SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી હેમચંદ્રાચાર્ય દ્વારા બોધ પામનાર કુમારપાળ રાજાની કથા. ૧૪૧ આમરાજાને પોતાનો પૂર્વભવ જાણવાની ઇચ્છા થઈ અને તેણે “હું પૂર્વભવમાં કોણ હતો? તેમ ગુરુ મહારાજને પૂછ્યું. ગુરુએ તેને કહ્યું કે, “હે રાજા ! તું પૂર્વભવમાં તાપસ હતો. તે એકાંતર ઉપવાસ વડે દોઢસો વર્ષ સુધી ઉગ્ર તપસ્યા કરી હતી અને ત્યાંથી મૃત્યુ પામી તું આ ભવે રાજા થયો છે. તેની પ્રતીતિ માટે કલિંજરગિરિની તળેટીમાં રહેલ શાલવૃક્ષ નીચે હજુપણ તારી જટા પડેલી છે.” રાજાએ સેવકો દ્વારા જટા મંગાવી તેને પૂર્વભવ યાદ આવ્યો. ગુરુમહારાજના સાનિધ્યમાં સંઘ સહિત શત્રુંજ્યની યાત્રા કરી ગિરનાર તીર્થે આવ્યો અને દીગંબરીઓએ પચાવી પાડેલ તે તીર્થ શ્વેતામ્બરીઓને પાછું અપાવ્યું. શ્રી હેમચંદ્રાચાર્ય દ્વારા બોધ પામનાર કુમારપાળ રાજાની કથા. હેમચંદ્રાચાર્યે એક વખત રાજસભામાં કહ્યું. • धर्मो जीवदया तुल्यो, न क्वापि जगतीतले । तस्मात् सर्व प्रयत्नेन कार्या जीवदया नृभिः ॥ આ જગતમાં જીવદયા તુલ્ય કોઈ ધર્મ નથી. માટે માણસોએ સર્વ પ્રયત્નથી જીવદયાનું પાલન કરવું જોઈએ. આ પ્રમાણેનો ઉપદેશ સાંભળી કુમારપાળે શૂલપ્રાણાતિપાત વિરમણવ્રતનો સ્વીકાર કર્યો અને અઢાર દેશમાં અમારી પળાવી. બીજા દેશોમાં પણ જ્યાં પોતાની લાગવગ હતી, ત્યાં અમારિ પળાવી. કૂવે-કૂવે, સર્વ જળાશયે, પાણી ગળાવવાની વ્યવસ્થા કરાવી. એક વખત કુમારપાળે સામાયિકમાં પગે ચોટેલ મંકોડો સેવકોથી ઉખેડતાં તેની વ્યાકુળતા દેખી પોતાની તેટલી ચામડી કાપી દૂર મુકી. પોતાની સ્ત્રીઓ ગુજરી ગયા પછી રાજ્યગાદી ઉપર હોવા છતાં ફરી સ્ત્રી પરણ્યા નહિ. સાત વ્યસનો હિંસાના કારણ.રપ હોવાથી પોતાના દેશમાંથી તેનો નિષેધ કરાવ્યો. થાવસ્ત્રાપુત્રની કથા. દ્વારિકા નગરીમાં કોઈ સાર્થવાહની થાવસ્યા નામે સ્ત્રી ઘણી ધનવતી હતી. થાવગ્ગાપુત્ર એ નામે ઓળખાતો તેનો પુત્ર બત્રીશ કન્યા પરણ્યો હતો. એક સમયે શ્રી નેમિનાથ ભગવાનની દેશનાથી તે પ્રતિબોધ પામ્યો. થાવચ્ચ માતાએ ઘણો વાર્યો તો પણ દીક્ષા લેવાનો વિચાર માંડી વાળ્યો નહિ. ત્યારે તે થાવચ્ચ માતા પુત્રના દીક્ષા ઉત્સવને માટે કેટલાંક રાજચિહ્ન કૃષ્ણ પાસે માગવા ગઈ. કૃષ્ણ પણ થાવચ્ચાને ઘેર આવી, થાવગ્ગાપુત્રને કહ્યું કે, “તું દીક્ષા લઈશ નહીં, પરંતુ વિષયસુખ ભોગવ.” થાવગ્ગાપુત્રે કહ્યું કે, “ ભય પામેલા માણસને વિષયભોગ ગમતા નથી.” કૃષ્ણ પૂછ્યું, “મારા છતાં તને ભય શાનો ?” કહ્યું, “મૃત્યુનો પછી કૃષ્ણ પોતે તેનો દીક્ષા ઉત્સવ કર્યો. થાવગ્ગાપુત્રે એક હજાર શ્રેષ્ઠિ આદિની સાથે દીક્ષા લીધી. અનુક્રમે તે ચૌદપૂર્વી થયા અને સેલક રાજાને તથા તેના પાંચસો મંત્રીઓને શ્રાવક કરી, સૌગંધિકા નગરીમાં આવ્યા.
SR No.032040
Book TitleShraddhvidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay Gani
PublisherBhadrankar Prakashan
Publication Year1998
Total Pages394
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy