SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ ૧૦. ત્રણ પ્રણિધાન :- જાવંતિ ચેઇયાઇ એ ગાથાએ કરી ચૈત્ય વાંદવા રૂપ પ્રથમ પ્રણિધાન ૧. જાવંત કેવિ સાહૂ એ ગાથાએ કરી ગુરુને વાંદવા રૂપ બીજું પ્રણિધાન ૨. જયવીયરાય કહેવા રૂપ ત્રીજું પ્રણિધાન જાણવું અથવા મન, વચન અને કાયાનું એકાગ્રપણું કરવું તે રૂપ ત્રણ પ્રણિધાન જાણવાં. ૩. આ દશત્રિક છે. ૯૨ ૨. પ્રભુ આગળ જવાનો એટલે દેરાસરમાં પ્રવેશ કરવાનો વિધિ તે અભિગમ પાંચ પ્રકારનો છે. (અભિ =સન્મુખ, ગમ=જવું એ અર્થથી). ૩. સ્ત્રીઓએ પ્રભુથી ડાબા પડખે રહેવું, અને પુરુષોએ જમણા પડખે રહેવું તે બે દિશિ. ૪. પ્રભુથી દૂર રહેવું તે અવગ્રહ ૩ પ્રકારનો છે. ૫. જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એ ૩ ભેદે ચૈત્યવંદના થાય છે, તે વંદનાના ત્રણ ભેદ. ૬. પંચાંગીમુદ્રાએ (પ અંગ વડે) પ્રણિપાત=નમસ્કાર કરવો અથવા ખમાસમણ દેવું તે ૧ ભેદ. ૭. પ્રભુની ગુણપ્રશંસાવાળા ૧ થી ૧૦૮ શ્લોક બોલવા તે નમસ્કાર નો ૧ ભેદ. ૮. ચૈત્યવંદનનાં ૯ સૂત્રોમાં (બીજીવાર બોલતાં સૂત્રો બીજીવાર ન ગણીએ એવાં) ૧૬૪૭ અક્ષર છે, તે ૧૬૪૭ વર્ણ ગણાય. ૯. ચૈત્યવંદનનાં ૯ સૂત્રોમાં (એક સરખું પદ બીજીવાર બોલાતાં ન ગણીએ એવાં) ૧૮૧ પદ એટલે અર્થ સમાપ્તિ દર્શક વાક્યો છે. ૧૦. એક શ્વાસોચ્છ્વાસ જેટલા કાળમાં બોલવા યોગ્ય શબ્દોનું વાક્ય અથવા ગાથાનું ૧ ચરણ તે સંપદા (અથવા મહાપદ અથવા વિરતિ અથવા વિસામા) કહેવાય, તેવી સંપદાઓ ૯૭ છે. ૧૧. નમ્રુત્યુણં -અરિહંતચેઇયાણ-લોગસ્સ-પુક્ષરવરદી અને સિદ્ધાણં બુદ્ધાણં એ પાંચ સૂત્રો તે ૫ દંડકસૂત્ર કહેવાય છે. ૧૨. પાંચ દંડકસૂત્રોમાં અધિકાર (એટલે મુખ્ય વિષય) ૧૨ છે. ૧૩. અરિહંત-સિદ્ધ-મુનિ અને સિદ્ધાન્ત એ ચાર વંદનીય (વંદના કરવા યોગ્ય) છે. ૧૪. જે વંદનયોગ્ય નહિ પરંતુ સ્મરણીય=માત્ર સ્મરણ કરવા યોગ્ય તે ૧ શાસનદેવ છે. ૧૫. નામ સ્થાપના દ્રવ્ય અને ભાવથી ૪ પ્રકારના જિન=અરિહંત. ૧૬. થોય એટલે સ્તુતિ તે એક જ થોય જોડામાં ૪ પ્રકારની કહેવામાં આવે છે. ૧૭. ચૈત્યવંદન કરવાથી જે આઠ પ્રકારનાં ફળ મેળવવાની ઇચ્છા રાખવામાં આવે છે તે ૮ નિમિત્ત. ૧૮. તે ૮ પ્રકારનાં ફળ પ્રાપ્ત કરવામાં જે સાધન (કારણરૂપ) તે ૧૨ હેતુ ૧૯. કાઉસ્સગ્ગ કરતી વખતે જે ૧૬ પ્રકારની છૂટ રાખવી કે જે કરવાથી કાઉસ્સગ્ગનો ભંગ ન ગણાય તે ૧૬ આગાર (એટલે અપવાદ). ૨૦. કાઉસ્સગ્ગમાં જે ૧૯ દોષ નિવારવા યોગ્ય છે તે ૧૯ દોષ. ૨૧. ક્યાં સુધી કાઉસ્સગ્ગમાં રહેવું ? તેનો કાળનિયમ દર્શાવવો તે ૧ ભેદ.
SR No.032040
Book TitleShraddhvidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay Gani
PublisherBhadrankar Prakashan
Publication Year1998
Total Pages394
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy