SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ જો મારી કલ્પના ખરી ઠરશે તો હું પણ બચીશ, વળી આ ગામના બધા ચિતારાઓનું ચિરકાળનું કષ્ટ કાપી નાંખીશ. એમ ધારીને વૃદ્ધ સ્ત્રીને કહેવા લાગ્યો કે હે માતા ! જો તને તારા પુત્ર માટે આટલું બધું દુઃખ થાય છે તો આ વર્ષે તારા પુત્રને બદલે હું જ પોતે યક્ષની મૂર્તિ ચિતરવા જઈશ તેણીએ તેને ઘણું સમજાવ્યો, પરંતુ તેણે માન્યું નહીં. છેવટે જ્યારે ચિતરવાનો દિવસ આવ્યો ત્યારે તે ચિતારાએ પ્રથમથી છઠ્ઠ તપ કર્યો અને શરીર સ્નાન કરી શુદ્ધ કર્યું અને શુદ્ધ વસ્ત્ર પહેરી ધૂપ, નૈવેદ્ય, બલિદાન, રંગ, રોગાન, પીંછી બધાં શુદ્ધ લઈ ત્યાં ગયો અષ્ટપટનો મુખકોશ બાંધી પ્રથમથી દેરાસરની જમીનને નિર્મળ જળથી ધોવરાવી. પવિત્ર મૃત્તિકા (માટી) અને ગૌના છાણથી લીંપાવીને તેને ઉત્તમ ધૂપથી ધૂપીને મન, વચન, કાયા સ્થિર કરી શુભ નિમિત્ત કરીને પછી યક્ષને નમસ્કાર કરી સન્મુખ બેસીને યક્ષની મૂર્તિ આલેખી. - ત્યાર પછી ફળ, ફૂલ, નૈવેદ્ય, ધૂપ, દીપ આદિથી પૂજા કરી નમસ્કાર કરતા ખમાવવા લાગ્યો કે, “હે યક્ષરાજ ! આ તમારી મૂર્તિ આલેખતાં જો કાંઈ મારી ભૂલ થઈ હોય તો ક્ષમા કરશો.” તે વખતે યક્ષે આશ્ચર્ય પામીને પ્રસન્ન થઈ તેને કહ્યું કે, “માગ, માગ, હું તારા પર તુષ્ટમાન છું.” ત્યારે તે હાથ જોડીને બોલ્યો કે “યક્ષરાજ ! જો તમે મારા ઉપર તુષ્ટમાન છો તો આજ પછી કોઈપણ ચિતારાને મારવો નહીં.' તેણે તે કબૂલ કરી કહ્યું કે “એ તો તે પરોપકાર માટે માંગ્યું, પણ હવે તું તારા માટે કાંઈક માંગ.' તેણે ફરીથી કાંઈ માંગ્યું નહીં. ત્યારે પ્રસન્ન થઈને યક્ષે કહ્યું કે જેનું તે એક અંશ જેટલું અંગ દીઠું હશે તેનું આખું અંગ તું ચીતરી શકીશ એવી કળાની શક્તિ તને આપું છું. ત્યારપછી ચિતારો તેને પ્રણામ કરીને પોતાને સ્થાનકે ગયો. એક વખતે તે કૌશાંબીના રાજાની સભામાં ગયેલો તે વખતે રાજાની રાણીનો એક અંગુઠો જાળી વિગેરેમાંથી જોયેલ હતો તેથી તેણે તે મૃગાવતી રાણીનું આખું રૂપ ચીતર્યું. રાજા તે જોઈ ખુશી થયો, પણ ચિત્ર તપાસતાં રાણીની જંઘા ઉપર તિલક હતું તે પણ તેમાં દેખીને તત્કાળ શંકા ઉત્પન્ન થવાથી તેને મારી નાખવાની આજ્ઞા આપી. ત્યારે તે ગામના સર્વ ચિતારા ભેગા થઈ રાજા પાસે આવી કહેવા લાગ્યા કે સ્વામી ! એને યક્ષે વરદાન આપ્યું છે તેથી જેનું એક અંશ અંગ તેણે જોયું હોય તેનું આખું અંગ ચીતરી આપે છે. પછી રાજાએ તેની પરીક્ષા કરવા સારુ એક કુબડી દાસીનો પડદામાંથી પગનો અંગુઠો દેખાડી તેનું ચિત્ર કરી લાવવા કહ્યું. તેણે તે ચીતરી આપ્યું તો પણ રાજાએ તેનો જમણો હાથ કાપી નાખવાની આજ્ઞા આપી જેથી તે જમણા હાથ રહિત થયો. પછી તેણે તે જ યક્ષની પાસે જઈ ડાબા હાથથી ચીતરવાની કળા માંગી. યક્ષ તેને તે પણ આપી. ત્યારપછી તેણે પોતાનો હાથ કાપવાનું વેર વાળવા માટે ડાબા હાથથી મૃગાવતી રાણીનું ચિત્ર ચીતરીને ચંડપ્રદ્યોત રાજાને દેખાડ્યું. તે જોઈ તેને વશ થઈને તેણે કૌશાંબીના શતાનીક રાજાને દૂત મોકલી કહેવરાવ્યું કે - - તારી મૃગાવતી રાણી મને આપ, નહીં તો જબરજસ્તીથી લઈશ. તેણે તે ન માન્યું. છેવટે ચંડપ્રદ્યોત રાજા લશ્કર લઈ આવી કૌશાંબી નગરીને ઘેરી વળ્યો. પછી શતાનીક રાજા
SR No.032040
Book TitleShraddhvidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay Gani
PublisherBhadrankar Prakashan
Publication Year1998
Total Pages394
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy