SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ કાળવિરુદ્ધ. ૧૯૫ કાળવિરુદ્ધ. શિયાળામાં હિમાલય પર્વતના આસપાસના પ્રદેશમાં જ્યાં ઘણી ટાઢ પડતી હોય ત્યાં, અથવા ગરમીની મોસમમાં મારવાડ જેવા અતિશય નિર્જળ દેશમાં, અથવા વર્ષાકાળમાં જ્યાં ઘણું પાણી, ભેજ અને ઘણો જ ચીકણો કાદવ રહે છે એવા પશ્ચિમ તથા દક્ષિણ સમુદ્રને કાંઠે આવેલા કોંકણ વગેરે દેશોમાં પોતાની સારી શક્તિ તથા કોઈની સારી સહાય વગેરે ન હોવા છતાં જવું; તથા ભયંકર દુકાળ પડ્યો હોય ત્યાં, બે રાજાઓની માંહોમાંહે તકરાર ચાલતી હોય ત્યાં, ધાડ વગેરે પડવાથી માર્ગ બંધ પડ્યો હોય ત્યાં, અથવા પાર ન જઈ શકાય એવા મોટા જંગલમાં તથા સમીસાંજ વગેરે ભયંકર સમયમાં પોતાની તેવી શક્તિ વિના તથા કોઈની તેવી સહાય વગેરે વિના જવું કે જેથી પ્રાણની અથવા ધનની હાનિ થાય, નહીં તો બીજો કોઈ અનર્થ સામો આવે, તે કાળવિરુદ્ધ કહેવાય. અથવા ફાગણ માસ ઉતરી ગયા પછી તલ પિલવા, તલનો વ્યાપાર કરવો, અથવા તલ ભક્ષણ કરવા વગેરે, વર્ષાકાળમાં તાંદલજા વગેરેની ભાજી લેવી વગેરે, તથા જ્યાં ઘણી જીવાકુળભૂમિ હોય ત્યાં ગાડી, ગાડાં, હળ ખેડવાં વગેરે. એવો મોટો દોષ ઉપજાવનાર કૃત્ય કરવું તે કાળવિરુદ્ધ કહેવાય. રાજવિરુદ્ધ. રાજાના દોષ કાઢવા, રાજાના માનનીય મંત્રી વગેરેનું આદરમાન ન કરવું, રાજાથી વિપરીત લોકોની સોબત કરવી, વરીના સ્થાનકમાં લોભથી જવું. વૈરીના સ્થાનકથી આવેલાની સાથે વ્યવહાર વગેરે રાખવો. રાજાની મહેરબાની છે એમ સમજી રાજાના કરેલા કામમાં પણ ફેરફાર કરવો. નગરના આગેવાન લોકોથી વિપરીત ચાલવું, પોતાના ધણી સાથે નીમકહરામી કરવી, વગેરે રાજવિરુદ્ધ કહેવાય છે. તેનું પરિણામ ઘણું દુઃસહ છે. જેમ ભુવનભાનુ કેવળીના જીવરૂપ રોહિણીનું થયું તેમ તે રોહિણી નિષ્ઠાવાળી તથા ભણેલી, સ્વાધ્યાય ઉપર લક્ષ રાખનારી એવી હતી, તો પણ વિકથાના રસથી વૃથા રાણીનું કુશળપણું વગેરે દોષો બોલવાથી રાજને તેના ઉપર રોષ ચઢ્યો, તેથી ઉત્તમ શ્રેષ્ઠીની પુત્રી હોવાથી માનીતી એવી રોહિણીની જીભના રાજાએ કટકે કટકા કર્યા અને દેશ બહાર કાઢી મૂકી. તેથી દુઃખી થયેલી રોહિણીએ અનેક ભવોમાં જીહાછેદ વગેરે દુઃખો સહ્યાં. પરનિંદા અને સ્વસ્તુતિ ન કરવી. લોકની તથા વિશેષે કરીને ગુણીજનોની નિંદા ન કરવી. કેમકે લોકની નિંદા કરવી અને પોતાનાં વખાણ કરવાં એ બન્ને લોકવિરુદ્ધ કહેવાય છે. કેમ કે ખરા ખોટા પારકા દોષ બોલવામાં શું લાભ છે ? તેથી ધનનો અથવા યશનો લાભ થતો નથી, એટલું જ નહીં પણ જેના દોષ કાઢીયે તે એક પોતાનો નવો શત્રુ ઉત્પન્ન કર્યો એમ થાય છે. ૧. પોતાની સ્તુતિ, ૨. પારકી નિંદા, ૩. વશ ન રાખેલી જીભ, ૪. સારાં વસ્ત્ર અને ૫. કષાય. આ પાંચ વાનાં સંયમ પાળવા માટે સારો ઉદ્યમ કરનારા એવા મુનિરાજને પણ ખાલી કરે છે.
SR No.032040
Book TitleShraddhvidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay Gani
PublisherBhadrankar Prakashan
Publication Year1998
Total Pages394
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy