SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦ શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ હોય કે ગામ ગરાસ જમીન ભોગવતા હોય તો તેને નિર્ભર્સના પણ કરે (ઠપકો આપે) કે તમે દેરાસરની લાગત ખાઓ છો છતાં પણ તેની (દેરાસરની) સારસંભાળ સારી રાખતા નથી. એમ ઠપકો આપવાથી પણ તેની પતના ન કરે તો તેમાં દેખીતા જ્યારે જીવ ન હોય ત્યારે તે કરોળીયાના પડને સાધુ પોતાને હાથે ઉખેડી નાંખે તો તેમાં તેને દોષ નથી. એમ વિનાશ પામતાં ચૈત્ય જો સાધુએ પણ ઉવેખવાં નહીં તો શ્રાવકની શી વાત? અર્થાત્ શ્રાવકોએ દેરાસરોની પૂરતી સારસંભાળ રાખવી જ જોઈએ અને તેમાં કોઈપણ પ્રકારની આશાતના થવા દેવી જોઈએ નહીં. કેમકે ઉપર બતાવ્યા મુજબ સાધુને પણ શ્રાવક વગેરેના અભાવે છૂટ આપવામાં આવેલી છે તો તે કૃત્ય શ્રાવકોનું હોવાથી શ્રાવકે કદીપણ વિસારવું નહીં. જરૂર યથાશક્તિ દેરાસરની સારસંભાળ કરવી જોઈએ. આ બધો પૂજાનો અધિકાર હોવાથી પ્રસંગથી આવેલો અધિકાર બતાવ્યો છે. દ્રવ્ય અને ભાવ પૂજા. ઉપર લખેલી સ્નાત્રાદિની વિધિનો વિસ્તાર તો ધનવાન શ્રાવકથી જ બની શકે એવો છે પણ ધનરહિત શ્રાવક તો સામાયિક લઈને જો કોઈની પણ સાથે તકરાર વગેરે કે પોતાને માથે ઋણ (કરજો ન હોય તો ઈર્યાસમિતિ વગેરેના ઉપયોગ સહિત સાધુની જેમ ત્રણ નિસહિ આપવાપૂર્વક ભાવપૂજાની રીતિ પ્રમાણે દેરાસર આવે. ત્યાં જો કદાચિત્ કોઈ ગૃહસ્થનું દેવપૂજાની સામગ્રીનું કાર્ય હોય તો સામાયિક પારીને તે ફૂલ ગુંથવા વગેરે કાર્યમાં પ્રવર્તે. કેમકે એવી દ્રવ્યપૂજાની સામગ્રી પોતાની પાસે નથી અને એટલો ખર્ચ પોતાના નિર્ધનપણાને લીધે થઈ શકે એમ નથી તો પારકી સામગ્રીથી તેનો લાભ લઈ લે. પ્રશ્ન :- સામાયિક ત્યાગીને દ્રવ્યસ્તવ કરવું કેમ ઘટમાન હોય ? ઉત્તર :- સામાયિક તો પોતાને સ્વાધીન છે. તે તો જ્યારે ધારે ત્યારે બની શકે એમ છે, પરંતુ દેરાસરમાં આ ફૂલ વગેરે કૃત્ય તો પરાધીન છે, સામુદાયિક કામ છે પોતાને સ્વાધીન નથી, અને કોઈક વખતે બીજો કોઈક દ્રવ્ય ખરચ કરનાર હોય ત્યારે જ બની શકે એમ છે. માટે સામાયિક કરતાં પણ એના આશયથી મહાલાભની પ્રાપ્તિ થતી હોવાથી સામાયિક પારીને પણ દ્રવ્યસ્તવમાં પ્રવર્તવાથી કાંઈ દોષ લાગતો નથી. તે માટે શાસ્ત્રમાં કહેલ છે કે : સમ્યગ્દષ્ટિ જીવને બોધિબીજની પ્રાપ્તિ થાય, સમ્યકત્વને હિતકારી થાય, આજ્ઞાનું પાલન થાય, ભગવંતની ભક્તિ થાય, જૈનશાસનની ઉન્નતિ થાય, એમ અનેક ગુણની પ્રાપ્તિ થાય છે, માટે નિધન શ્રાવકે સામાયિક પારીને પણ દ્રવ્યસ્તવ કરવું. દિનકૃત્યસૂત્રમાં પણ કહેવું છે કે - આ રીતે સર્વ વિધિ ઋદ્ધિવંતને માટે કહી અને ધન રહિત શ્રાવક પોતાના ઘરમાં સામાયિક લઈ જો કોઈ માર્ગમાં લેણદાર કે કોઈની સાથે તકરાર ન હોય તો સુસાધુની જેમ ઉપયોગવંત થઈને જિનમંદિરે જાય. ત્યાં જિનમંદિરમાં કાંઈક કાયાથી જ બની શકે એવું દ્રવ્યસ્તવીરૂપ કામ હોય તો સામાયિક પારીને તે દ્રવ્યસ્તવરૂપ કરણી કરે.”
SR No.032040
Book TitleShraddhvidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay Gani
PublisherBhadrankar Prakashan
Publication Year1998
Total Pages394
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy