SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થૂલિભદ્રની કથા. ૨૫૭ ખડે પગે રહી ચાતુર્માસની અનુજ્ઞા માગી. ત્રીજાએ કૂવાના કાંઠાની ભારવટ ઉપર રહી ચાતુર્માસ કરવાની રજા આપવા વિજ્ઞપ્તિ કરી. ત્યારે સ્થૂલિભદ્રે કહ્યું “ભગવન્! હું કોશા વેશ્યાના ઘરમાં રહી ચાતુર્માસ કરવાની ઇચ્છા રાખું છું.” ગુરુએ ચારે શિષ્યોને જ્ઞાનથી તેમની યોગ્યતા પારખી તે તે સ્થળે ચાતુર્માસ કરવાની અનુજ્ઞા આપી. ગુરુની અનુજ્ઞા મુજબ એક સિંહની ગુફાદ્વારે. બીજા સર્પના બીલ ઉપર અને ત્રીજા કૂવાના કાંઠાની ભારવટે ચાતુર્માસ રહ્યા. સ્થૂલિભદ્રને આવતા જોઈ કોશા સામે આવી પગે પડી. સ્થૂલિભદ્ર ચાતુર્માસ રહેવા તેની ચિત્રશાળાની માગણી કરી. કોશાએ આનંદ પામી વસતિ આપી. સ્થૂલિભદ્ર કોશાની ચિત્રસભામાં ચાતુર્માસ રહ્યા. રોજ વેશ્યા મુનિને ષસનો આહાર વહોરાવે છે તેમજ નેત્રોના વિકારો અને હાવભાવ તેમની સન્મુખ કરે છે. વર્ષાઋતુ હોવાથી ઠંડો પવન અને મોરોના અવાજો વાતાવરણને ઉત્તેજિત કરે છે. પ્રતિદિન નાટ્ય વિનોદ વેશ્યાના આવાસમાં ચાલે છે. વધુમાં કોશા વેશ્યા મુનિ પાસે આવી પૂર્વના પ્રસંગો યાદ કરાવે છે અને કહે છે કે “મારા જેવી આપને સ્વાધીન છતાં, યૌવન વય છતાં, આપે આ દીક્ષા શા માટે ગ્રહણ કરી ?' યૂલિભદ્ર આ બધું અક્ષુબ્ધ મને નિહાળે છે અને વેશ્યાને જવાબ આપતાં કહેવા લાગ્યા. હે કોશા ! સ્ત્રીનું શરીર અશુચિથી ભરેલું છે. સ્ત્રીના સ્તન એ માંસ ગ્રંથિ છે. સ્ત્રી એ મલમૂત્રની ક્યારી છે. આમાં કાંઈ મુગ્ધ થવા જેવું નથી. સ્ત્રીસંભોગ અનેક જીવોનો ઘાત કરનાર છે. નરકે લઈ જનાર છે અને ભવોભવ જીવને મોહિત કરી રખડાવનાર છે.” આમ છેવટે સ્થૂલિભદ્ર નિશ્ચલ રહ્યા. કોશા છેવટે થાકી અને બોલી “આપ ધન્ય છો. કૃતાર્થ છો. નિશ્ચલ છો.” તેણે સ્થૂલિભદ્ર પાસે શ્રાવકવ્રત લીધાં. શ્રાવિકા થઈ અને નિયમ લીધો કે “રાજાએ મોકલેલ પુરુષ સિવાય અન્ય પુરુષોનો વચનથી પણ હું સ્વીકાર કરીશ નહિ.” ચાતુર્માસ પૂર્ણ થયે કોશાને પ્રતિબોધી સ્થૂલિભદ્ર ગુરુ પાસે આવ્યા. ગુરુએ તેમને કહ્યું “ખરેખર તમે દુષ્કર દુષ્કર દુષ્કર કારક કાર્ય કર્યું છે. ગુરુના આ વચને સિહની ગુફા પાસે ચાતુર્માસ કરી આવેલ મુનિના મનને દુભાવ્યું. કારણ કે તેમને ગુરુએ તમે “દુષ્કર કાર્ય કર્યું છે તેમ કહ્યું હતું અને રોજ ષસ ભોજન કરી કોશાને ઘેર રહેલ સ્થૂલિભદ્રને “દુષ્કર દુષ્કર’ કહ્યું. આથી તેમને સ્થૂલિભદ્ર ઉપર ઈષ ઉત્પન્ન થઈ. એક દિવસ નંદરાજાની પ્રસન્નતા મેળવી તેની પરવાનગીથી કોઈક રથકાર કોશાને ઘેર આવ્યો. કોશા સ્થૂલભદ્રના ગુણથી મોહિત હતી. રથકારે વિદ્યાઓ બતાવી કોશાને આકર્ષવાનું મન થયું. તેણે પોતાની વિદ્યાવડે કોશાની બારીમાં બેઠાં બેઠાં એક બાણ પર બીજું બાણ મૂકી આમ્રફળની લેબ લાવી વેશ્યાને આપી. કોશાએ પણ તેનો ગર્વ ઉતારવા સરસવના ઢગલા ઉપર સોય રાખી તેના ઉપર પુષ્પ મુકી નાચ કરી બતાવી તેનું અભિમાન ઉતાર્યું અને બોલી. ‘આંબાની લુંબ તોડવી કે સરસવ ઉપર નાચવું એ કાંઈ મુશ્કેલ નથી. પણ અતિ દુષ્કર કાર્ય તો સ્થૂલિભદ્ર કર્યું તે છે. કે જે સ્ત્રીના સહવાસમાં રહ્યા છતાં જરા પણ ક્ષુબ્ધ ન પામ્યા. વન, જંગલ કે એકાન્તમાં રહીને તો સંયમ ઘણા પાળે છે પણ સુંદર મહેલમાં ષસ ભોજન ખાઈ સ્ત્રીની સમીપે રહી સંયમ પાળનાર તો શકટાલ નંદન સ્થૂલભદ્ર એક જ છે.” ૩૩
SR No.032040
Book TitleShraddhvidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay Gani
PublisherBhadrankar Prakashan
Publication Year1998
Total Pages394
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy