________________
સ્નાત્ર પૂજા વિધિ.
૮૫ જેને નીચ લોકોએ સ્પર્શ કર્યા હોય, વિકસ્વર થયેલાં ન હોય, એવાં પુષ્પથી પૂજા કરવી નહીં. કીડા પડેલ, કીડે ખાધેલ, ડોડાથી છૂટું પડેલ, એક બીજાનાં લાગવાથી વિંધાયેલ, સડેલ, વાસી, કરોળીઓ લાગેલ, નાભિને સ્પર્શેલું, હીન જાતિનું, દુર્ગધવાળું, સુગંધ વિનાનું, ખાટી ગંધવાળું, મળમૂત્રવાળી જમીનમાં ઉત્પન્ન થયેલ, બીજા કોઈ પદાર્થથી અપવિત્ર થયેલ હોય એવાં ફૂલ વર્જવાં.”
વિસ્તારથી પૂજા અવસરે અથવા દરરોજ અને વિશેષથી પર્વ દિવસે ત્રણ, પાંચ, સાત કુસુમાંજલી ચઢાવવાપૂર્વક ભગવંતની સ્નાત્રપૂજા ભણાવવી. સ્નાત્ર પૂજા વિધિ.
સવારમાં પહેલાં નિર્માલ્ય ઉતારવાં, પખાલ કરવો, આરતી, મંગળદીવો કરવો. એ સંક્ષેપથી પૂજા થાય છે. ત્યારપછી સ્નાત્રાદિ સવિસ્તર બીજી પૂજાના પ્રારંભમાં દેવની આગળ કેસરવાસિત જળ ભરેલો કળશ સન્મુખ સ્થાપન કરવો. ત્યારપછી હાથ જોડીને નીચે પ્રમાણે કહેવું. -
અલંકારના સંબંધ વિના અને ક્રોધાદિ વિના સારભૂત સૌમ્ય કાન્તિથી મનોહર અને પોતાના સ્વાભાવિક રૂપવડે ત્રણ જગતને જીતનારું જિનબિંબ રક્ષણ કરો.”
ઉતાર્યા છે કુસુમ અને આભૂષણ જેનાં એવું અને વળી સહજ સ્વભાવથી પ્રગટ થયેલ ભવ્ય જીવના મનને હરનારી મનોહર છે શોભા જેની એવું અને સ્નાત્ર કરવાના બાજોઠ ઉપર રહેલું વિતરાગનું રૂપ તમને મોક્ષ આપો, એમ કહીને નિર્માલ્ય ઉતારવું. ત્યારપછી પ્રથમથી તૈયાર રાખેલો કળશ કરવો. જંગલુંછણ કરી સંક્ષિપ્તથી પૂજા કરવી.
ત્યારપછી નિર્મળ જળથી ધોયેલા અને ધૂપથી ધૂપલા કળશમાં સ્નાત્ર કરવા યોગ્ય સુગંધી જળ ભરી તે કળશોને શ્રેણીબંધ પ્રભુની સન્મુખ શુદ્ધ નિર્મળ વસ્ત્ર ઢાંકીને પાટલા ઉપર સ્થાપન કરવા, ત્યારપછી પોતાનું ચંદન હાથમાં લઇને તિલક કરી, હાથ ધોઈ પોતાના ચંદનથી હાથ લેપીને હાથે કંકણ બાંધી, હાથ ધૂપીને શ્રેણીબદ્ધ સ્નાત્ર કરનાર શ્રાવક કુસુમાંજલિ (કેશરથી વાસિત છુટા ફૂલ) ભરેલી કેબી હાથમાં લઈ કુસુમાંજલિનો પાઠ ઉચ્ચાર કરે.
સેવંત્રા, મચકુંદ, માલતી વિગેરે પંચવર્ણા ઘણા પ્રકારનાં ફૂલની કુસુમાંજલિ સ્નાત્રના અવસરે દેવાધિદેવને હર્ષિત થયેલા દેવતા સમર્પણ કરે છે” એમ કહીને પરમેશ્વરને મસ્તકે ફૂલ ચઢાવવાં.
“સુગંધના લોભથી ખેંચાઈ આવેલા ભમરાઓના ઝંકાર શબ્દથી ગાયન થતી જિનેશ્વર ભગવંતના ચરણ ઉપર મૂકેલી કુસુમાંજલિ તમારા પાપને દૂર કરો.” એમ દરેક ગાથા ભણીને પ્રભુના ચરણકમળે શ્રાવક કુસુમાંજલિ પ્રક્ષેપ કરે, એવી રીતે કુસુમાંજલિથી તિલક, ધૂપ, પાન વગેરેનો આડંબર કરવો. ત્યારપછી મધુર અને ઉચ્ચ સ્વરે જે જિનેશ્વર પધરાવ્યા હોય તેમના નામનો જન્માભિષેકના કળશનો પાઠ બોલવો.
ત્યારપછી ઘી, શેલડીનો રસ, દૂધ, દહીં, સુગંધી જળ, એ પંચામૃતથી અભિષેક કરવો. સ્નાત્ર કરતાં વચમાં ધૂપ દેવો અને સ્નાત્ર કરતાં ભગવાનનું મસ્તક ફૂલથી ઢાંકેલું રાખવું, પણ ઊઘાડું રાખવું નહીં.