જીતવાનો ઉપાય (સાધુ પદ) “નમો લોક્ સવ્વસાહૂŕ'' આ પદથી ક્રોધને જીતવાનું બળ પ્રગટે છે. કારણ કે ભાવસાધુતાને વરેલા મુનિવરો સતત ક્ષમાને આશરે રહીને ક્રોધને જીતવાને કટિબદ્ધ થયા હોય છે. એ કારણે સાધુઓને ‘ક્ષમાશ્રમણ’ ક્ષમાપ્રધાન સાધુ તરીકે સંબોધવામાં આવે છે. તેમની છાયામાં આવનાર બીજાઓ પણ ક્રોધને જીતવા માટે સામર્થ્યવાળા બની શકે છે. આ વિષયમાં અહીં થોડું વધુ વિચારીએ - ક્રોધ એ અગ્નિ છે. અગ્નિ જેમ ઇન્ધનને બાળી નાંખે છે તેમ ક્રોધ સુકૃતોનો નાશ કરે છે. સામે ક્ષમા એ જળ છે. અગ્નિનો સ્વભાવ બાળવાનો છે. જળનો સ્વભાવ ઠારવાનો છે. જળ અને અગ્નિનું પરસ્પર ઘર્ષણ થાય તો તેમાં અગ્નિને ઠંડા થવું પડે છે અર્થાત્ ત્યાં જળનો વિજય થાય છે. જળનું સામર્થ્ય જેમ અગ્નિ કરતાં વિશેષ છે તેમ ક્રોધ કરતાં ક્ષમાનું બળ વિશેષ છે. મનુષ્ય જેમ જેમ વધારે ને વધારે ક્ષમાશીલ-શાંત બનતો જાય છે તેમ તેમ તેનું અંતરંગ સામર્થ્ય વિશેષ પ્રભાવશાળી બનતું જાય છે. આવા ક્ષમા-સમતાશીલ મુનિઓના સાન્નિધ્યમાં હિંસક પશુઓ અને જાતિવૈરવાળાં પ્રાણીઓ પણ વૈરભાવનો ત્યાગ કરી મિત્ર સમાન બનીને શાંત ભાવને ધારણ કરનારા બની જાય છે. ક્ષમાશીલ મહાત્માના અંતરંગ સામર્થ્યનું એ પ્રતીક છે. આવી ક્ષમા કેળવવાની પ્રેરણા જગતને પંચપરમેષ્ઠિપદમાં રહેલા ક્ષમા પ્રધાન સાધુઓના જીવન દ્વારા મળે છે. તેમનામાં રહેલ ક્ષમાગુણને લક્ષ્યમાં રાખીને તેમને ભાવથી નમસ્કાર કરનારમાં પણ અવશ્ય ક્ષમાગુણનો પ્રાદુર્ભાવ થાય છે. ક્ષમાવાનની ઉપાસના કર્યા સિવાય કોઈ પણ આત્મા ક્ષમાશીલ બની શકતો નથી. આ રીતે સાધુપદના આલંબન દ્વારા અને તેમનામાં રહેલ ક્ષમાગુણની ઉપાસનાના પ્રભાવે આત્મા ક્ષમાશીલ બની ક્રોધ ઉપર વિજય પ્રાપ્ત કરી અંતે તે ભવભ્રમણનો પણ અંત કરનારો બને છે. શાંત ચિત્તે વિચારીએ તો નવકારના એકએક પદનો પણ આ વિશ્વ ઉપર કેટલો મહાન ઉપકાર છે તેનો વાસ્તવિક ખ્યાલ આપણને આવી શકે તેમ છે. માનને જીતવાનો ઉપાય (ઉપાધ્યાય પદ) “નો સવન્નાયાળ’ ઉપાધ્યાય પદને નમસ્કાર કરવાથી માન નામનો બીજો કષાય દોષ ટળે છે અને નમ્રતા ગુણ પ્રગટે છે. ઉપાધ્યાય પોતે વિનયગુણને વરેલા હોય છે. ગુણને જેણે
SR No.032040
Book TitleShraddhvidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay Gani
PublisherBhadrankar Prakashan
Publication Year1998
Total Pages394
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy