SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ દેવદ્રવ્યની વૃદ્ધિ કેવી રીતે કરવી ? ૧૨૧ દેવદ્રવ્યનો છેવટ વિનાશ થાય તે પ્રજ્ઞાહીનપણું ગણાય છે. પ્રજ્ઞાહીનપણું તે ખરેખરો વિચાર કર્યા વિના આપે છે. જેથી છેવટે દેવદ્રવ્યનો વિનાશ કરે તે પ્રજ્ઞાહીન કહેવાય છે. જે શ્રાવક દેરાસરની આવકને ભાંગે, દેવદ્રવ્યમાં આપવું કબૂલ કરીને પછી આપે જ નહીં, દેવદ્રવ્યનો નાશ થતો દેખી અવગણના કરે તો તે પણ સંસારમાં પરિભ્રમણ કરે છે. જિન પ્રવચનની વૃદ્ધિ કરાવનારૂં, જ્ઞાન-દર્શન-ચારિત્ર વિગેરે ગુણોની વૃદ્ધિ કરાવનારૂં એવું જે દેવદ્રવ્ય છે તેનું જે પ્રાણી ભક્ષણ કરે તે અનંત સંસારી થાય છે. દેવદ્રવ્ય હોય તો મંદિરમાં સમાર્ચન-આંગી તથા મહાપૂજા, સત્કાર આદિ થવાનો સંભવ છે. ત્યાં મુનિરાજનો પણ યોગ મળી આવે છે. વ્યાખ્યાન સાંભળવા આદિ જિનપ્રવચનની વૃદ્ધિ થાય છે. એવી રીતે જ્ઞાન-દર્શન ગુણની પ્રભાવના થાય છે. - જિનપ્રવચનની વૃદ્ધિ કરાવનારૂં જ્ઞાન-દર્શન ગુણને દીપાવનારૂં એવું જે દેવદ્રવ્ય છે તેનું જે પ્રાણી રક્ષણ કરે છે તે અલ્પભવમાં મોક્ષપદ પામનાર થાય છે. - જિન પ્રવચનની વૃદ્ધિ કરાવનારૂં, જ્ઞાન-દર્શન ગુણને દીપાવનારૂં એવું જે દેવદ્રવ્ય છે તેની જે પ્રાણી વૃદ્ધિ કરે છે તે તીર્થકરપદને પામે છે. વૃદ્ધિ કરવી એટલે જૂનાનું રક્ષણ અને નવું પ્રાપ્ત કરવું. દર્શનશુદ્ધિ પ્રકરણમાં એ પદની વૃત્તિમાં લખેલ છે કે દેવદ્રવ્યના વધારનારને અહંત ઉપર ઘણી જ ભક્તિ હોય છે તેથી તેને તીર્થકર ગોત્ર બંધાય છે. દેવદ્રવ્યની વૃદ્ધિ કેવી રીતે કરવી ? - પંદર કર્માદાન કુવ્યાપાર છે તેમાં દેવદ્રવ્યની ધીરધાર કરવી નહીં. પણ ખરા માલની લેવડદેવડ કરનારા સદ્વ્યાપારીઓના દાગીના રાખી તે ઉપર દેવદ્રવ્ય વ્યાજે આપીને વૃદ્ધિ વિધિપૂર્વક કરવી. જેમ તેમ અથવા વગર દાગીના રાખે કે પંદર કર્માદાનના વ્યાપારના કરનારને આપી દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી નહીં. જે માટે શાસ્ત્રકારે લખેલ છે કે - જિનેશ્વર ભગવંતની આજ્ઞાનું ખંડન જેમાં થાય એવી રીતે દેવદ્રવ્યની વૃદ્ધિ કરનારા પણ કેટલાક મૂર્ખ મોહમાં મુંઝાયેલા અજ્ઞાની જીવો ભવસમુદ્રમાં ડૂબે છે. કેટલાક આચાર્ય તો એમ કહે છે કે શ્રાવક વગર બીજા કોઇને દેવદ્રવ્ય ધીરવું હોય તો સમાન અથવા અધિક મૂલ્યવાળા દાગીના રાખીને જ દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી ઉચિત છે. વળી સમ્યકત્વ પચીસીની વૃત્તિમાં આવેલી શંકાસ શેઠની કથામાં પણ દાગીના ઉપર દેવદ્રવ્ય વૃદ્ધિ કરવાનું લખે છે. ' દેવદ્રવ્યના ભક્ષણ-રક્ષણ ઉપર સાગરશ્રેષ્ઠીનું દૃષ્ટાંત. સાકેતપુર નામના નગરમાં અરિહંતનો ભક્ત એવો સાગરશ્રેષ્ઠી નામનો એક સુશ્રાવક રહેતો હતો. ત્યાંના બીજા સર્વ શ્રાવકોએ સાગરશ્રેષ્ઠીને સુશ્રાવક જાણી સર્વ દેવદ્રવ્ય સોંપ્યું અને કહ્યું કે “મંદિરનું કામ કરનારા સૂતાર આદિને આ દ્રવ્ય આપતા રહેજો' પછી સાગરશ્રેષ્ઠીએ લોભથી દેવદ્રવ્ય વાપરીને ધાન્ય, ગોળ, ઘી, તેલ, કપડાં આદિ ઘણી ચીજો વેચાતી લઇ મૂકી અને તે સૂતાર વગેરેને રોકડનાણું ન આપતાં તેના બદલામાં ધાન્ય, ગોળ, ઘી આદિ વસ્તુ મોઘે ભાવે
SR No.032040
Book TitleShraddhvidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay Gani
PublisherBhadrankar Prakashan
Publication Year1998
Total Pages394
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy