SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ શ્રાદ્ધવિધિ પ્રકરણ - તીય પ્રકાશ અશુચિ વસ્તુથી ભરેલા સ્ત્રીના શરીરની શા માટે અભિલાષા કરે છે? વિષ્ટાની જાણે કોથળી જ ન હોય ! એવી શરીરના છિદ્રમાંથી નીકળતા ઘણા મળથી મલિન થયેલી, ઉત્પન્ન થયેલા કૃમિના જાળાથી ભરેલી, તથા ચપળતાથી, કપટથી અને અસત્યથી પુરુષને ઠગનારી એવી સ્ત્રીને તેની બહારની સફાઈથી મોહમાં પડી જે ભોગવે છે તેથી તેને નરક મળે છે. કામવિકાર ત્રણે લોકને વિટંબના કરનારો છે, તથાપિ મનમાં વિષયસંકલ્પ કરવાનું વર્ષે તો કામવિકારને સહજમાં જીતાય. કહ્યું છે કે હે કામદેવ ! હું તારૂં મૂળ જાણું છું. તું વિષયસંકલ્પથી ઉત્પન્ન થાય છે માટે હું વિષયસંકલ્પ જ ન કરું કે જેથી તું મારા ચિત્તમાં ઉત્પન્ન ન થાય. આ રીતે વિષય ઉપર પોતે નવી પરણેલી આઠ શ્રેષ્ઠિકન્યાઓને પ્રતિબોધ પમાડનાર અને નવ્વાણું ક્રોડ સોનૈયા જેટલા ધનનો ત્યાગ કરનાર શ્રી જંબૂસ્વામીનું, કોશા વેશ્યાને વિષે આસક્ત થઈ સાડી બાર ક્રોડ સોનૈયા ખરચી કામવિલાસ કરનાર તત્કાળ દીક્ષા લઈ કોશાના મહેલમાં જ ચોમાસું રહેનાર શ્રી સ્થૂલભદ્રસ્વામીનું તથા અભયા રાણીએ કરેલા અનેક અનુકૂળ તથા પ્રતિકૂળ ઉપસર્ગથી મનમાં પણ જરાય વિકાર ન પામનાર સુદર્શન શેઠ વગેરેનું દૃષ્ટાંત પ્રસિદ્ધ છે. જંબૂસ્વામીની કથા. રાજગૃહ નગરમાં ઋષભદત્ત નામે શેઠ રહેતો હતો. તેને ધારિણી નામે ભાર્યા હતી. એક વખત મધ્યરાત્રિએ ધારિણીએ જંબૂવૃક્ષ જોયું. પ્રાતઃકાળે તેણે ઋષભદત્તને સ્વની વાત કહી. ઋષભદત્તે પોતાની બુદ્ધિ અનુસાર કહ્યું કે “તારે જાંબુ સરખા વર્ણવાળો પુત્ર થશે. ધારિણી ગર્ભવતી થઈ તેને પુત્ર થયો. મા-બાપે સ્વપ્રને અનુસરી તેનું નામ જંબૂકુમાર પાડ્યું. જંબૂકુમાર બાલ્યકાળ પસાર કરી યૌવન વય પામ્યો. માત-પિતાએ તે નગરના જુદા જુદા આઠ શ્રેષ્ઠિની આઠ કન્યાઓ સાથે તેનો વિવાહ કર્યો. એક વખત રાજગૃહમાં સુધર્માસ્વામી પધાર્યા. કોણિક રાજા નગરવાસીઓ સાથે દેશના સાંભળવા આવ્યો જંબૂકુમાર પણ તે દેશનામાં ગયો. સુધર્માસ્વામિએ દેશનામાં કહ્યું કે “જીવન ચંચળ છે. જેમ પાણીનો પરપોટો સહેજમાં ફુટી જાય છે તેમ આ જીવન નશ્વર છે.” સુધર્માસ્વામિની દેશના જ જંબૂકુમારના હૃદયમાં આરપાર ઉતરી, તેને જીવન અસ્થિર સમજાયું. અને આ જીવનમાંથી સ્વશ્રેય સાધવાનું સુર્યું. તે તુર્ત ઉભો થયો અને પોતાનો ઉદ્ધાર કરવા દીક્ષા આપવાની માગણી કરી. સુધર્માસ્વામિએ “પવિઘ રેઢું તારી સારી ભાવનામાં તું વિલંબ ન કર, તેમ કહી તેને પ્રોત્સાહન આપ્યું. જંબૂકુમાર ‘હું તુર્ત માબાપની રજા લઈ આવું છું.' એમ ગુરુમહારાજને કહી નગર તરફ વળ્યો. માર્ગમાં જતાં શસ્ત્રો ચલાવતા શીખતા કુમારો તરફથી ફેંકાયેલ મોટો લોઢાનો ગોળો તેની નજીક પડ્યો. જંબૂકુમારની વિચારધારા પલટાણી તેને લાગ્યું કે જીવનમાં ક્ષણનો ક્યાં ભરોસો છે તેણે વિચાર્યું કે મને આ લોઢાનો ગોળો વાગ્યો હોત તો હું મારી જાત મને મારી મનની મનમાં રહી જાત.” જંબૂકુમાર પાછો વળ્યો અને સુધર્માસ્વામી પાસે આવ્યો તેણે ત્યાં બ્રહ્મચર્ય
SR No.032040
Book TitleShraddhvidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay Gani
PublisherBhadrankar Prakashan
Publication Year1998
Total Pages394
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy