SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૮ પરિશિષ્ટ જાપના ત્રણ પ્રકાર જાપ ત્રણ પ્રકારનો છે. ૧. ભાષ્ય, ૨. ઉપાંશુ અને ૩. માનસ. આ ત્રણ પ્રકારો ઉત્તરોત્તર શ્રેષ્ઠ છે. એટલે કે ભાષ્ય કરતાં ઉપાંશુ અને ઉપાંશુ કરતાં માનસજાપનું ફળ ઘણું વધારે છે. આમ છતાં જાપની શરૂઆત તો ભાષ્યથી જ કરવી ઉત્તમ છે. જેઓ ભાષ્યજાપનો અભ્યાસ કર્યા વિના ઉપાંશુ જાપનો આશ્રય કરે છે, કે ઉપાંશુ જાપનો અભ્યાસ કર્યા વિના સીધો માનસ જાપનો આશ્રય કરે છે તેમને જપસિદ્ધિ થતી નથી. કદાચ કોઈ મહાપુરુષને પૂર્વ જન્મના દેઢ સંસ્કારના બળે આ ક્રમ અનુસર્યા વિના સિદ્ધિ થતી દેખાય તો પણ એ રાજમાર્ગ છે એમ માનવું નહિ. ભાષ્ય અને ઉપાંશુ જાપનો અભ્યાસ થઈ ગયા પછી માનસજાપ કરવો હિતકર છે. ૧. ભાષ્યજાપનું લક્ષણ. : શ્રુતે જ માગઃ' જેને બીજા સાંભળી શકે તે ભાષ્યઃ અર્થાત્ હોઠ હલાવીને સ્પષ્ટ ઉચ્ચારણરૂપ વૈખરી વાણીથી મંત્રનો જાપ કરવો તેને ભાષ્યજપ કહેવામાં આવે છે. આ જાપ મધુરસ્વરે ધ્વનિશ્રવણપૂર્વક બોલીને કરવો. ભાષ્યજાપથી ચિત્તનો ક્ષોભ દૂર થાય છે અને ચિત્ત નિરવશાન્ત બને છે. આ જાપ વચનપ્રધાન છે તેથી તેને વાચિકાપ” પણ કહેવામાં આવે છે. આ જાપ સારી રીતે સિદ્ધ કર્યા પછી મધ્યમા વાણીથી જાપ કરાય તેને “ઉપાંશ' જાપ કહેવામાં આવે છે. ૨. ઉપાંશુજાપનું લક્ષણ. ૩ાપ્ત પરિશ્રમ કૉર્નન્ય: બીજાઓ ન સાંભળી શકે એવો પણ અંદરથી રટણરૂપ હોય તે ઉપાંશુજાપ કહેવાય છે. આમાં ઓષ્ઠ, જીભ વગેરેના વ્યાપાર તો ચાલુ હોય છે પણ પ્રગટ અવાજ હોતો નથી. આ જાપમાં વચનની નિવૃત્તિ થાય છે, કાયાની પ્રવૃત્તિ તેમાં પ્રધાન હોય છે. આ જાપની સિદ્ધિ થયા પછી હૃદયગતા “પયંતી’ વાણીથી જાપ કરાય તેને “માનસ જાપ કહેવામાં આવે છે. ૩. માનસજાપનું લક્ષણ. માનો મનોમીત્રવૃત્તિનવૃત્તઃ સ્વસંવેદ્ય માનસજાપ તેને કહેવામાં આવે છે કે જે માત્ર મનની વૃત્તિઓ વડે જ થાય છે અને સાધક પોતે જ તેનો અનુભવ કરી શકે છે. આ જાપમાં વાચિક અને કાયિક પ્રવૃત્તિની નિવૃત્તિ થાય છે અર્થાત્ ઓષ્ઠ આદિ અવયવોનું હલનચલન અને ઉચ્ચારણ સર્વથા અટકી જાય છે. જાપ કરતી વખતે દૃષ્ટિને પ્રતિમા, અક્ષરો, અથવા નાસિકાના અગ્રભાગ ઉપર સ્થિર રાખવી. તેમ ન બની શકે તો આંખો મીંચી ધારણાથી અક્ષરોને લક્ષ્યમાં રાખી જાપ કરવો. હવે અહીં અજપાજાપ આદિની હકીકત કહેવામાં આવે છે. -
SR No.032040
Book TitleShraddhvidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay Gani
PublisherBhadrankar Prakashan
Publication Year1998
Total Pages394
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy