SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૬ શ્રાદ્ધવિધિ પ્રકરણ - છઠ્ઠો પ્રકાશ ભોજન, પુસ્તક વગેરે આપી સહાય કરે તે પુરુષ આ લોકમાં સર્વજ્ઞ જ થાય છે. જિનભાષિત આગમની કેવળજ્ઞાન કરતાં પણ શ્રેષ્ઠતા દેખાય છે. અહો ! મૃતોપયોગ રાખનાર શ્રુતજ્ઞાની સાધુ જો કદાચ અશુદ્ધ વસ્તુ વહોરી લાવે તો તે વસ્તુને કેવળી ભગવાન પણ ભક્ષણ કરે છે. કારણ કે એમ ન કરે તો શ્રુતજ્ઞાન અપ્રમાણ થાય. સાંભળ્યું છે કે “અગાઉ દુષમકાળના વશથી બારવર્ષ સુધી દુકાળ પડ્યો તેથી તથા બીજા અનેક કારણોથી સિદ્ધાંત ઉચ્છિન્ન પ્રાયઃ થયેલ જોઈ ભગવાન્ નાગાર્જુન, સ્કંદિલાચાર્ય વિગેરે આચાર્યોએ તેને પુસ્તકારૂઢ કર્યો.” માટે સિદ્ધાંતને માન આપનાર માણસે તે પુસ્તકમાં લખાવવું. તથા રેશમી વસ્ત્ર આદિ વસ્તુવડે તેની પૂજા કરવી. સંભળાય છે પેથડશાહ સાતક્રોડ દ્રવ્ય ખરચીને ત્રણ જ્ઞાન ભંડાર લખાવ્યા. થરાદના સંઘવી આભૂએ ત્રણક્રોડ ટંક ખરચીને સર્વ આગમની એકેક પ્રત સુવર્ણમય અક્ષરથી અને બીજી સર્વ ગ્રંથની એકેક પ્રત શાહીથી લખાવી. અગ્યારમું દ્વાર પૌષધશાળા. પૌષધશાળા એટલે શ્રાવક વગેરેને પૌષધ લેવા માટે ખપમાં આવતી સાધારણ જગ્યા પણ પૂર્વે કહેલ ઘર બનાવવાની વિધિ માફક કરાવવી. સાધર્મિઓને માટે કરાવેલી તે પૌષધશાળા સારી સગવડવાળી અને નિરવઘ યોગ્ય સ્થાનક હોવાથી અવસર ઉપર સાધુઓને પણ ઉપાશ્રય તરીકે આપવી. કારણ કે તેમ કરવામાં ઘણું પુન્ય છે. કહ્યું છે કે જે પુરુષ તપસ્યા કરતા બીજા ઘણા નિયમ પાળનાર એવા સાધુ મુનિરાજોને ઉપાશ્રય આપે તે પુરુષે વસ્ત્ર, અન્ન, પાન શયન, આસન વગેરે સર્વવસ્તુઓ મુનિરાજને આપી એમ સમજવું. વસ્તુપાળ મંત્રીએ નવસો ચોરાશી પૌષધશાળાઓ કરાવી. - સિદ્ધારાજ જયસિંહના મુખ્ય મંત્રી સાજુએ પોતાનો નવો મહેલ વાદિદેવસૂરિને દેખાડીને કહ્યું કે “એ કેવો છે ?” ત્યારે શિષ્ય માણિક્ય કહ્યું, “જો એની પૌષધશાળા કરો તો અમે એને વખાણીએ.” મંત્રીએ કહ્યું. એ પૌષધશાળા થાઓ.” તે શાળામાંની બહારની પરશાળામાં શ્રાવકોને ધર્મધ્યાન કરી રહ્યા પછી મુખ જોવાને માટે એક પુરુષ પ્રમાણ ઊંચા એવા બે અરિસા બે બાજુએ રાખ્યા હતા. બારમું દ્વાર आजम्मं संमत्तं, जहसत्ति वयाइं दिक्खगहणं वा । आरंभचाउ बंभं पडिमाई अंतिआरहणा ॥१६॥ आजन्म सम्यक्त्वं यथाशक्ति व्रतानि-दीक्षाग्रहणं वा । आरम्भत्यागो ब्रह्म, प्रतिमादि-अन्तिमाराधना ॥१६॥ સમ્યકત્વ અને અણુવ્રતો. આ જન્મ એટલે બાલ્યાવસ્થાથી માંડીને જાવજીવ સુધી સમકિત અને અણુવ્રત આદિ યથાશક્તિ પાળવાં. આનું સ્વરૂપ અર્થદીપિકામાં કહ્યું છે માટે અત્રે કહ્યું નથી.
SR No.032040
Book TitleShraddhvidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay Gani
PublisherBhadrankar Prakashan
Publication Year1998
Total Pages394
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy