SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ અન્યાયથી મેળવેલ ધનથી દુઃખી થનાર જંકશેઠનું દૃષ્ટાંત. ૧૯૩ એક વખતે કોઈ પર્વ આવે કાકૂયાકના ઘરમાં પાકવિશેષ વસ્તુ તૈયાર કરવાની હોવાથી ચૂલા ઉપર તાવડી મૂકી, તે તાવડી ઉપર પેલા તુંબડીના કાણામાંથી એક ટપકું પડી ગયું. અગ્નિનો સંયોગ થતાં જ તે તાવડી સુવર્ણમય થયેલી જોઈ કાનૂયાકે જાણ્યું કે, “આ તંબુડીમાં કલ્યાણરસ છે.” પછી તેણે ઘરમાંની સર્વ સાર વસ્તુ અને તે તુંબડી બીજે સ્થળે રાખી તે ઝુંપડું સળગાવી દીધું અને બીજે ગોપુરે એક ઘર બંધાવીને રહ્યો. ત્યાં એકવાર એક સ્ત્રી ઘી વેચવા આવી, તેનું ઘી તોળી લેતાં કાકૂયાકની નજરમાં એમ આવ્યું કે ગમે તેટલું ઘી કાઢતાં પણ એ ઘીનું પાત્ર ખાલી થતું નથી તે ઉપરથી કાકૂયાકે નિશ્ચય કર્યો કે, એ પાત્રની નીચે ઈઢોણી છે તે કાળી ચિત્રવેલીની છે.” પછી તેણે કોઈ બહાનું કરીને તે કુંડલિકા લીધી. આ રીતે જ કપટ કરી તેણે ખોટાં ત્રાજવાંથી અને ખોટાં માપથી વ્યાપાર કર્યો. પાપાનુબંધિ પુણ્ય જોરાવર હોવાથી તેવા વ્યાપારમાં પણ શ્રેષ્ઠીને ઘણા ધનનો લાભ થયો. એક સમયે કોઈ સુવર્ણસિદ્ધિ કરનાર પુરુષ તેને મળ્યો, ત્યારે તેણે છળભેદ કરી તેને ઠગીને સુવર્ણસિદ્ધિ ગ્રહણ કરી. આ રીતે ત્રણ પ્રકારની સિદ્ધિ હાથ આવવાથી રંકશ્રેષ્ઠી કેટલાક કરોડો ધનનો માલિક થયો. પોતાનું ધન કોઈ તીર્થે, સુપાત્રે તથા અનુકંપા દાનમાં યથેચ્છ વાપરવાનું દૂર રહ્યું, પણ અન્યાયથી મેળવેલા ધન ઉપર નિર્વાહ કરવાનું તથા પૂર્વની ગરીબ સ્થિતિ અને પાછળથી મળેલી ધનસંપદાનો પાર વિનાનો અહંકાર એવા કારણોથી રંકશ્રેષ્ઠીએ, સર્વ લોકોને ઉખેડી નાંખ્યા. બીજા ધનવાન લોકોની સાથે હરીફાઈ તથા મત્સર વગેરે કરવા આદિ દુષ્ટ કામો કરી પોતાની લક્ષ્મી લોકોને પ્રલયકાળની રાત્રી સરખી ભયંકર દેખાડી. એક સમયે રંકશ્રેષ્ઠીની પુત્રીની રત્નજડિત કાંસકી બહુ સુંદર હોવાથી રાજાએ પોતાની પુત્રી માટે માગી પણ તે શેઠે આપી નહીં. ત્યારે રાજાએ બળાત્કારે તે કાંસકી લીધી. તેથી રાજા ઉપર રોષ કરી કશ્રેષ્ઠી મ્લેચ્છ લોકોના રાજ્યમાં ગયો અને ત્યાં ક્રોડો સોનૈયા ખરચી મોગલ લોકોને વલભીપુર ઉપર ચઢાઈ કરવા લઈ આવ્યો. મોગલોએ વલભીપુરના રાજ્યના તાબાનો દેશ ભાંગી નાખ્યો, ત્યારે રંકશ્રેષ્ઠીએ સૂર્યમંડલથી આવેલા અશ્વના રખવાળ લોકોને છાનું દ્રવ્ય આપી તેમને ફોડી કપટક્રિયાનો પ્રપંચ કરાવ્યો. પૂર્વે વલભીપુરમાં એવો નિયમ હતો કે સંગ્રામનો પ્રવેશ આવે એટલે રાજા સૂર્યના વચનથી આવેલા ઘોડા ઉપર ચઢે અને પછી પહેલેથી જ તે કામ માટે ઠરાવી રાખેલા લોકો પંચવાજિંત્રો વગાડે એટલે તે ઘોડો આકાશમાં ઉડી જાય. પછી ઘોડા ઉપર સ્વાર થયેલો રાજા શત્રુઓને હણે અને સંગ્રામની સમાપ્તિ થાય ત્યારે ઘોડો પાછો સૂર્યમંડળે જાય. આ પ્રસંગે રંકશ્રેષ્ઠીએ પંચવાજિંત્રો વગાડનાર લોકોને ફોડ્યા હતા, તેથી તેમણે રાજા ઘોડા ઉપર ચડ્યા પહેલાં જ પંચવાજિંત્રો વગાડ્યાં. એટલે ઘોડો આકાશમાં ઉડી ગયો. શિલાદિત્ય રાજાને તે સમયે શું કરવું તે સૂઝયું નહીં, ત્યારે શત્રુઓએ શિલાદિત્યને મારી નાંખ્યો અને સુખે વલભીપુરનો ભંગ કર્યો. કહ્યું છે કે વિક્રમ સંવત ૩૭૫ વરસ ગયા પછી વલભીપુર ભાંગ્યું, રંકશ્રેષ્ઠીએ મોગલોને પણ જળ વિનાના પ્રદેશમાં પાડીને મારી નાંખ્યા. એ રીતે રંકશ્રેષ્ઠીનો સંબંધ કહ્યો. ૨૫
SR No.032040
Book TitleShraddhvidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay Gani
PublisherBhadrankar Prakashan
Publication Year1998
Total Pages394
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy