SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૪ શ્રાદ્ધવિધિ પ્રકરણ - પંચમ પ્રકાશ માલતી, કમળ વગેરે ફૂલોની માળાઓથી ભગવાનની પ્રતિમા પૂજાઈ ત્યારે તે શરસ્કાળના મેઘોથી વીંટાયેલી ચંદ્રકળાની માફક શોભવા લાગી. બળતા મલયાગરના ધૂપથી થયેલી ધૂમાડાની રેખાઓથી વિટાયેલી ભગવાનની પ્રતિમા નીલ વસ્ત્રોથી પૂજાયેલી જેવી લાગતી હતી. જેની અંદર દીપતી દીપશિખાઓ છે એવી ભગવાનની આરતી શ્રાવકોએ કરી. તે દીપતી ઔષધિવાળા પર્વતની ટૂંક માફક શોભતી હતી. અરિહંતના પરમભક્ત એવા તે શ્રાવકોએ ભગવાનને વંદના કરી. અશ્વની માફક આગળ થઈ પોતે રથ ખેંચ્યો. તે વખતે નગરવાસીજનોની સ્ત્રીઓએ હલ્લીસકરાસ શરૂ કર્યા. શ્રાવિકાઓ ચારે તરફ ઘણાં મંગળ ગીતો ગાવા લાગી. પાર વિનાનું કેસરનું જળ રથમાંથી નીચે પડતું હોવાથી આગળના રસ્તામાં છંટકાવ થવા માંડ્યો. આ રીતે પ્રત્યેક ઘરની પૂજા ગ્રહણ કરતો રથ સંપ્રતિ રાજાના કારમાં હળવે હળવે આવતો હતો. તે જોઈ સંપ્રતિ રાજા પણ રથની પૂજા કરવાને તૈયાર થયા અને ફણસ ફળની માફક સવગે વિકસ્વર રોમરાજીવાળા થઈ ત્યાં આવે, પછી નવા આનંદ રૂપ રોવરમાં હંસની માફક ક્રીડા કરતા સંપ્રતિ રાજાએ રથમાં વિરાજમાન થયેલી પ્રતિમાની અષ્ટપ્રકારી પૂજા કરી. તેમ મહાપદ્મ ચક્રીએ પણ પોતાની માતાના મનોરથ પૂર્ણ કરવાને સારૂ ઘણા આડંબરથી રથયાત્રા કરી. કુમારપાળે કરેલી રથયાત્રા. કુમારપાળે કરેલી રથયાત્રા આ રીતે કહી છે. ચૈત્ર માસની આઠમને દિવસે ચોથે પહોરે જાણે ચાલતો મેરૂ પર્વત જ ન હોય ! એવો અને સુવર્ણમય મોટા દંડ ઉપર રહેલી ધ્વજા, છત્ર, ચામર વગેરે વસ્તુથી દીપતો એવો સુવર્ણમય રથ ઘણી ઋદ્ધિની સાથે નીકળે છે તે વખતે હર્ષથી નગરવાસી લોકો એકઠા મળીને મંગળકારી જય જય શબ્દ કરે છે. શ્રાવકો સ્નાત્ર તથા ચંદનનું વિલેપન કરી સુગંધી પુષ્પોથી પૂજાયેલી શ્રી પાર્શ્વજિનની પ્રતિમાને કુમારપાળના બંધાવેલા મંદિર આગળ ઉભા રહેલા રથમાં ઘણી ઋદ્ધિથી સ્થાપન કરે છે. વાજિંત્રના શબ્દથી જગતુને ભરી દેનાર અને હર્ષથી મંગળ ગીતો ગાનારી સુંદર સ્ત્રીઓની તથા સામંતના અને મંત્રીઓના મંડળની સાથે તે રથ કુમારપાળના રાજમહેલ આગળ જાય. પછી રાજા રથની અંદર પધરાવેલી પ્રતિમાની પટ્ટવસ્ત્ર, સુવર્ણમય આભૂષણ વગેરે વસ્તુઓથી પોતે પૂજા કરે અને વિવિધ પ્રકારના ગાયન, નાટક વગેરે કરાવે. પછી તે રથ ત્યાં એક રાત રહી સિંહદ્વારની બહાર નીકળે અને ફરકતી ધ્વજાઓથી જાણે નૃત્ય જ કરી રહેલો ન હોય ! એવા પટમંડપમાં આવીને રહે. પ્રભાતકાલે રાજા ત્યાં આવી રથમાં શોભતી જિનપ્રતિમાની પૂજા વગેરે કરે અને ચતુર્વિધ સંઘ સમક્ષ પોતે આરતી ઉતારે. પછી હાથી જોતરેલો રથ સ્થાનકે સ્થાનકે બંધાવેલા ઘણા પટ્ટમંડપમાં રહેતો નગરમાં ફરે વગેરે. તીર્થયાત્રા અને તેની વિધિ. હવે ત્રીજી તીર્થયાત્રાનું સ્વરૂપ કહું છું. તેમાં શ્રી શત્રુંજય, ગિરનાર વગેરે તીર્થો સમજવાં. તેમજ તીર્થકરોની જન્મ, દીક્ષા, જ્ઞાન, નિર્વાણ અને વિહારની ભૂમિઓ પણ ઘણા ભવ્ય જીવોને
SR No.032040
Book TitleShraddhvidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay Gani
PublisherBhadrankar Prakashan
Publication Year1998
Total Pages394
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy