________________
આવા પ્રભાવશાળી આ તીર્થની યાત્રા કરવા માટે સેંકડો વર્ષોથી ભારતવર્ષના ખૂણેખૂણેથી લાખોની સંખ્યામાં આજ સુધી યાત્રાળુઓ આવ્યા છે અને અત્યારે પણ યાત્રાળુઓનો પ્રવાહ સતત ચાલુ રહ્યા જ કરે છે. જિનાલયના કંપાઉન્ડમાં તેમ જ કંપાઉંડ બહાર મોટી ધર્મશાળા છે. યાત્રાળુઓને માટે ભોજનશાળા પણ અત્યારે ચાલુ છે. શિરપુર જવા માટે મધ્ય (Central) રેલ્વેના આકોલા સ્ટેશને ઉતરવું પડે છે. આકોલામાં તાજના પેઠમાં આપણું જિનાલય, ઉપાશ્રય તેમ જ ધર્મશાળા છે. અહીંથી શિરપુર ૪૪ માઈલ દૂર છે. આકોલાથી ઠેઠ શિરપુર સુધીની મોટર સડક બંધાયેલી છે અને મોટર વ્યવહાર હમેશાં ચાલ્યા જ કરે છે. પોસ દશમ (માગશર વદ ૧૦) ના શ્રી પાર્શ્વનાથ ભગવાનના જન્મકલ્યાણ દિવસે દર વર્ષે મેળો ભરાય છે.
विदर्भदश જે દેશમાં આ તીર્થ આવેલું છે તે દેશ આજકાલ વરાડના નામથી પ્રસિદ્ધ છે, પરંતુ તેનું પ્રાચીન નામ વિદર્ભ છે. સુરતના ચંદ્રનવાતા મનોરમા મયળનેહા મયંતિ આ ભરફેસરની પંકિતથી આપણે જેનું નિત્ય પ્રાત:કાલમાં સ્મરણ કરીએ છીએ તે નળ રાજાની પત્ની મહાસતી દમયંતીનો જન્મ પણ આ વિદર્ભ દેશની રાજધાની કુંડિનપુરમાં થયો હતો. વિદર્ભ દેશના રાજાની પુત્રી હોવાને લીધે દમયંતી વૈવર્મી ના નામથી પણ ઓળખાય છે. અત્યારે પણ કુંડિનપુર વિદ્યમાન છે અને તે અમરાવતી જિલ્લાના ચાંદૂર તાલુકામાં અમરાવતી શહેરથી લગભગ ૨૮ માઈલ દૂર પૂર્વ દિશામાં વર્ધા નદીના બરાબર પશ્ચિમ કિનારે ૨૦/૫૮ ઉત્તર અક્ષાંશ અને ૭૮/૯ પૂર્વ રેખાંશ ઉપર આવેલું છે.
पउमावई अ गोरी गंधारी लक्खमणा सुसीमा य ।
जंबूवई सच्चभामा रुप्पिणी कण्हट्ठ महसिओ ॥ આ મહેલ ની ગાથામાં જેમનો ઉલ્લેખ છે અને જે અંતે શ્રી નેમિનાથ ભગવાન પાસે દીક્ષા લઈને મોક્ષમાં ગયાં છે તે મહાસતી રૂકિમણીનો જન્મ પણ ત્યાં થયો હતો. અત્યારે જો કે કુંડિનપુર બહુ નાનું ગામડું જ કહ્યું છે, છતાં પણ વૈદિકો (હિંદુઓ) એને મોટું તીર્થધામ માને છે. નદીના કાંઠા ઉપર જ બરાબર કૃષ્ણ (વિઠ્ઠલ) - રુકિમણીનું એક મંદિર છે અને ત્યાં કાર્તિકી પૂર્ણિમા ઉપર પ્રતિવર્ષ ઘણી મોટી યાત્રા (મેળો) ભરાય છે.
श्री अन्तरिक्षपार्श्वनाथजी तीर्थनो इतिहास આવા આ પ્રાચીન વિદર્ભ દેશની ભૂમિને પવિત્ર કરી રહેલા આપણા તીર્થની સ્થાપના ક્યારે કોના હાથે અને શી રીતે થઈ વગેરે જાણવું આવશ્યક અને ખાસ રસદાયક છે. આ તીર્થની યાત્રા કરવા માટે પૂર્વે આનેક આચાર્યાદિ મુનિવરો આવી શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ , , , ,
, ,