SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૭ મંત્રી આદિ ભાવનાગર્ભિત શ્લોકો. ધર્મનો વિજય થાઓ, અધર્મનો પરાજય થાઓ, પ્રાણીઓ શુભભાવવાળા બનો અને વિશ્વનું મંગલ થાઓ. ૨૦ ખમાવું બધા જીવને આજ પ્રીતે, ખમો તે બધા મુજને સર્વ રીતે; બધા જીવમાં મિત્રતાને પ્રસારું, નથી કોઈ સાથે હવે વેર મારું. ૨૧ બધા વિશ્વનું થાવ કલ્યાણ આજે, બનો સજ્જ સૌ પારકા હિત કાજે; બધાં દૂષણો સર્વથા નાશ પામો, જનો સર્વ રીતે સુખોમાંહિ જામો. રર સૌ પ્રાણી આ સંસારના, સન્મિત્ર મુજ વહાલા હજો; સગુણમાં આનંદ માનું, મિત્ર કે વૈરી હજો. ૨૩ દુઃખિયા પ્રતિ કરુણા અને, દુશ્મન પ્રતિ મધ્યસ્થતા; શુભ ભાવના પ્રભુ ચાર આ, પામો હૃદયમાં સ્થિરતા. ૨૪ ગુણીજનકું વંદના, અવગુણ દેખ મધ્યસ્થ; દુઃખી દેખી કરુણા કરો, મૈત્રી ભાવ સમસ્ત. ૨૫ ઉપર જે કાવ્યો બતાવ્યાં છે તેમાં રુચિ અનુસાર શ્લોકો પસંદ કરી થોડો વખત તેનું ચિંતન કરી મૈત્રી આદિ ભાવનાથી ભાવિત થવું. પછી વજપંજર સ્તોત્રથી આત્મરક્ષા કરવી. श्री आत्मरक्षाकरवज्रपञ्जराख्यं महास्तोत्रम् । (શ્રી નમસ્કાર મહામંત્રનો વિધિપૂર્વક જાપ કરનાર મહાનુભાવ પુણ્યાત્માએ જાપના પ્રારંભમાં આ સ્તોત્ર વડે મુદ્રાઓ સહિત સ્વશરીરની રક્ષા કરવી. મુદ્રાઓ ગુરુગમથી શીખી લેવી. આત્મરક્ષાપૂર્વક જાપ કરવાથી અનેક ફાયદાઓ થાય છે.) ॐ परमेष्ठिनमस्कारं सारं नवपदात्मकम् । आत्मरक्षाकरं वज्र-पञ्जराभं स्मराम्यहम् ॥१॥ ॐ नमो अरिहंताणं, शिरस्कं शिरसि स्थितम् । ॐ नमो सव्वसिद्धाणं, मुखे मुखपटं वरम् ॥२॥ ॐ नमो आयरियाणं, अङ्गरक्षातिशायिनी । ॐ नमो उवज्झायाणं, आयुधं हस्तयोदृढम् ॥३॥ ॐ नमो लोए सव्वसाहूणं, मोचके पादयोः शुभे। एसो पंचनमुक्कारो, शिला वज्रमयी तले ॥४॥ सव्वपावप्पणासणो, वप्रो वज्रमयो बहिः । मंगलाणं च सव्वेसिं, खादिराङ्गारखातिका ॥५॥
SR No.032040
Book TitleShraddhvidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay Gani
PublisherBhadrankar Prakashan
Publication Year1998
Total Pages394
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy