SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૫ ચાતુર્માસિક અભિગ્રહો. વર્ષાકાળના નિયમ. તેમાં દિવસમાં બે વાર અથવા ત્રણ વાર પૂજા, અષ્ટપ્રકારી પૂજા, સંપૂર્ણ દેવવંદન, જિનમંદિરે સર્વે જિનબિંબની પૂજા અથવા વંદના, સ્નાત્ર મહોત્સવ, મહાપૂજા, પ્રભાવના વગેરે અભિગ્રહ લેવા. તથા ગુરુને મોટી વંદના, દરેક સાધુને વંદના, ચોવીશ લોગસ્સનો કાઉસ્સગ્ગ, નવા જ્ઞાનનો પાઠ, ગુરુની સેવા, બ્રહ્મચર્ય, અચિત્ત પાણી પીવું, સચિત્ત વસ્તુનો ત્યાગ ઇત્યાદિ અભિગ્રહ લેવા. તથા વાસી, વિદળ, પૂરી, પાપડ, વડી, સૂકું શાક, તાંદલજા વગેરે પાંદડાની ભાજી, ખારેક, ખજૂર, દ્રાક્ષ, ખાંડ, સુંઠ વગેરે વસ્તુનો વર્ષાકાળના ચોમાસામાં ત્યાગ કરવો. કેમકે એ વસ્તુમાં લીલફુલ, કંથઆ અને ઇયળો વગેરે ઉત્પન્ન થવાનો સંભવ રહે છે. ઔષધ વગેરે કામમાં ઉપર કહેલી વસ્તુ લેવી હોય તો સારી રીતે તપાસીને ઘણી જ સંભાળથી લેવી. તેમજ વર્ષાકાળના ચોમાસામાં ખાટલો, હાવું, માથામાં ફૂલ વગેરે ગુંથવવાં, લીલું દાતણ, પગરખાં વગેરે વસ્તુનો યથાશક્તિ ત્યાગ કરવો. ભૂમિ ખોદવી, વસ્ત્ર વગેરે રંગવા, ગાડી વગેરે ખેડવા (વાપરવાં), બીજે ગામે જવું વગેરેની પણ બાધા લેવી. વર્ષાકાળમાં જયણા. - ઘર, હાટ, ભીંત થાંભલા, કપાટ, પાટ, પાટિયું, શીકું, ઘીના, તેલનાં તથા પાણી વગેરેનાં તથા બીજા વાસણ, ઇંધણાં,. ધાન્ય વગેરે સર્વે વસ્તુઓને નીલફૂલ વગેરે જીવની સંસક્તિ ન થાય તે માટે જેને જે યોગ્ય હોય તે પ્રમાણે કોઈને ચૂનો લગાડવો, કોઈમાં રાખ ભેળવવી તથા મેલ કાઢી નાંખવો, તડકામાં મૂકવું, શરદી અથવા ભેજ ન હોય તેવા સ્થાનમાં રાખવું વગેરે સંભાળ લેવી. પાણીને પણ બે ત્રણ વાર ગાળવા વગેરેથી સંભાળવું. ચીકણી વસ્તુ ગોળ, છાશ, પાણી વગેરેની પણ સારી રીતે ઢાંકણું વગેરે મૂકીને સંભાળ કરવી. ઓસામણનું તથા સ્નાનનું પાણી વગેરે લીલફૂલ વળેલી ન હોય એવી ધૂળવાળી શુદ્ધ ભૂમિમાં છૂટું છૂટું અને થોડું થોડું નાંખવું. ચૂલાને અને દીવાને ઉઘાડો ન મૂકવો અને તે માટે ખાસ સંભાળ લેવી. ખાંડવું, દળવું, રાંધવું, વસ્ત્ર, પાત્ર વગેરે ધોવું ઇત્યાદિ કામમાં પણ સમ્યક્ પ્રકારે જોઈ કરીને સંભાળ રાખવી. જિનમંદિરની તથા પૌષધશાળા વગેરેની પણ જોઈએ એવી રીતે સમારવા વડે ઉચિત યતના રાખવી, વિશેષ તપ આચરણ. ઉપધાન, માસાદિ પ્રતિમા, કષાયજય, ઇન્દ્રિયજય, યોગવિશુદ્ધિ, વિશસ્થાનક, અમૃત આઠમ, અગિયાર અંગ, ચૌદ પૂર્વ વગેરે તપસ્યા તથા નમસ્કાર ફળતપ, ચતુર્વિશતિકા તપ, અક્ષયનિધિ તપ. દમયંતી તપ, ભદ્રશ્રેણી તપ, મહાભદ્રશ્રેણી તપ, સંસારતારણ તપ, અઠ્ઠાઈ, પક્ષખમણ, માસખમણ વગેરે વિશેષ તપસ્યા પણ યથાશક્તિ કરવી. રાત્રિએ ચઉવિહાર અથવા તિવિહારનું પચ્ચકખાણ કરવું. પર્વમાં વિગઈનો ત્યાગ તથા પૌષધ ઉપવાસ વગેરે કરવું. દરરોજ અથવા પારણાને દિવસે અતિથિસંવિભાગનો અવશ્ય લાભ લેવો વગેરે. ચાતુર્માસિક અભિગ્રહો. પૂર્વાચાર્યોએ ચોમાસાના અભિગ્રહ કહ્યા છે તે આ પ્રમાણે-જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વિર્યાચાર. એના દ્રવ્યાદિભેદથી અનેક પ્રકારના ચાતુર્માસિક અભિગ્રહ હોય છે. તેનો અનુક્રમ આ પ્રમાણે -
SR No.032040
Book TitleShraddhvidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay Gani
PublisherBhadrankar Prakashan
Publication Year1998
Total Pages394
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy