SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૩ મૂર્ખના સો લક્ષણ. મૂર્ખના સો લક્ષણ. “રાજા ! સો મૂર્ખ કયા? તે સાંભળ, મને તે તે મૂર્ણપણાનાં કારણ મૂક? તેમ કરવાથી તું આ જગતમાં નિર્દોષ રત્નની જેમ શોભા પામીશ.” (૧) છતી શક્તિએ ઉદ્યમ ન કરે, (૨) પંડિતોની સભામાં પોતાનાં વખાણ કરે, (૩) ગણિકાના વચન ઉપર વિશ્વાસ રાખે, (૪) દંભ તથા આડંબર ઉપર ભરોસો રાખે, (૫) જુગાર, કિમિયા વગેરેથી ધન મેળવવાની આશા રાખે. (૬) ખેતી આદિ લાભનાં સાધનોથી લાભ થશે કે નહીં? એવો શક રાખે, (૭) બુદ્ધિ નહીં છતાં મોટું કામ કરવા ધારે. (૮) વણિક થઈ એકાંતવાસ કરવામાં રુચિ રાખે, (૯) માથે દેવું કરી ઘરબાર વગેરે ખરીદે. (૧૦) પોતે વૃદ્ધ થઈ કન્યા પરણે, (૧૧) ગુરુ પાસે ન ધારેલા ગ્રંથની વ્યાખ્યા કરે, (૧૨) ખુલ્લી વાત ઢાંકવાનો પ્રયત્ન કરે, (૧૩) ચંચળ સ્ત્રીનો ભર્તાર થઈ ઈર્ષા રાખે, (૧૪) શત્રુ સમર્થ છતાં મનમાં તેની શંકા ન રાખે, (૧૫) પ્રથમ ધન આપીને પાછળથી પશ્ચાત્તાપ કરે, (૧૬) અભણ છતાં મોટા સ્વરથી કવિતા બોલે, (૧૭) અવસર આવે નહીં છતાં બોલવાની ચતુરતા દેખાડે, (૧૮) બોલવાનો અવસર આવે મૌન રાખે, (૧૯) લાભને અવસરે કલહ-કલેશ કરે, (૨૦) ભોજનને સમયે ક્રોધ કરે, (૨૧) મોટા લાભની આશાથી ધન વિખેરે, (૨૨) સાધારણ બોલવામાં ફિલષ્ટ એવા સંસ્કૃત શબ્દ વાપરે, (૨૩) પુત્રના હાથમાં સર્વ ધન આપી પોતે દીન થાય, (૨૪) સ્ત્રી પક્ષના લોકો પાસે યાચના કરે, (૨૫) સ્ત્રીની સાથે ટંટો થવાથી બીજી સ્ત્રી પરણે, (૨૬) પુત્ર ઉપર ક્રોધ કરી તેનું નુકશાન કરે, (૨૭) કામી પુરુષોની સાથે હરીફાઈ કરી ધન ઉડાવે, (૨૮) યાચકોએ કરેલી સ્તુતિથી મનમાં અહંકાર લાવે, (૨૯) પોતાની બુદ્ધિના અહંકારથી બીજાનાં હિત વચન ન સાંભળે; (૩૦) અમારું મોટું ન એવા અહંકારથી કોઈની ચાકરી ન કરે, (૩૧) દુર્લભ એવું દ્રવ્ય આપીને કામ ભોગ સેવે, (૩૨) મૂલ્ય આપીને ખરાબ માર્ગે જાય, (૩૩) રાજા લોભી છતાં તેની પાસેથી લાભ થવાની આશા રાખે. (૩૪) અધિકારી દુષ્ટ છતાં ન્યાયની આશા રાખે, (૩૫) કાયસ્થને વિષે સ્નેહની આશા રાખે, (૩૬) મંત્રી ક્રૂર છતાં ભય ન રાખે, (૩૭) કૃતન પાસે ઉપકારના બદલાની આશા રાખે, (૩૮) અરસિક પુરુષ આગળ પોતાના ગુણ જાહેર કરે, (૩૯) શરીર નિરોગી છતાં વહેમથી દવા ખાય, (૪૦) રોગી છતાં પરેજી ન પાળે, (૪૧) લોભથી સ્વજનને છોડી દે, (૪૨) મિત્રના મનમાંથી રાગ ઉતરી જાય એવાં વચન બોલે, (૩૪) લાભનો અવસર આવે આળસ કરે, (૪૪) મોટા ઋદ્ધિવંત છતાં કલહ-કલેશ કરે, (૪૫) જોષીના વચન ઉપર ભરોસો રાખી રાજ્યની ઇચ્છા કરે,(૪૬) મૂર્ખની સાથે મસલત કરવામાં આદર રાખે, (૪૭) દુર્બળ લોકોને ઉપદ્રવ કરવામાં શૂરવીરપણું બતાવે, (૪૮) જેના દોષ જાહેર દેખાય છે, એવી સ્ત્રી ઉપર પ્રીતિ રાખે, (૪૯) ગુણનો અભ્યાસ કરવામાં ક્ષણમાત્ર રુચિ ન રાખે, (૫૦) બીજાએ સંચય કરેલું ધન ઉડાવે, (૫૧) માન રાખી રાજા જેવા ડોળ કરે, (પર) લોકોમાં રાજાદિની જાહેર નિંદા કરે, (૫૩) દુઃખ આવે દીનતા બતાવે, (૫૪) સુખ આવે ભાવિ કાળે થનારી દુર્ગતિ ભૂલી જાય. (૫૫) થોડા બચાવવા માટે ઘણો વ્યય કરે, (૫૬) પરીક્ષા માટે ઝેર ખાય, (૫૭) કિમિયામાં ધન હોમ, (૫૮) ક્ષય
SR No.032040
Book TitleShraddhvidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay Gani
PublisherBhadrankar Prakashan
Publication Year1998
Total Pages394
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy