SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૩ પૂજાના સત્તર ભેદ. પ્રધાન છે. એમાં આમિષ શબ્દથી પ્રધાન અશનાદિ ભોગ્ય વસ્તુ સમજવી જે માટે ગૌડ કોશમાં લખેલ છે કે, “આમિષ શબ્દથી ભોગવવા યોગ્ય અશનાદિ વસ્તુ સમજવી. પ્રતિપત્તિઃ પુનરવિનાતોપવેશપરિપત્નિના પ્રતિપત્તિ એટલે “સર્વજ્ઞના વચનનું યથાર્થ પાલન કરવું તે” એમ આગમોક્ત પૂજાના ચાર ભેદ સંપૂર્ણ થયા. જિનેશ્વર ભગવંતની પૂજા બે પ્રકારની છે. એક દ્રવ્યપૂજા અને બીજી ભાવપૂજા. તેમાં દ્રવ્યપૂજા તે શુભ દ્રવ્યથી પૂજા કરવી અને ભાવપૂજા તે જિનેશ્વર ભગવંતની આજ્ઞા પાળવી, અંગપૂજા, અગ્રપૂજા, ભાવપૂજા, એમ પૂજાના ત્રણ ભેદમાં સર્વ પૂજાના ભેદ અંતભૂત થાય છે. પૂજાના સત્તર ભેદ. (૧) સ્નાત્રપૂજા, વિલેપનપૂજા, (૨) વાસપૂજા, ચક્ષુયુગલપૂજા, (ચક્ષુયુગલ ચઢાવવાં), (૩) ફૂલપૂજા, (૪) પુષ્પમાળપૂજા, (૫) પંચરંગી છૂટા ફૂલ ચઢાવવાની પૂજા, (૬) ચૂર્ણપૂજા, (બરાસનું ચૂર્ણ ચઢાવવું) ધ્વજપૂજા, (૭) આભરણ (મુગટ) પૂજા, (૮) પુષ્પગૃહપૂજા, (ફૂલનું ઘર ચઢાવવું), (૯) પુષ્પ-ફૂલપ્રગરપૂજા (છૂટા ફૂલોનો ઢગલો કરવો), (૧૦) આરતી ઊતારવી, મંગળદીવો કરવો, અષ્ટ મંગલિક સ્થાપવા, (૧૧) દીપકપૂજા, (૧૨) ધૂપપૂજા, (૧૩) નૈવેદ્યપૂજા, (૧૪) ફળપૂજા, (૧૫) ગીતપૂજા, (૧૬) નાટપૂજા, (૧૭) વાજિંત્રપૂજા. પૂજ્ય ઉમાસ્વાતિ વાચકે પૂજા પ્રકરણમાં પૂજા સંબંધી કેટલાક ઉપયોગી સૂચનો તથા એકવીશ પ્રકારી પૂજાનો વિધિ નીચે મુજબ લખેલ છે. ઉપયોગી માર્ગદર્શન. પૂર્વ દિશા સન્મુખ સ્નાન કરવું, પશ્ચિમ દિશા સન્મુખ દાતણ કરવું ઉત્તરદિશા સન્મુખ શ્વેત વસ્ત્ર પહેરવાં, પૂર્વ કે ઉત્તર દિશા સન્મુખ ઊભા રહી ભગવંતની પૂજા કરવી. ઘરમાં પેસતાં ડાબે ભાગે શલ્ય રહિત પોતાના ઘરના ઓટલાથી દોઢ હાથ ઊંચી જમીન ઉપર ઘર-દેરાસર કરવું, પોતાના ઘરથી નીચી જમીન ઉપર ઘર-દેરાસર કે દેરાસર કરે તો દિન-પ્રતિદિન તેના વંશની અને સંતતિ-પુત્રપૌત્રાદિની પરંપરા પણ સદાય નીચી પદ્ધતિને પામે છે, પૂજા કરનાર પુરુષ પૂર્વ કે ઉત્તર સન્મુખ ઉભા રહી પૂજા કરે, દક્ષિણ દિશા વર્જન કરવી અને વિદિશા તો સર્વથા વર્જન જ કરવા યોગ્ય છે. જો પશ્ચિમ દિશા સન્મુખ ઊભા રહી ભગવંતની મૂર્તિની પૂજા કરે તો ચોથી સંતતિથી (ચોથી પેઢીથી) વંશનો ઉચ્છેદ થાય અને દક્ષિણ દિશા સન્મુખ ઉભા રહી પૂજા કરે તો તેને સંતતિ જ ન થાય (નિર્વશ થાય.) અગ્નિ કોણમાં ઊભા રહી પૂજા કરે તો દિનદિન ધનની હાનિ થાય, વાયવ્ય કોણમાં ઊભા રહી પૂજા કરે તો તેને પુત્ર જ ન હોય (થાય), નૈઋત્ય કોણમાં ઊભા રહી પૂજા કરવાથી કુળનો ક્ષય થાય અને ઇશાન કોણમાં ઊભા રહી પૂજા કરે તો તે એક સ્થાનકે સુખે કરીને બેસી શકે નહીં. બે પગે, બે ઢીંચણે, બે હાથે, બે ખંભે, એક મસ્તકે, એમ નવે અંગે પૂજા કરવી. ચંદન વિના કોઇપણ વખતે પૂજા કરવી નહીં. કપાળે, કંઠે, હૃદય કમળ, ઉદરે એ ચાર સ્થાનકે તિલક
SR No.032040
Book TitleShraddhvidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay Gani
PublisherBhadrankar Prakashan
Publication Year1998
Total Pages394
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy