SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ સ્ત્રીઓનાં ગૃહકાર્યો. ૨૦૩ પુરુષ પોતાની સ્ત્રીને રાત્રિએ બહાર રાજમાર્ગે અથવા કોઈને ઘેર જતી અટકાવે, કુશલીની તથા પાખંડીની સોબતથી દૂર રાખે, દેવું-લેવું, સગા-વહાલાનું આદરમાન કરવું, રસોઈ કરવી વગેરે ગૃહકાર્યમાં તેને અવશ્ય જોડે, તથા આપણાથી છૂટી-એકલીને જુદી ન રાખે, સ્ત્રીને રાત્રિએ બહાર જતી અટકાવવાનું કારણ એ છે કે, મુનિરાજની જેમ કુલીન સ્ત્રીઓને પણ રાત્રિએ હરવુંફરવું ઘણું નુકશાનકારી છે. ધર્મ સંબંધી આવશ્યક વગેરે કામને માટે મોકલવી હોય તો મા, બહેન વિગેરે સુશીલ સ્ત્રીઓના સમુદાયની સાથે જ જવાની આજ્ઞા આપવી. સ્ત્રીઓનાં ગૃહકાર્યો. સ્ત્રીઓએ ઘરમાં કયા કયા કામ કરવાં એ વિષે કહે છે કે પથારી ઉપાડવી, ઘર સાફ કરવું, પાણી ગાળવું, ચૂલો તૈયાર કરવો, થાળી આદિ વાસણ ધોવાં, ધાન્ય દળવાં તથા ખાંડવાં, ગાયો દોહવી, દહીં વલોવવું, પાક કરવો, જમનારાઓને ઉચિતપણે અન્ન પીરસવું, વાસણ વિગેરે ચોખ્ખાં રાખવાં, તથા સાસુ ભરથાર, નણંદ, દીઅર વિગેરેનો વિનય સાચવવો. એ રીતે કુલવધૂનાં ગૃહકાર્યો જાણવાં. સ્ત્રીને ગૃહકાર્યોમાં અવશ્ય જોડવાનું કારણ એ છે કે તેમ ન કરે તો સ્ત્રી સર્વદા ઉદાસ રહે. સ્ત્રી ઉદાસીન હોય તો ગૃહકાર્યો બગડે છે. સ્ત્રીને કાંઈ ઉદ્યમ ન હોય તો તે ચપળ સ્વભાવથી બગડે છે. ગૃહકાર્યોમાં સ્ત્રીઓનું મન વળગવાથી જ તેમનું રક્ષણ થાય છે. સ્ત્રીની સાચવણી. શ્રી ઉમાસ્વાતિજીએ પ્રશમરતિ ગ્રંથમાં કહ્યું છે કે પુરુષે પિશાચનું આખ્યાન સાંભળીને કુળસ્ત્રીનું હંમેશાં રક્ષણ કરવું અને પોતાનો આત્મા સંયમ યોગ વડે હંમેશાં ઉદ્યમવંત રાખવો. સ્ત્રીને આપણાથી છૂટી ન રાખવી એમ કહ્યું, એનું કારણ એ છે કે પ્રાયે અંદરોઅંદર જોવા ઉપર જ પ્રેમ રહ્યો છે. કહ્યું છે કે જોવાથી, વાર્તાલાપ કરવાથી, ગુણનાં વખાણ કરવાથી, સારી વસ્તુ આપવાથી, અને મન માફક કામ કરવાથી, પુરુષને વિષે સ્ત્રીનો દઢ પ્રેમ થાય છે. ન જોવાથી, અતિશય જોવાથી, ભેગા થયે ન બોલવાથી, અહંકારથી અને અપમાનથી એ પાંચ કારણથી પ્રેમ ઘટે છે. પુરુષ હંમેશા મુસાફરી કરતો રહે તો સ્ત્રીનું મન તેના ઉપરથી ઉતરી જાય અને તેથી કદાચ વિપરીત કામ પણ કરે, માટે સ્ત્રીને આપણાથી બહુ દિવસ છૂટી ન રાખવી. સ્ત્રી સાથે વર્તન. પુરુષ વગર કારણે ક્રોધાદિથી પોતાની સ્ત્રીની આગળ “તારા ઉપર બીજી પરણીશ” એવાં અપમાન વચન ન કહે. કાંઈક અપરાધ થયો હોય તો તેને એકાંતમાં એવી શીખામણ દે કે, પાછો તે એવો અપરાધ ન કરે. સ્ત્રી ઘણી ક્રોધે ભરાણી હોય તો તેને સમજાવે. ધનના લાભની અથવા નુકશાનની વાત તથા ઘરમાંની ગુપ્ત મસલતો તેની આગળ કહે નહીં.” “તારા ઉપર બીજી પરણી લાવીશ” એવાં વચન ન બોલવાં, એનું કારણ એ છે કે કોણ મૂર્ણ છે કે, જે સ્ત્રી ઉપર ક્રોધ વગેરે આવ્યાથી બીજી સ્ત્રી પરણવાના સંકટમાં પડે ! કેમકે બે સ્ત્રીના વશમાં પડેલો પુરુષ ઘરમાંથી ભૂખ્યો બહાર જાય, ઘરમાં પાણીનો છાંટો પણ ન પામે અને પગ ધોયા વિના જ સુઈ રહે, પુરુષ કારાગૃહમાં નંખાય, દેશાંતરમાં ભટકતો રહે અથવા નરકાવાસ જેવું દુઃખ ભોગવે તેથી બે સ્ત્રીઓનો ભર્તાર થવું એ ઠીક નથી.
SR No.032040
Book TitleShraddhvidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay Gani
PublisherBhadrankar Prakashan
Publication Year1998
Total Pages394
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy