SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ ગુરુ કોઈ કામમાં વ્યસ્ત હોવાથી જો તાદશાવર્ત વંદના કરવાનો યોગ ન આવે તો થોભવંદનથી જ ગુરુને વંદના કરવી. એવી રીતે વંદના કરી ગુરુ પાસે પચ્ચકખાણ કરવું. કહ્યું છે કે : પોતે જે પહેલાં પચ્ચખાણ કર્યું હોય તે જ અથવા તેથી વધારે ગુરુસાક્ષીએ ગ્રહણ કરવું કારણ કે, ધર્મના સાક્ષી ગુરુ છે. ધર્મકૃત્ય ગુરુ સાક્ષીએ કરવામાં આટલા લાભ છે. એક તો (ગુરુ સાક્ષીએ ધર્મ હોય છે.) એ જિનેશ્વર ભગવાનની આજ્ઞાનું પાલન થાય છે. બીજો, ગુરુના વચનથી શુભ પરિણામ ઉત્પન્ન થવાથી અધિક ક્ષયોપશમ થાય છે. ત્રીજો, પૂર્વે ધાર્યું હોય તે કરતાં પણ વધારે પચ્ચખાણ લેવાય છે, એ ત્રણ લાભ છે. શ્રાવકપ્રજ્ઞપ્તિમાં કહ્યું છે કે પ્રથમથી જ પચ્ચકખાણ વગેરે લેવાના પરિણામ હોય, તો પણ ગુરુ પાસે જવામાં એ લાભ છે કે, પરિણામની દઢતા થાય છે, ભગવાનની આજ્ઞા પળાય છે અને કર્મના ક્ષયોપશમની વૃદ્ધિ થાય છે. એમ જ દિવસના અથવા ચાતુર્માસના નિયમ આદિ પણ યોગ હોય તો ગુરૂસાક્ષીએ જ ગ્રહણ કરવા. અહીં પાંચ નામાદિ બાવીસ મૂળદ્વાર તથા ચારસો બાણું પ્રતિદ્વાર સહિત લાદેશાવર્ત વંદનની વિધિ તથા દશ પ્રત્યાખ્યાનાદિ નવ મૂળાકાર અને નેવું પ્રતિદ્વાર સહિત પચ્ચકખાણ વિધિ પણ ભાષ્ય આદિ ગ્રંથમાંથી જાણી લેવી. પચ્ચકખાણનું લેશમાત્ર સ્વરૂપ પૂર્વે કહ્યું છે. પચ્ચખાણનું ફળ. હવે પચ્ચકખાણના ફળ વિષે કહીએ છીએ, ધમ્મિલકુમાર છ માસ સુધી આંબિલ તપ કરી મોટા શ્રેષ્ઠીઓની, રાજાઓની અને વિદ્યાધરોની બત્રીશ કન્યા પરણ્યો, તથા ઘણી ઋદ્ધિ પામ્યો. એ ઈહલોકમાં ફળ જાણવું. ધમિલ્લકુમારની કથા. કુશાગ્રપુરમાં સુરેન્દ્રદત્ત પિતા અને સુભદ્રામાતાને ત્યાં ધમ્મિલ્લકુમાર જન્મ્યો. ઉંમર લાયક થતાં ધમ્મિલ્લનાં લગ્ન યશોમતી સાથે થયાં. ધમ્મિલ્લ અતિ ધર્મનિષ્ઠ હોવાથી સુખવિમુખ રહ્યો. થશોમતીએ સુભદ્રાને અને સુભદ્રાએ સુરેન્દ્રદત્તને આની જાણ કરી હોવાથી સુરેન્દ્રદત્ત શેઠે કમને ધમ્મિલને જુગારીઓની સોબતમાં મૂક્યો. જુગારીમાં તે વેશ્યાગામી બની અંતે વસંતસેનાની પુત્રી વસંતતિલકામાં આસક્ત બન્યો. પિતા પાસેથી તે જે ધન મંગાવે તે પિતા મોકલવા માંડ્યા, સમય જતાં એટલો બધો લુબ્ધ બન્યો કે પિતા અને માતાની માંદગી પ્રસંગે તેને કહેણ મોકલ્યું પણ તે તેણે ગણકાર્યું નહિ. ‘હાથનાં કર્યા હૈયે વાગ્યાંના બળાપા પૂર્વક સુરેન્દ્રદત્ત અને સુભદ્રા બળતરા સાથે મૃત્યુ પામ્યાં. સાસુ-સસરાનાં મૃત્યુ પછી યશોમતીએ પણ પતિભક્તિને મુખ્ય રાખી ધન મોકલ્યું. તે ધન ખુટયું ત્યારે સર્વ વેચી યશોમતી પિયર ગઈ. હવે વસંતસેનાને ધમ્મિલ્લ ધન વિનાનો હોવાથી અકારો લાગ્યો. વસંતતિલકાને તેણે કહ્યું કે, “તું વેશ્યા પુત્રી છે માટે તે નિર્ધનનો સંગ છોડી દે' માતા હૃદયના પ્રાણાધાર ધમ્મિલ્લને હું નહિ છોડી શકું ? તેના ત્યાગમાં મારો પ્રાણ ત્યાગ છે' તેમ જવાબમાં વસંતતિલકાએ કહ્યું : વસંતસેનાએ સમય જતાં એકવાર ચંદ્રહાસ મદિરા પાઈ બંનેને બેભાન કર્યા અને ધમ્મિલ્લને ઉપાડી દૂર જંગલમાં મૂક્યો. ધમ્મિલ્લ ઘેર પાછો ફર્યો. ઘર સૂનું જોયું પૂછતાં ખબર પડી કે “માતા પિતા
SR No.032040
Book TitleShraddhvidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay Gani
PublisherBhadrankar Prakashan
Publication Year1998
Total Pages394
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy