SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ મહામંત્રની સાધનાથી થતા લાભો. तत्र प्रथमे तत्त्व - ज्ञाने संवादको गुरुर्भवति । दर्शयिता तत्त्वपरस्मिन् गुरुमेव सदा भजेत्तस्मात् ॥ પૂર્વજન્મમાં પ્રથમ તત્ત્વ પ્રકાશના અભ્યાસમાં ઉપદેશદાતા ગુરુ હોય છે અને બીજા ભવમાં પણ તે તત્ત્વજ્ઞાનને દેખાડનાર અર્થાત્ ચોક્કસ કરી આપનાર તો ગુરુ જ છે, આ કારણથી તત્ત્વના પ્રકાશ માટે ગુરુની જ નિરંતર ‘સેવા’ કરવી. यद्वत्सहस्रकिरणः, प्रकाशको निचिततिमिरमग्नस्य । तद्वद्गुरुरत्र भवे - दज्ञानध्वांतपतितस्य ॥ જેમ ગાઢ અંધકારમાં પડેલા પદાર્થોને સૂર્ય દેખાડે છે, તેમ અજ્ઞાનરૂપ અંધકારમાં પડેલા જીવોને આ ભવમાં તત્ત્વોપદેશરૂપ સૂર્ય વડે જ્ઞાનમાર્ગને દેખાડનાર ગુરુ છે. એ કારણે પોતાની મતિકલ્પનાથી કરાતા કષ્ટકારક ઉપાયોનો ત્યાગ કરી ગુરુના ઉપદેશ પ્રમાણે સાધકે તત્ત્વાભ્યાસમાં પ્રીતિ કરવી. આ રીતે સાધ્યની સિદ્ધિ માટે તત્ત્વદર્શક ગુરુના ઉપકારની સ્મૃતિ અને અરિહંત પરમાત્માના પવિત્ર નામનું રટણ સતત ચાલુ રાખવું એ સાધક માટે આવશ્યક છે. 95 95 95 95 05:05 * ગાડિક મંત્ર જેમ સર્પના વિષનો નાશ કરે છે, તેમ શ્રી નમસ્કાર મંત્ર સમસ્ત પાપરૂપી વિષનો નાશ કરે છે. * પરલોકના માર્ગે પ્રયાણ કરતાં જીવરૂપી મુસાફરને આ લોકરૂપી ઘરમાંથી નીકળતી વેળાએ શ્રી નવકારમંત્ર એ પરમ ભાથા તુલ્ય છે. * શ્રી નવકારના પ્રભાવથી ચોરો રક્ષક બને છે, ગ્રહો અનુગ્રહ કરે છે અને અપશુકનો શુભ શુકન રૂપ બની જાય છે. ૩૫૩ ત્રણ ભુવનમાં રહેલા વિવેકી સુરો, અસુરો, વિદ્યાધરો તથા મનુષ્યો સુતા, જાગતાં બેસતાં, ઉઠતાં કે હરતાં-ફરતાં શ્રી નમસ્કાર મહામંત્રને યાદ કરે છે. શ્રી પંચપરમેષ્ઠિ નમસ્કાર એ ગુણાનુરાગનું પ્રતીક છે. એનાથી જો ગુણાનુરાગ ન હોય તો જાગે છે અને જો તે હોય તો વૃદ્ધિ પામે છે, જે ગુણાનુરાગ મોક્ષનું અવંધ્ય બીજ છે.
SR No.032040
Book TitleShraddhvidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay Gani
PublisherBhadrankar Prakashan
Publication Year1998
Total Pages394
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy