SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ સર્વથી અધિક ઠાઠમાઠ કરાવે છે, પણ જ્યારે કોઈ પણ શોક્યનાં દેરાં, દેરીઓનાં બહુમાન કે પ્રશંસા કરે ત્યારે તે ઘણી અદેખાઈ કરે છે. પોતાનાં દેરાંની પ્રશંસા કરે તે સાંભળી પ્રમોદ (હર્ષ) પામે. શોક્યનાં દેરાંની કે મહોત્સવની કોઈપણ પ્રશંસા કરે તો તેથી તે બળી મરે, અહોહો ! મસૂરની દુરંતતા! ધર્મ ઉપર પણ આટલો બધો દ્વેષ ! આવા દ્વેષનો પાર પણ પામવો અતિદુઃસહ છે. એટલા જ માટે પૂર્વાચાર્યોએ શાસ્ત્રોમાં કહ્યું છે કે : ઇર્ષારૂપ સમુદ્રમાં વહાણ પણ ડૂબી જાય છે ત્યારે તેમાં બીજા પાષણ જેવાં ડૂબે તેમાં શું નવાઈ ? વિદ્યામાં, વ્યાપારમાં, વિશેષજ્ઞાનની વૃદ્ધિમાં, સંપદામાં, રૂપાદિ ગુણોમાં, જાતિમાં, પ્રખ્યાતિમાં, ઉન્નતિમાં, મોટાઈ આદિમાં લોકોને મત્સર હોય છે. પણ ધિક્કાર છે કે ધર્મના કાર્યમાં પણ મત્સર છે ! બીજી રાણીઓ તો બીચારી સરળ સ્વભાવની હોવાથી પટ્ટરાણીનાં કૃત્યની અનુમોદના વારંવાર કરે છે પણ તેણીના (પટ્ટરાણીના) મનમાંથી ઈષ્યનો સ્વભાવ જતો નથી. ઈષ્યમાં ને ઈષ્યમાં રહેતાં તેને એવો કોઈક દુર્નિવાર રોગ ઉત્પન્ન થયો કે જેથી તે સર્વથા જીવવાની આશાથી નિરાશ થઈ. છેવટે રાજાએ પણ તેનાં સર્વ આભૂષણ લઈ લીધાં. તેથી શોક્યો ઉપરના વેષભાવથી અત્યંત દુર્ગાનમાં મરણ પામીને શોક્યોનાં દેરાં, પ્રતિમા, મહોત્સવ, ગીતાદિની ઈર્ષ્યા કરવાથી પોતાના બનાવેલા દેરાસરના બારણા આગળ કૂતરી તરીકે ઉત્પન્ન થઈ. તે પૂર્વના અભ્યાસથી દેરાના દરવાજા આગળ જ બેસી રહે. તેને દેરાના નોકરો મારે, કૂટે તો પણ દેરાસર મૂકે નહીં. પાછી ફરી ફરીને ત્યાં ને ત્યાં જ આવીને બેસે. આમ કેટલોક કાળ વીત્યા પછી ત્યાં કોઈક કેવળજ્ઞાની આવ્યા. ત્યારે તેમને તે રાણીઓએ મળી પૂછયું કે કુંતલા મહારાણી મરણ પામી ક્યાં ઉત્પન્ન થયાં? ત્યારે કેવળી મહારાજે યથાસ્થિત સ્વરૂપ કહ્યું. તે સાંભળી સર્વ રાણીઓ પરમ વૈરાગ્ય પામીને તે કૂતરીને દરરોજ ખાવાનું નાંખી પરમ સ્નેહથી કહેવા લાગી કે હે મહાભાગ્યા ! તું પૂર્વભવે અમારી ધર્મદાત્રી, મહાધર્માત્મા હતી. હા ! હા ! તે ફોકટ અમારી કરણી ઉપર દ્વેષ કર્યો તેથી તું અહીં કૂતરી તરીકે ઉત્પન્ન થઈ છે. તે સાંભળીને ચેત્યાદિ દેખવાથી તેને જાતિસ્મરણ જ્ઞાન થવાથી તે કૂતરી વૈરાગ્ય પામી. સિદ્ધાદિની સમક્ષ પોતે પોતાના કેષભાવના કર્મને ખપાવી, આલોવીને, અણસણ આદરી, છેવટે શુભ ધ્યાનથી મરણ પામી વૈમાનિક દેવી થઈ માટે આમ ધર્મ ઉપર દ્વેષ ને કરવો. ભાવસ્તવ અંગે. અહીંયાં પૂજાના અધિકારમાં ભાવપૂજા-જિનાજ્ઞા પાળવી એ ભાવસ્તવમાં ગણાય છે. જિનાજ્ઞા બે પ્રકારની છે (૧) સ્વીકારરૂપ, (૨) પરિહારરૂપ. સ્વીકારરૂપ એટલે શુભકરણીનું આસેવન કરવું (આચરવું) અને પરિહારરૂપ એટલે નિષિદ્ધનો ત્યાગ કરવો. સ્વીકારપક્ષ કરતાં નિષિદ્ધપક્ષ ઘણો લાભકારી છે. કેમકે જે જે તીર્થકરે નિષેધ કરેલાં કારણો છે તેને સેવન કરતાં ઘણા સુકૃતનું આચરણ કરે તો પણ વિશેષ લાભકારી થતું નથી.
SR No.032040
Book TitleShraddhvidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay Gani
PublisherBhadrankar Prakashan
Publication Year1998
Total Pages394
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy