SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વારોના નામ “વીરજિન” પદથી એઓ ચાર મૂલાતિશય-૧. અપાયાપગમાતિશય (જેનાથી ઇતિ આદિ રૂપ કષ્ટ દૂર રહે), ૨. જ્ઞાનાતિશય-ઉત્કૃષ્ટ જ્ઞાનવાલા, ૩. પૂજાતિશય-દેવેન્દ્રોને પણ પૂજવા યોગ્ય અને ૪. વચનાતિશય-જીવો સ્વ-ભાષામાં સમજી શકે ઈત્યાદિ ગુણવાળી ઉત્તમ એવી વાણીયુક્ત છે, એમ જણાવ્યું છે. આ ગ્રન્થમાં જે જે દ્વારોનું વર્ણન કરવાનું છે, તેના નામો. दिर्णरेत्तिपव्वचउमासिगवेच्छरजम्मकिच्चिदाराइं । .. सड्डाणणुग्गहट्ठा, 'सड्ढविहिए' भणिज्जंति ॥२॥ दिनरात्रिपर्वचातुर्मासिकवत्सरजन्मकृत्यद्वाराणि । श्राद्धानुग्रहार्थं श्राद्धविधौ भण्यन्ते ॥२॥ ૧ દિન-કૃત્ય, ૨ રાત્રિ-કૃત્ય, ૩ પર્વ-કૃત્ય, ૪ ચાતુર્માસિક-કૃત્ય, ૫ વાર્ષિક-કૃત્ય, ૬ જન્મકૃત્ય એ છ દ્વારોનું શ્રાવકજનોના ઉપકારને માટે આ “શ્રાવકવિધિ” નામના ગ્રંથમાં નિરૂપણ કરવામાં આવશે. (ઉપરની) પહેલી ગાથામાં મંગલ અને બીજીમાં ગ્રન્થના વિષયનું નિરૂપણ કરીને ૧ વિદ્યા, 'ર રાજ્ય, ૩ ધર્મ, એ ત્રણે, યોગ્ય (મનુષ્ય) ને જ અપાય, એ ન્યાયે શ્રાવકધર્મ યોગ્ય કોણ . હોઈ શકે તે જણાવે છે. सड्डत्तणस्स जुग्गो भद्दगपगई 'विसेसनिउणमई । नेयमग्गरई तह दढनिअवयणठिई विणिहिट्ठो ॥३॥ श्राद्धत्वस्य योग्यो भद्रकप्रकृतिः विशेषनिपुणमतिः । .. न्यायमार्गरतिस्तथा दृढनिजवचनस्थितिर्विनिर्दिष्टः ॥३॥ સર્વજ્ઞોએ, ૧ ભદ્રક પ્રકૃતિ, ૨ વિશેષ નિપુણમતિ, ૩ ન્યાયમાર્ગમાં પ્રેમ અને ૪ દઢ નિપ્રતિજ્ઞ સ્થિતિ-આવા ચારે ગુણયુક્ત શ્રાવકધર્મને યોગ્ય જણાવ્યો છે. ભદ્રક પ્રકૃતિ એટલે પક્ષપાત કે કદાગ્રહ રાખ્યા વગર માધ્યસ્થભાવ ધારણ કરવાનો ગુણ, કહ્યું છે કે, (માર્યાવૃત્ત) रत्तो दुट्ठो मूढो पुव्ववुग्गाहिओ अ चत्तारि। एए धम्माणरिहा अरिहो पुण होइ मज्झत्थो ॥१॥ ૧. રક્ત એટલે (દષ્ટિરાગી) એ ધર્મને અયોગ્ય છે. જેમ ભુવનભાનુ કેવલીનો જીવ પૂર્વભવમાં (વિશ્વસેન) રાજાનો પુત્ર ત્રિદંડીમત ભક્ત હતો, તેને જૈન ગુરુએ અત્યંત કષ્ટથી પ્રતિબોધી દઢધર્મી (અંગીકાર કરેલા સમકિત ધર્મમાં દઢ) કર્યો;
SR No.032040
Book TitleShraddhvidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay Gani
PublisherBhadrankar Prakashan
Publication Year1998
Total Pages394
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy