SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ८८ શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ મંગળદીવા અંગે “ચંદ્ર સમાન સૌમ્ય છે દર્શન જેનું એવા હે નાથ ! તમે જ્યારે કૌસાંબી નગરીએ વિચરતા હતા ત્યારે સંકોચાઈ ગયો છે પ્રતાપ જેનો એવો સૂર્ય પોતાનાં શાશ્વતા વિમાનથી આપનાં દર્શન કરવા આવ્યો ત્યારે તમને જેમ પ્રદક્ષિણા કરતો હતો તેમ આ મંગળદીવો પણ તમારી પ્રદક્ષિણા કરે છે. મેરુપર્વતને પ્રદક્ષિણા કરતાં જેમ સૂર્ય શોભે છે ! તેમ હે નાથ ! સુરસુંદરીએ સંચરિત (પ્રદક્ષિણા કરતાં ભમાડેલો) આ મંગળદીપક પણ પ્રદક્ષિણા કરતો શોભે છે.' એમ પાઠ ઉચ્ચાર કરતાં ત્રણ વાર મંગળદીવો ઉતારી પ્રભુના ચરણકમળ આગળ દેદીપ્યમાન લાગે એમ સન્મુખ મૂકવો. મંગળદીવો ઉતારતાં આરતી જો ઓલવાઈ જાય તો કાંઈ દોષ લાગતો નથી. આરતી મંગળદીવામાં મુખ્ય વૃત્તિએ (ઘણું કરી) ઘી, ગોળ, કપૂર, મૂકવો જેથી મહાલાભ પમાય. લૌકિક શાસ્ત્રમાં કહેલ છે કે : પરમેશ્વરની પાસે કપૂરથી દીવો કરે તો અશ્વમેઘ યજ્ઞનું ફળ પામે અને તેના કુળનો પણ ઉદ્ધાર થાય છે.' “શ્રી હરિભદ્રસૂરિએ કરેલા સમરાદિત્ય કેવળીના ચરિત્રની આદિમાં ‘નવોડ મંશાં વા’ એવો પાઠ દેખાય છે તેથી આ સ્નાત્રવિધાનમાં દર્શાવેલી ‘મુત્ત્તાŕાર એ ગાથા તેમની (શ્રી હરિભદ્રસૂરિની) કરેલી સંભવે છે.” આ સ્નાત્રવિધાનમાં જે જે ગાથા આવેલી છે તે બધી તપાગચ્છમાં પ્રસિદ્ધ છે તે માટે લખી નથી પણ સ્નાત્રપૂજાના પાઠથી જોઈ લેવી. વળી સ્નાત્રાદિમાં સમાચારીના ભેદથી વિવિધ પ્રકારનો વિધિમાં પણ ભેદ દેખાય છે, તો પણ તેમાં કાંઈ મુંઝાઈ જવું નહીં. કેમકે અરિહંતની ભક્તિથી સર્વને સામાન્ય મોક્ષફળનું સાધ્ય એક જ છે. વળી ગણધરાદિકની સમાચારીમાં પણ ઘણા ભેદ હોય છે તે માટે જે જે કાર્ય ધર્મથી અવિરુદ્ધ હોય અને અત્યંત ભગવંતની ભક્તિનું પોષક હોય તે કોઈ આચાર્યને અસમંત નથી, એમ સર્વ ધર્મકૃત્યમાં સમજી લેવું. અહીંયાં જિનપૂજાના અધિકારમાં આરતી ઉતારવી, મંગળદીવો ઉતારવો, લુણ ઉતારવું એ વિગેરે કેટલીક કરણીઓ કેટલાક સંપ્રદાયથી સર્વ ગચ્છોમાં અને પરદર્શનમાં પણ જમણી બાજુથી કરાય છે. શ્રી જિનપ્રભસૂરિષ્કૃત પૂજાવિધિમાં તો એ રીતે સ્પષ્ટાક્ષરથી લખેલું છે કે :- નવળારૂં તારાં पायत्ति सूरियाई पुवपुरिसेहिं, संहारेण अणुन्नयंपि संपयं सिट्ठिए कारिज्जई । છે પણ લવણ આરતીનું ઉતારવું. પાદલિપ્તસૂરિ આદિ પૂર્વપુરુષોથી સંહારથી કરવું અનુજ્ઞાત હમણાં તો જમણી બાજુથી કરાય છે. સ્નાત્ર કરવામાં સર્વ પ્રકારે વિસ્તારથી પૂજા-પ્રભાવનાદિકના સંભવથી પરલોકના ઉત્તમ ફળની પ્રાપ્તિ સ્પષ્ટપણે દેખાય છે. વળી જિનજન્માદિ-સ્નાત્ર ચોસઠ ઇન્દ્રો પણ કરતા હતા. તેમની જેમ
SR No.032040
Book TitleShraddhvidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay Gani
PublisherBhadrankar Prakashan
Publication Year1998
Total Pages394
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy