SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકીય... અગાધ કહેવાતા સાગરનો તાગ હજુ પામી શકાય છે પણ... આગમમાં રહેલા પદાર્થોનો તાગ પામવો કઠીન છે પણ.... જેવી રીતે મરજીવાઓ સમુદ્રના તળીયે રહેલા રત્નોને લઈ આવે છે તેમ ગીતાર્થ મહાપુરુષો પણ યત્કિંચિત્ એ આગમના સારને પામી અનેકોને પમાડનારા બને છે. આગામોમાંથી શ્રાવકોચિત વિધિનો ઉદ્ધાર કરીને પૂજ્યપાદ્ આચાર્યદેવ શ્રીમદ્ વિજયરત્નશેખરસૂરીશ્વરજી ભગવંતે “શ્રાદ્ધવિધિ” ગ્રન્થની રચના કરી. જેની વિવિધ આવૃત્તિઓ છપાતાં આ આવૃત્તિ માટે પૂજ્યપાદુ શાસન પ્રભાવક, આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન અધ્યાત્મયોગી પંન્યાસપ્રવર શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્ય શ્રીના શિષ્યરત્ન આચાર્યદેવ શ્રીમદ્ વિજયકુંદકુંદસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પરમ પૂજ્ય સરલ સ્વભાવી, પ્રશાંતમૂર્તિ પંન્યાસપ્રવર શ્રી વજનવિજયજી ગણિવર્યશ્રીને વિનંતિ કરતાં તેઓશ્રીએ આ નવી આવૃત્તિનું સુંદર સંકલન-સંપાદન કરી આપેલ છે. પાછળ પરિશિષ્ટમાં નમસ્કાર મહામંત્ર અને ધ્યાન અંગેનું પ્રેક્ટીકલ માર્ગદર્શન પૂજ્યપાદ્ આચાર્યદેવ શ્રીમદ્ વિજયકુંદકુંદ સુરીશ્વરજી મહારાજા આલેખિત-સંકલિત જપ સાધના નામના પુસ્તકમાંથી સંકલિત કરીને આપેલ છે. તે ઉપરાંત “શ્રાદ્ધવિધિ' ગ્રન્થની જેમ શ્રાવકોનાં આચાર અંગેના અન્ય ક્યા ક્યા ગ્રન્યો છે તેની વિગત પણ આપેલી છે. - પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતોને વિનંતિ કે તેઓ આ ગ્રન્થનો ઉપયોગ વ્યાખ્યાનાદિમાં કરીને શ્રાવકને યોગ્ય માર્ગદર્શન, પ્રેરણા આપે તથા શ્રાવક-શ્રાવિકાઓને પણ વિનંતિ...કે, તેઓ આ ગ્રન્થના અધ્યયન દ્વારા દયા-દાન-પરોપકાર તથા ધર્મમય સુંદર જીવન જીવી જીવનને અંતે સમાધિ તથા પરલોકમાં સદ્ગતિ પામી પરંપરાએ મુક્તિને પામનારા બને. આ ગ્રંથનું મુદ્રણકાર્ય ભરત પ્રિન્ટરીના માલિક શ્રી કાંતિલાલ ડી. શાહે જ જ ટૂંક સમયમાં પ્રકાશિત કરી આપેલ છે આ ગ્રંથને પ્રકાશિત કરવામાં સહાયક મહાનુભાવો તથા સંઘોનો અમે આ તકે આભાર માનીએ છીએ. - ભદ્રંકર પ્રકાશન
SR No.032040
Book TitleShraddhvidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay Gani
PublisherBhadrankar Prakashan
Publication Year1998
Total Pages394
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy