SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ ' શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ વાયુવેગ વિદ્યાધર પાસેથી આકાશગામિની વિદ્યા મેળવી અને તેની બેન વાયુવેગા તથા શત્રુમર્દનરાજાની પુત્રી પદ્માવતીને પરણ્યો, આકાશગામિની વિદ્યાને બળે શુકરાજ અને વાયુવેગ તીર્થયાત્રા કરતાં કરતાં પોતાનો સમય ભક્તિભાવમાં વિતાવે છે, એ અરસામાં એક વખત વૈતાઢચતીર્થની યાત્રા કરવા જતા હતા ત્યારે કોઈ તેજસ્વી સ્ત્રી “હે શુકરાજ ! હે શુકરાજ !” એમ બૂમો પાડી બોલાવતી હતી, તેથી શુકરાજ અને વાયુવેગ થોભ્યા અને તેને પૂછયું કે, ‘તમે કોણ છો ?' સ્ત્રીએ જવાબ આપ્યો કે, “હું ચક્રેશ્વરી દેવી છું અને ગોમેધ યક્ષની આજ્ઞાથી કાશ્મીર દેશની અંદર આવેલ વિમલાચલ તીર્થની રક્ષા કરવા માટે જતી હતી, ત્યારે ક્ષિતિપ્રતિષ્ઠિત નગર ઉપર થઈ પસાર થતાં રસ્તામાં એક સ્ત્રીનો રોવાનો અવાજ સાંભળી હું નીચે ઉતરી. મેં તેને રડવાનું કારણ પૂછ્યું, ત્યારે તેણે કહ્યું કે, “મારા પ્રાણથી પ્યારા પુત્ર શુકરાજને ગાંગલિઋષિ તીર્થરક્ષા માટે લઈ ગયા છે, તેની કશી મને ખબર અંતર ન હોવાથી હું રડી રહી છું. મેં તેને આશ્વાસન આપતાં જણાવ્યું કે, “તમે બીલકુલ ફીકર-ચિંતા કરશો નહિ, તમારો પુત્ર તેજસ્વી અને પુણ્યશાળી છે, તે સુખી જ હશે આમ છતાં હું ત્યાં જ જાઉં છું અને તેને તુર્ત તમારી પાસે મોકલું છું.” હે શુકરાજ ! માતા-પિતાના ઉપકારનો બદલો વાળી શકાતો નથી, માટે તમે તુર્ત માતા પાસે જઈ તેમના આત્માને શાંતિ પમાડો.' શકરાજે કહ્યું, “હે દેવી ! માતા ઉપકારિણી છે. તે સત્ય છે પણ નજીક આવેલ તીર્થના દર્શન કરી, હું તુર્ત જાઉં છું.” ભગવંતનાં ભક્તિ અને ઉલ્લાસથી દર્શન પૂજન કરી, પાછા વળતાં વિદ્યાધર સસરા અને ગાંગલિઋષિની અનુમતિ લઈ પિતાએ કરેલ ઉત્સવપૂર્વક શુકરાજ નગરમાં આવ્યો, અને માતા પિતાને વંદન કરી, તેમના આત્માને સાંત્વન આપી સુખપૂર્વક રહેવા લાગ્યો. કેટલાક સમય બાદ મૃગધ્વજ રાજા અને કમળામાળા રાણી બન્ને શુકરાજ અને હંસરાજકુમાર વિગેરેના પરિવાર સાથે ઉદ્યાનમાં ફરે છે. તેવામાં વીરાંગ સરદારના પુત્ર શુરકુમારે હંસરાજ ઉપર હુમલો કર્યો, અને બન્ને પરસ્પર એક બીજાને હંફાવે તેવી રીતે લડવા લાગ્યા. છેવટે શુકરાજના મંત્રબળની સહાયથી હંસરાજે શુરને ઉપાડીને દૂર ફેંક્યો. ગાત્ર તુટવાથી તેની શાન ઠેકાણે આવી, અને તેણે ગદ્ગદ્ અવાજે મૃગધ્વજરાજા શુકરાજા અને હંસરાજની ક્ષમા યાચી. મૃગધ્વજરાજાએ શુરને પૂછયું, તારો પિતા વિરાંગ મારો સેવક છે, આપણે પરસ્પર મૈત્રી હોવાથી કાંઈ લડવાનું કારણ નથી, છતાં તે એકાએક કેમ આ પ્રમાણે કર્યું?” શુરે કહ્યું, ‘પૂર્વભવનું વૈર યાદ આવવાથી મેં હંસકુમાર ઉપર હુમલો કર્યો,' રાજાએ પૂછ્યું તે તે શી રીતે જાણ્યું?” શુરે કહ્યું કે, “અમારા નગરમાં શ્રીદત્ત કેવલી મહારાજ પધાર્યા હતા, તેમને મેં મારો પૂર્વભવ પૂછ્યો, પૂર્વભવમાં જિતારિરાજાનો સિંહ નામનો પ્રધાન આ હંસકુમાર હતો. હું તે વખતે જિતારિરાજાનો દુત હતો. વિમળપુરનગરમાં જિતારિરાજાના મૃત્યુ પછી સિંહપ્રધાને ભક્િલપુર તરફ પ્રયાણ કર્યું. થોડે ગયા, પછી તેણે વિસરી ગયેલી કિંમતી વસ્તુ લેવા મને પાછો મોકલ્યો. હું ત્યાં ગયો પણ તે વસ્તુ મને ન મળી મેં પ્રધાનને વસ્તુ પ્રાપ્ત નથી થઈ, તેમ જણાવ્યું પણ તેણે મારી વાત સાચી ન માની અને મને ખુબ માર્યો હું થોડા વખત પછી મૃત્યુ પામી ભદિલપુરના જંગલમાં સર્પ થયો તે જંગલમાં એક વખત સિંહપ્રધાન આવ્યો, તેને દેખતાં મારૂં વૈર તાજ થયું, અને મેં તેને હંસ
SR No.032040
Book TitleShraddhvidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay Gani
PublisherBhadrankar Prakashan
Publication Year1998
Total Pages394
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy