SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ પૌષધ વ્રત ઉપર ધનેશ્વર શેઠનું દૃષ્ટાંત. ૨૭૧ જ વ્યવહાર કરવા લાગ્યા પણ બીજાઓની સાથે કોઈ વ્યવહાર કરે નહીં. એથી થોડા દિવસમાં તે ક્રોડો સોનૈયાનો ધણી થયો. કાગડા, કાયસ્થ અને કૂકડા એ ત્રણ જણા પોતાના કુળનું પોષણ કરે છે અને વણિક, શ્વાન, ગજ તથા બ્રાહ્મણ એ ચારે જણ પોતાના કુળનો નાશ કરે છે એવી કહેવત છે તે પ્રમાણે બીજા ણિક લોકોએ અદેખાઇથી રાજાની પાસે ચાડી ખાધી કે, એને ક્રોડો સોનૈયાનું નિધાન મળ્યું.' તેથી રાજાએ શેઠને ધનની વાત પૂછી શેઠે કહ્યું “મેં સ્થૂલમૃષાવાદ, સ્થૂલઅદત્તાદાન વગેરેનો ગુરુ પાસે નિયમ લીધો છે.' પછી બીજા વાણિયાઓના કહેવાથી રાજાએ “એ ધર્મ ઠગ છે.” એમ વિચારી તેનું સર્વ ધન પોતાના કબજામાં લઈ તેને તથા તેના પરિવારને પોતાના મહેલમાં કબજે રાખ્યો. શેઠે મનમાં વિચાર્યું કે “આજે પંચમી પર્વ છે તેથી આજ મને કોઈપણ રીતે અવશ્ય લાભ થવો જ જોઈએ.” પ્રભાત વખતે રાજા પોતાના સર્વ ભંડાર ખાલી થયેલા અને શેઠનું ઘર સોનામ્હોરોથી તથા ઝવેરાતથી સંપૂર્ણ ભરાઈ ગયેલું જોઇ ઘણું આશ્ચર્ય અને ખેદ પામ્યો. પછી તેણે શેઠને ખમાવીને પૂછ્યું કે “હે શેઠજી ! આ ધન શી રીતે તારે ઘેર ગયું ?” શેઠે કહ્યું “હે સ્વામિન્ ! હું કંઇ જાણતો નથી પરંતુ પર્વને દિવસે પુણ્યના મહિમાથી મને લાભ જ થાય છે.” આ રીતે સર્વ વાત શેઠે કહી ત્યારે પર્વનો મહિમા સાંભળી જાતિસ્મરણ જ્ઞાન પામેલા રાજાએ પણ છએ પર્વો પાળવાનો યાવજ્જીવ નિયમ લીધો. તે જ વખતે ભંડારીએ આવી રાજાને વધામણી આપી કે “વર્ષાકાળના વરસાદથી જેમ સરોવર ભરાય છે તેમ આપણા સર્વ ભંડાર ધનથી હમણાં જ પરિપૂર્ણ થયા છે” તે સાંભળી રાજા ઘણું અજાયબ થયો અને હર્ષ પામ્યો. એટલામાં ચંચળ એવાં કુંડળ આદિ આભૂષણોથી દેદીપ્યમાન એવો એક દેવતા પ્રકટ થઈ કહેવા લાગ્યો કે “હે રાજન્ ! તારો પૂર્વ ભવનો મિત્ર જે શેઠનો જીવ કે, જે હમણાં દેવતાનો ભવ ભોગવે છે તેને તું ઓળખે છે ? મેં પૂર્વ ભવે વચન આપ્યું હતું તેથી તેને પ્રતિબોધ કરવા માટે તથા પર્વ દિવસની આરાધના કરનાર લોકોમાં અગ્રેસર એવા એ શેઠને સહાય કરવા આ કામ કર્યું; માટે તું ધર્મકૃત્યમાં પ્રમાદ ન કર. હવે હું ઘાંચીના અને કૌટુંબિકના જીવ જે રાજાઓ થયા છે તેમને પ્રતિબોધ કરવા જઉં છું. એમ કહી દેવતા ગયો. પછી તે બન્ને રાજાઓને સમકાળે સ્વપ્નમાં પૂર્વભવ દેખાડ્યો તેથી તેમને પણ જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેથી તેઓ શ્રાવકધર્મની અને વિશેષે કરી પર્વદિવસોની સમ્યક્ પ્રકારે અરાધના કરવા લાગ્યા. પછી તે ત્રણે રાજાઓએ દેવતાના કહેવાથી પોત પોતાના દેશમાં અમારિની પ્રવૃત્તિ, સાતે વ્યસનોની નિવૃત્તિ, ઠેકાણે ઠેકાણે નવા નવા જિનમંદિરો, પૂજા, યાત્રા, સાધર્મિકવાત્સલ્ય, પર્વને પહેલે દિવસે પટહની ઉદ્ઘોષણા તથા સર્વે પર્વોમાં સર્વે લોકોને ધર્મકૃત્યને કરાવવા વગેરે ધર્મની ઉન્નતિ એવી રીતે કરી કે જેથી એકછત્ર સામ્રાજ્ય જેવો જૈનધર્મ પ્રવર્તી રહ્યો. તેના પ્રભાવથી તથા શેઠના જીવ દેવતાની મદદથી તે ત્રણ રાજાઓના દેશોમાં તીર્થંકરની વિહારભૂમિની માફક અતિવૃષ્ટિના, અનાવૃષ્ટિના, દુર્ભિક્ષના, સ્વચક્ર-પરચક્રના, વ્યાધિના,
SR No.032040
Book TitleShraddhvidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay Gani
PublisherBhadrankar Prakashan
Publication Year1998
Total Pages394
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy