SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ જિનબિંબ. ૩૧૩ ચોરાશી મંડપોથી શોભતું, એક ગાઉ ઉંચું, ત્રણ ગાઉ લાંબું જિનમંદિર પાંચ કોડ મુનિ સહિત જયાં શ્રી પુંડરીકસ્વામી જ્ઞાન અને નિર્વાણ પામ્યા હતા ત્યાં કરાવ્યું. તેમજ બાહુબલિની તથા મરૂદેવી વગેરેની ટૂંકોને વિષે, ગિરનાર ઉપર. આબૂ ઉપર, ભાર પર્વત, સમેતશિખરે તથા અષ્ટાપદ વગેરેને વિષે પણ ભરતચક્રવર્તીએ ઘણા જિનપ્રાસાદ અને પાંચસો ધનુષ્ય વગેરે પ્રમાણની તથા સુવર્ણ વગેરેની પ્રતિમાઓ પણ કરાવી. દંડવીર્ય, સગર ચક્રવર્તી આદિ રાજાઓએ તે મંદિરોના તથા પ્રતિમાઓના ઉદ્ધાર પણ કરાવ્યા. હરિણ ચક્રવર્તીએ જિનમંદિરથી પૃથ્વીને સુશોભિત કરી. સંપ્રતિ રાજાએ પણ સો વર્ષના આયુષ્યના સર્વ દિવસની શુદ્ધિના છત્રીસ હજાર નવાં તથા બાકીના જીર્ણોદ્ધાર મળી સવા લાખ જિનદેરાસર બનાવ્યા. સુવર્ણ વગેરેની સવાકોડ પ્રતિમાઓ ભરાવી. આમ રાજાએ ગોવર્ધ્વન પર્વત ઉપર સાડા ત્રણક્રોડ સોનામહોર ખરચી સાત હાથ પ્રમાણ સુવર્ણની પ્રતિમા યુક્ત મહાવીર સ્વામીનું દેરાસર કરાવ્યું તેમાં મૂળ મંડપમાં સવા લાખ સુવર્ણ તથા રંગમંડપમાં એકવીસ લાખ સુવર્ણ લાગ્યું. કુમારપાળે તો ચૌદસો ચુમ્માલીશ નવાં જિનમંદિર તથા સોળસો જીર્ણોદ્ધાર કરાવ્યા. છન્નુ કોડ દ્રવ્ય ખરચીને પિતાના નામથી બનાવેલા ત્રિભુવનવિહારમાં એકસો પચીસ આંગળ ઉંચી મૂળનાયકજીની પ્રતિમા અરિષ્ટરત્નમથી ફરતી બહોતેર દેરીઓમાં ચૌદ ભાર પ્રમાણની ચોવીશ રત્નમયી, ચોવીશ સુવર્ણમયી અને ચોવીસ રૂપામથી પ્રતિમાઓ હતી. વસ્તુપાળ મંત્રીએ તેરસો તેર નવાં જિનમંદિર અને બાવીસસો જીર્ણોદ્ધાર કરાવ્યા. તથા સવા લાખ જિનબિંબ ભરાવ્યાં. પેથડશાહે ચોરાશી જિનપ્રાસાદ કરાવ્યાં. તેમાં સુરગિરિમાં ચૈત્ય હતું નહિ, તે બનાવવાનો વિચાર કરી વિરમદ રાજાના પ્રધાન વિપ્ર હેમાદેના નામથી તેની પ્રસન્નતાને માટે પેથડશાહે માંધાતાપુરમાં તથા ઓકારપુરમાં ત્રણ વર્ષ સુધી દાનશાળા ખોલી. હેમાદે તુષ્ટમાન થયો અને સાત રાજમહેલ જેટલી ભૂમિ પેથડને આપી. પાયો ખોદ્યો અને મીઠું પાણી નીકળ્યું ત્યારે કોઈએ રાજા પાસે જઈ ચાડી ખાધી કે, “મહારાજ ! મીઠું પાણી નીકળ્યું છે માટે વાવ બંધાવો” તે વાત જાણતાં જ રાતોરાત પેથડશાહે બાર હજાર ટંકનું મીઠું પાણીમાં નંખાવ્યું. આ ચૈત્ય બનાવવા સારૂ સોનૈયાથી ભરેલી બત્રીશ ઉંટડીઓ મોકલી. પાયામાં ચોરાશી હજાર ટંકનું ખરચ થયું. ચૈત્ય તૈયાર થયું ત્યારે વધામણી આપનારને ત્રણ લાખ ટંક આપ્યા. આ રીતે પેથડવિહાર બન્યો. વળી તે પેથડે જ શત્રુંજય પર્વત ઉપર શ્રી ઋષભદેવ ભગવાનનું ચૈત્ય એકવીશ ધડી પ્રમાણ સુવર્ણથી ચારે તરફ મઢાવીને મેરુપર્વતની માફક સુવર્ણમય કર્યું. ગિરનાર પર્વતના સુવર્ણમય બલાનકનો સંબંધ નીચે પ્રમાણે છે. ગઈ ચોવીશીમાં ઉજ્જયિની નગરીમાં ત્રીજા શ્રી સાગર તીર્થકરને કેવળીની પર્ષદા જોઈ નરવાહન રાજાએ પૂછ્યું કે “હું ક્યારે કેવળી થઈશ ?” ભગવાને કહ્યું “આવતી ચોવીશીમાં બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ ભગવાનના તીર્થમાં તું કેવળી થઈશ.” નરવાહન રાજાએ દીક્ષા
SR No.032040
Book TitleShraddhvidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay Gani
PublisherBhadrankar Prakashan
Publication Year1998
Total Pages394
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy