SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ દેવદ્રવ્ય વ્યવસ્થિત-શુદ્ધ આપવા અંગે. ૧૨૯ કરવા ગયો, ત્યાં ઉઘરાણી ન થતાં ઉલટું દેણદારના મુખમાંથી નીકળેલી ગાળો સાંભળવાથી તે મનમાં ઘણો ખેદ પામ્યો. અને તે દિવસથી તે ઉઘરાણી કામમાં આળસ કરવા લાગ્યો. જેવો ઉપરી તેવા તેના હાથ નીચેના લોકો હોય છે.' એવો લોકવ્યવહાર હોવાથી તેના હાથ નીચેના લોકો પણ આળસ કરવા લાગ્યા. તેટલામાં દેશનો નાશ વગેરે થવાથી ઉધાર રહેલું ઘણું દેવદ્રવ્ય નાશ પામ્યું. પછી તે કર્મના દોષથી ઉઘરાણી કરનારનો ઉપરી અસંખ્યાતા ભવ ભમ્યો. આ રીતે દેવદ્રવ્યની ઉઘરાણી કરવાના કામમાં આળસ કરવા ઉપર દૃષ્ટાંત કહ્યું છે. દેવદ્રવ્ય વ્યવસ્થિત-શુદ્ધ આપવા અંગે. દેવદ્રવ્ય આદિ જે આપવાનું હોય તે સારૂં આપવું, ઘસાયેલું અથવા ખોટું નાણું વગેરે ન આપવું, કારણ કે, તેમ કરવાથી કોઇપણ રીતે દેવદ્રવ્યાદિનો ઉપભોગ કર્યાનો દોષ માથે આવે છે. તેમજ દેવ, જ્ઞાન તથા સાધારણ દ્રવ્ય સંબંધી ઘર, દુકાન,ક્ષેત્ર, વાડી, પાષાણ, ઇંટ, કાષ્ઠ, વાંસ, નળીયાં, માટી, ખડી આદિ ચીજો તથા ચંદન, કેસર, બરાસ, ફૂલ છાબડીઓ, ચંગેરીઓ, ધૂપધાણું, કળશ, વાળાકુંચી, છત્રસહિત સિંહાસન, ચામર, ચંદ્રવાઓ, ઝલ્લરી,, ભેરી આદિ વાજિંત્ર, તંબુ કોડિયાં, પડદા, કાંબળ, સાદડી, કબાટ, પાટ, પાટલા, પાટલીઓ, કુંડી, ઘડા, ઓરસીઓ, કાજળ, જળ અને દીવા આદિ વસ્તુ તથા મંદિરની શાળામાં થઇને પરનાળાના માર્ગે આવેલું જળ વગેરે પણ પોતાના કામને માટે ન વાપરવું. કારણ કે, દેવદ્રવ્યની જેમ તેના ઉપભોગથી પણ દોષ લાગે છે. ચામર, તંબુ આદિ વસ્તુ તો વાપરવાથી કદાચિત્ મિલન થવાનો તથા તૂટવાફાટવાનો પણ સંભવ છે, તેથી ઉપભોગ કરતાં પણ અધિક દોષ લાગે. કહ્યું છે કે ભગવાન આગળ દીવો કરીને તે જ દીવાથી ઘરનાં કામ ન કરવાં. તેમ કરે તો તિર્યંચ યોનિમાં જાય. એ ઉપર એવું દૃષ્ટાંત છે કે : મંદિરનો દીવો વાપરવા અંગે ઊંટડીનું દૃષ્ટાંત. ઇન્દ્રપુરનગરમાં દેવસેન નામે એક વ્યવહારી હતો અને ધનસેન નામે એક ઊંટસ્વાર તેનો સેવક હતો. ધનસેનના ઘરથી દરરોજ એક ઊંટડી દેવસેનને ઘેર આવતી. ધનસેન તેને મારીફૂટીને પાછો લઇ જાય, તો પણ તે સ્નેહને લીધે પાછી દેવસેનને ઘેર જ આવીને રહે. એમ થવા લાગ્યું ત્યારે દેવસેને તેને વેચાતી લઇને પોતાના ઘરમાં રાખી અને પરસ્પર બંને પ્રીતિવાળાં થયાં. કોઇ સમયે જ્ઞાની મુનિરાજને ઊંટડીના સ્નેહનું કારણ પૂછતાં તેમણે કહ્યું કે, “એ ઊંટડી પૂર્વભવે તારી માતા હતી, એણે ભગવાન આગળ દીવો કરીને તે જ દીવાથી ઘરનાં કામ કર્યાં. ધૂપધાણામાં રહેલા અંગારાથી ચૂલો સળગાવ્યો. તે પાપકર્મથી એ ઊંટડી થઈ. કહ્યું છે કે, જે મૂઢ મનુષ્ય ભગવાનને અર્થે દીવો તથા ધૂપ કરીને તેથી જ પોતાના ઘરનાં કામ મોહથી કરે છે, તે વારંવાર તિર્યંચપણું પામે છે. આ રીતે તમારો બન્નેનો સ્નેહ પૂર્વભવના સંબંધથી આવેલો છે. એ રીતે ભગવાન આગળ કરેલો દીવો વાપરવા ઉપર દૃષ્ટાંત છે. દેરાસરની સામગ્રીનો શુભ ઉપયોગ. માટે દેવની આગળ કરેલા દીવાના પ્રકાશમાં કાગળ ન વંચાય, કાંઇ પણ ઘરનું કામ ન કરાય, તથા નાણું ન પરખાય, દેવ આગળ કરેલા દીવાથી પોતાને અર્થે બીજો દીવો પણ સળગાવવો ૧૭
SR No.032040
Book TitleShraddhvidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay Gani
PublisherBhadrankar Prakashan
Publication Year1998
Total Pages394
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy