SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરુનું ઉચિત. ૨૦૯ કરવું, શ્રી જિનામૃતનું પાન કરવું, અંગૂઠ પ્રશ્ન કરવો, વગેરે કાર્યો એકલા મારાથી જ થાય છે.” તે સાંભળી ચારે આંગળીઓ અંગૂઠાનો આશ્રય કરી સર્વ કાર્યો કરવા લાગી. સ્વજનના સંબંધમાં ઉપર કહ્યું વિગેરે ઉચિત આચરણ જાણવું. હવે ધર્માચાર્યના સંબંધમાં ઉચિત આચરણ કહીએ છીએ. ગુરુનું ઉચિત. પુરુષે દરરોજ ત્રણ ટંક ભક્તિથી તથા શરીરવડે અને વચનવડે બહુમાનથી ધર્માચાર્યને વંદના કરવી. ધર્માચાર્યે બતાવેલી રીત પ્રમાણે આવશ્યક વિગેરે કામો કરવાં. તથા તેમની પાસે શ્રદ્ધાથી ધર્મોપદેશ સાંભળવો. ધર્માચાર્યના આદેશનું બહુમાન કરે, એમની મનથી પણ અવજ્ઞા ન કરે. અધર્મી લોકોએ કરેલા ધર્માચાર્યના અવર્ણવાદને પોતાની શક્તિ પ્રમાણે રોકે પણ ઉપેક્ષા ન કરે. કહ્યું છે કે મોટાઓની નિંદા કરનાર જ કેવળ પાપી નથી, પણ તે નિંદા સાંભળનાર પણ પાપી છે. તથા ધર્માચાર્યનો સ્તુતિવાદ હંમેશાં કરે, કારણ કે સમક્ષ અથવા પાછળ ધર્માચાર્યની પ્રશંસા કરવાથી પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે. ધર્માચાર્યના છિદ્ર ન જોવાં, સુખમાં તથા દુઃખમાં મિત્રની જેમ તેમને વર્તવું તથા પ્રત્યેનીક લોકોએ કરેલા ઉપદ્રવોને પોતામાં જેટલી શક્તિ હોય તેટલી શક્તિથી વારવા. પ્રશ્ન :- “પ્રમાદથી રહિત એવા ધર્માચાર્યમાં છિદ્રો જ ન હોય, ત્યારે તે ન જોવાં એમ કહેવું વ્યર્થ છે. તથા મમતારહિત ધર્માચાર્યની સાથે મિત્રની જેમ શી રીતે વર્તવું ?” ઉત્તર :- ખરી વાત છે, ધર્માચાર્ય તો પ્રમાદથી અને મમતાથી રહિત જ છે. પણ જુદી જુદી પ્રકૃતિના શ્રાવકોને પોતાની પ્રકૃતિના અનુસારથી ધર્માચાર્યને વિષે પણ જુદો જુદો ભાવ ઉત્પન્ન થાય છે. સ્થાનાંગસૂત્રમાં કહ્યું છે કે “હે ગૌતમ ! ચાર પ્રકારનાં શ્રાવક કહ્યાં છે, એક * માતા-પિતા સમાન, બીજા ભાઈ સમાન, ત્રીજા મિત્ર સમાન ચોથા, શોક્ય સમાન.” વિગેરે આ ગ્રંથમાં પૂર્વે કહી ગયા છીએ. પ્રત્યેનીક લોકોએ કરેલો ઉપદ્રવ દૂર કરવાના સંબંધમાં કહ્યું છે કે, સાધુઓનો, જિનમંદિરનો તથા વિશેષે કરી જિનશાસનનો કોઈ વિરોધી હોય અથવા કોઈ અવર્ણવાદ બોલતો હોય, તો તેને સર્વશક્તિથી વારવો.” આ વિષય ઉપર ભગીરથ નામના સગર ચક્રવર્તીના પૌત્ર જયકુમાર, જેણે પ્રાંત ગામના રહીશ સાઠહજાર લોકોએ કરેલા ઉપદ્રવથી પીડાયેલા યાત્રાએ જનાર સંઘનો ઉપદ્રવ ટાળ્યો હતો, તે જાણવું. પુરુષે પોતાનો કંઈ અપરાધ થયે છતે ધર્માચાર્ય શિખામણ દે ત્યારે “આપ કહો તે યોગ્ય છે.” એમ કહી સર્વ કબૂલ કરવું. કદાચ ધર્માચાર્યની કંઈક ભૂલ જણાય તો તેમને એકાંતમાં “મહારાજ ! આપ જેવા ચારિત્રવંતને આ વાત ઉચિત છે કે?” એમ કહે. શિષ્ય સામું આવવું, ગુરુ આવે ત્યારે ઉઠવું, આસન આપવું, પગચંપી કરવી, તથા શુદ્ધ એવાં વસ્ત્ર, પાત્ર, આહાર આદિનું દાન વિગેરે સમયને ઉચિત એવો સર્વ વિનય સંબંધી ઉપચાર ભક્તિથી કરવો અને પોતાના હૃદયમાં ધર્માચાર્યને વિષે દઢ તથા કપટરહિત અનુસંગધારણ કરવો. પુરુષ પરદેશમાં હોય તો
SR No.032040
Book TitleShraddhvidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay Gani
PublisherBhadrankar Prakashan
Publication Year1998
Total Pages394
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy