SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ રાયતણે શિર મોટો રોગ, રયણીભર નવનિદ્રા જેગ; રોમ રોમ કીડા સંચરે, રાણી સવી નિદ્રા પરિહરે ।।૧૪ એક વાર હય જિહાં, તે પાછા વલી મેલે તિહાં; ઠાય, તતખણ રાજા અચેતન થાય. ૧૫ ભોગવે, કરમે દોહલા દિન જોગવે; રયણીભર નવિ ચાલે રંગ, ક્રીસે કાયા દીસે ચંગ. ।।૧૬ ગજ રથ પરિવો, રમવા રયવાડી સંચો; સાથે સમરથ છે પરિવાર, પાળા પાયકનો નહીં પાર. ।।૧૭ જાતાં ભાણ મથાળે થયો, મોટી અટવીમાંહે ગયો; થાકો રાજા વડ વિશ્રામ, છાયા લાગી અતિ અભિરામ. ।।૧૮ લાગી તૃષા નિર મન ધર્યું, પાણી દીઠું ઝાબલ ભર્યું; પાની પીધઓ ગલણે ગલી, હાથ પગ મુખ ધોયા વલી. ।।૧૯ કરી રયવાડી પાછા વલ્યો, પહેલાં જઈ પટરાણી મલ્યો; પટરાણી રલિયાત થઈ, થાકયો શય્યા પોઢ્યો જઈ. ।।૨૦ આવી નિદ્રાયણી પડી, પાસે રહી પટરાણી વડી; હાથ પાય મુખ નીરખે જામ, તે કીડા નવિ દેખે ઠામ. ૨૧ રાણી મન કૌતુક વસ્યો, હરખી રાણી હિયડે હસ્યો; જાગ્યો રાજા આલસ મોડ, રાણી પૂછે બે કર જોડ. ૨૨ સ્વામી કાલ રયવાડી કિહાં, હાથ પાય મુખ ધોયા જિહાં; તે જલનો કારણ છે ઘણો, સ્વામી કાજ સરશે આપનો. ૨૩।। રાજા જપે રાણી સૂણો, અટવી પંથ અછે અતિ ઘણો; વડ તીર ઝાબલ જલ ભર્યો, હાથ પાય મુખ ધોવન કર્યો. ૨૪ મેં પ્રભુ લીધો તેહનો ભેદ, આપણ જાણ્યું વડ વિછે; રથ જોતરીઆ તુરંગમ લેપ, રાય રાણી મીલ ચાલ્યા બેય. ।।૨૫ તિહાં દીઠું ઝાબલ વડ તીર, જાણે માન સરોવર નીર; હરખી રાણી હીયડે રંગ, રાજા અંગ પખાળે ચંગ. ગયો ને વધ્યો કષ્ટ સોવન સમાન; વાન, દેહ થઈ આવ્યો રાજા એલગપુરી, માંડે ઓચ્છવ આણંદ ધરી. ।।૨૭ ઘર ઘર તલિયા તોરણ તાટ, આવે વધામણાં માણિક માટ; ભારી ઘણ આવે ભેટણો, દાન અમોલક દીજે ઘણો. ।।૨૮ રાય રાણી મન થયો સંતોષ, કો અમારીતણો નિઘોષ; સસભૂમિ ઢાલે પર્યંક, તિહાં રાજા સુવે નિઃશંક ।।૨૯ ચંદન ચંપક પુર કપૂર, મહકે વાસ અગર ભરપૂર; રયણીભર સુપનાંતર લહે, જાણે નર કોઈ આવી કહે. ।।૩૦ અતિ ઊંચો કરી અંબ પ્રમાણ, નીલો ઘોડો નીલો પલાણ; નીલા ટોપ નીલા હથીઆર, નીલ વરણ આવ્યો અસવાર. ।।૩૧ સુણ રે એલગપુરના ભૂપ, જિહાં જલ પીધો તીહાં છે કૂ ૫; પ્રગટ કરાવે વહેલો થઈ, તિહાં પ્રતિમા માહરી છે સહી. ।।૩૨ એરિક્ષ પા ર૬ જે કીડાનો ઠામજ જો નવિ જાઈ તેહને રાય રાણી સંકટ
SR No.032036
Book TitleAntariksh Parshwanath
Original Sutra AuthorN/A
AuthorJambuvijay, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages60
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy