SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ઉસૂત્રભાષણ આશાતના. ૧૧૯ ત્રણના ઉપકરણો પણ સ્થાપનાચાર્યને સ્થાનકે સ્થપાય” જો વધારે રાખે તો આશાતના થાય માટે યથાયોગ્ય જ રાખવાં, વધારે નહીં, તેમજ જેમ તેમ રખડતાં મૂકવાં નહીં, કેમકે રખડતાં મૂકતાં આશાતના લાગે છે અને તેની પછી આલોયણ લેવી પડે છે. જે માટે મહાનિશીથસૂત્રમાં કહેલું “અવિધિથી ઉપર ઓઢવાનો કપડો (કપડું), રજોહરણ, દાંડો, જો વાપરે તો ઉપવાસની આલોયણ આવે છે.” માટે શ્રાવકે ચરવલો, મુહપત્તિ વગેરે વિધિપૂર્વક જ વાપરવાં અને વાપરીને પાછાં યોગ્ય સ્થાનકે રાખવાં. જો અવિધિએ વધારે અથવા જ્યાં ત્યાં રખડતાં મૂકે તો ચારિત્રના ઉપકરણની અવગણના કરી કહેવાય અને આશાતના લાગે વિગેરે દોષની ઉત્પત્તિ થાય; માટે વિવેકપૂર્વક વિચાર કરી વાપરવાં. ઉસૂત્રભાષણ આશાતના. આશાતના વિષયમાં ઉસૂત્ર (સૂત્રમાં કહેલા આશયથી વિરુદ્ધ) બોલવા દ્વારા અરિહંતની કે ગુરુની અવગણના કરવી એ મોટી આશાતનાઓ અનંત સંસારના હેતુ છે. જેમકે ઉસૂત્ર પ્રરૂપણાથી સાવઘાચાર્ય, મરિચી, જમાલિ, કુળવાલક સાધુ વિગેરે ઘણા જીવોએ સંસાર વધાર્યો છે. વળી કહ્યું છે કે :- ઉસૂત્રના ભાષકના બોધિબીજનો નાશ થાય છે અને અનંત સંસારની વૃદ્ધિ થાય છે, માટે પ્રાણ જાય પણ ધીર પુરુષો ઉસૂત્ર વચન બોલતા નથી. તીર્થકર, પ્રવચન (જૈનશાસન), જ્ઞાન, આચાર્ય, ગણધર, મહદ્ધિક તેઓની આશાતના કરતાં પ્રાણી ઘણું કરીને અનંત સંસારી થાય છે. દેવદ્રવ્યાદિ નાશ કરવાનું ફળ. દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય, સાધારણદ્રવ્ય તથા ગુરુદ્રવ્ય, વસ્ત્ર-પાત્રાદિનો નાશ કરવાથી કે તેની ઉપેક્ષા કરવાથી પણ મોટી આશાતના થાય છે. કહેલું છે કે : દેવદ્રવ્યનો વિનાશ કરે, સાધુનો ઘાત કરે, જૈનશાસનની નિંદા કરાવે, સાધ્વીનું ચોથું વ્રત મંગાવે તો તેના બોધિલાભ (ધર્મની પ્રાપ્તિ) રૂપ મૂળમાં અગ્નિ લાગે છે. દેવદ્રવ્યાદિનો નાશ ભક્ષણ કરવાથી કે અવગણના કરવાથી સમજવો. શ્રાવકદિનકૃત્ય અને દર્શનશુદ્ધિ પ્રકરણમાં તો એમ કહેવું છે કે : દેવદ્રવ્ય અને સાધારણદ્રવ્યને મોહિત મતિવાલો દૂભવે છે તે કાં તો ધર્મને જાણતો નથી અને કાં તો તેણે નારકીનું આયુષ્ય બાંધેલું હોય છે. સાધારણદ્રવ્યનું લક્ષણ. દેવદ્રવ્ય તો પ્રસિદ્ધ જ છે, પણ સાધારણદ્રવ્ય તે દેરાસર, પુસ્તક, અપગ્રસ્ત શ્રાવક વિગેરેને ઉદ્ધરવાને (સહાય કરવાને) યોગ્ય દ્રવ્ય ઋદ્ધિવંત શ્રાવકોએ મળી મેળવ્યું હોય, તેનો વિનાશ કરવો અથવા વ્યાજ કે વ્યાપાર આદિ વડે તેનો ઉપભોગ કરવો તે સાધારણ દ્રવ્યનો વિનાશ કર્યો કહેવાય છે. કહેવું છે કે -
SR No.032040
Book TitleShraddhvidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay Gani
PublisherBhadrankar Prakashan
Publication Year1998
Total Pages394
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy