SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તમ લેણદાર કોણ? ૧૬૫ માટે ઉધારનો વ્યવહાર ન જ રાખવો. કદાચિત્ તે વિના ન ચાલે તો સત્ય બોલનાર લોકોની સાથે જ વ્યવહાર રાખવો. વ્યાજ પણ દેશ, કાળ આદિનો વિચાર કરીને જ એક, બે, ત્રણ. ચાર, પાંચ અથવા એથી વધારે ટકા લેવું. પણ તે એવી રીતે કે જેથી શ્રેષ્ઠ લોકમાં આપણી હાંસી ન થાય. દેવાદારે પણ કહેલી મુદતની અંદર જ દેવું પાછું આપવું. કારણ કે માણસની પ્રતિષ્ઠા મુખમાંથી નીકળેલું વચન પાળવા ઉપર જ આધાર રાખે છે; કેમ કે જેટલાં વચનનું પાલન કરી શકો તેટલાં જ વચન તમે મુખમાંથી બહાર કાઢો. અર્ધા માર્ગમાં મૂકવો ન પડે તેટલો જ ભાર પ્રથમથી ઉપાડવો. કદાચિત્ કોઈ ઓચિંતા કારણથી ધનની હાનિ થઈ જાય અને તેથી કરેલી કાળમર્યાદામાં ઋણ પાછું ન વાળી શકે, તો કટકે કટકે લેવાનું કબૂલ કરાવી લેણદારને સંતોષ કરવો. એમ ન કરે તો વિશ્વાસ ઉઠી જવાથી વ્યવહારમાં વાંધો પડે. વિવેકી પુરુષે પોતાની સર્વ શક્તિથી ઋણ ઉતારવાનો પ્રયત્ન કરવો. આ ભવે અને પરભવે દુ:ખ દેનારું ઋણ ક્ષણ માત્ર પણ માથે રાખે એવો કોણ મૂઢમતિ હશે ? કહ્યું છે કે ધર્મનો આરંભ. ઋણ ઉતારવું, કન્યાદાન, ધન મેળવવું, શત્રુનો ઉચ્છેદ અને અગ્નિનો તથા રોગનો ઉપદ્રવ મટાડવો, એટલા વાના જેમ બને તેમ જલ્દીથી કરવાં. શરીરે તેલનું મર્દન કરવું. ઋણ ઉતારવું અને કન્યાનું (દીકરીનું) મરવું એ ત્રણ વાનાં પ્રથમ દુઃખ દઈને પાછળથી સુખ આપે છે. પોતાનું ઉદરપોષણ કરવાને પણ અસમર્થ હોવાથી જો ઋણ પાછું આપી ન શકાય તો પોતાની યોગ્યતા માફક શાહુકારની સેવા કરીને પણ ઋણ ઉતારવું. એમ ન કરે તો આવતે ભવે શાહુકારને ત્યાં સેવક, પાડો, બળદ, ઊંટ, ગર્દભ, ખચ્ચર, અશ્વ આદિ થવું પડે. ઉત્તમ લેણદાર કોણ ? શાહુકારે પણ ઋણ પાછું વાળવા અસમર્થ હોય તેની પાસે માગવું નહીં, કારણ કે તેથી ફોગટ સંકુલેશ તથા પાપની વૃદ્ધિ માત્ર થવાનો સંભવ રહે છે. માટે એવા નાદારને શાહુકારે કહેવું કે “તને આપવાની શક્તિ આવે ત્યારે મારું ઋણ આપજે અને ન આવે તો મારું એટલું દ્રવ્ય ધર્મખાતે થાઓ.” દેવાદારે ઘણા કાળ સુધી ઋણનો સંબંધ માથે ન રાખવો; કારણ કે તેમ કરવાથી વખતે આયુષ્ય પૂરું થઈ જાય તો આવતે ભવે પાછો તે ઋણનો સંબંધ હોઈ વૈર વગેરે વધે છે. ભાવડ શ્રેષ્ઠીને પૂર્વભવના ઋણના સંબંધથી જ પુત્ર થયા એવી વાત સંભળાય છે, તે નીચે લખી છે. ભાવડ શેઠનું દૃષ્ટાંત. ભાવડ નામે એક શ્રેષ્ઠી હતો. તેની સ્ત્રીને પેટે એક જીવ અવતર્યો. તે વખતે ખોટાં સ્વપ્ર આવ્યાં તથા શ્રેષ્ઠીની સ્ત્રીને દોહલા પણ ઘણા જ માઠા ઉત્પન્ન થયા. બીજા પણ ઘણાં અપશુકન થયાં. સમય પૂર્ણ થયે શ્રેષ્ઠીને મૃત્યુયોગ ઉપર દુષ્ટ પુત્ર થયો. તે ઘરમાં રખાય નહીં, તેથી માપણી નદીને કાંઠે એક સૂકાયેલ વૃક્ષની નીચે તે બાળકને મૂક્યો. તે બાળકે પ્રથમ રુદન કરી અને પાછળથી હસીને કહ્યું કે, “એક લાખ સોનૈયા હું તમારી પાસે માંગું છું તે આપો, નહીં તો તમારા ઉપર ઘણા અનર્થ આવી પડશે.” તે સાંભળી ભાવડ
SR No.032040
Book TitleShraddhvidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay Gani
PublisherBhadrankar Prakashan
Publication Year1998
Total Pages394
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy