SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ એલચપુરના એલચ અપરનામ શ્રીપાળ નામના ચંદ્રવંશીય રાજાનો જે ઉલ્લેખ છે. તે પણ મળી રહે છે. એલચપુર શહેર ઉમરાવતીથી વાયવ્યકોણમાં ૩૦ માઈલ દૂર, તેમજ આકોલાથી ઈશાનકોણમાં લગભગ ૫૦ માઈલે તથા અંતરિક્ષજી-શિરપુરથી લગભગ ૯૫ માઈલે આવેલું છે. અત્યારે પણ આ લગભગ ચાલીશ હજાર મનુષ્યની વસ્તુવાળું શહેર છે. ઈતિહાસ એમ કહે છે કે એલિચપુર અંગ્રેજોના હાથમાં આવ્યું લગભગ ત્યાંસુધી સેંકડો વર્ષ સુધી સમગ્ર વરાડ દેશના પાટનગર તરીકે હતું. છેલ્લા હજાર વર્ષનો વરાડનો ઈતિહાસ એલિચપુરથી છૂટો પાડી શકાય તેમ નથી. એટલે અંતિરિક્ષજી-શિરપુર વરાડ દેશનું જ ગામ હોવાને લીધે વરાડનો રાજા એલિચપુરથી નીકળીને શાંતિ મેળવવા માટે ત્યાં ગયો હોય એ સર્વથા બંધબેસતું છે. વળી આ દેશના જૈનેતર ઈતિહાસકારો પણ જૂનાં લખાણો આદિને આધારે જણાવે છે કે ‘‘ઈલરાજા સં.૧૧૧૫માં એલિચપુરની ગાદી ઉપર આવ્યો હતો અને તે ચુસ્ત જૈનધર્મી હતો, તથા તેણે વરાડમાં જૈનધર્મના પ્રચાર માટે ઘણો પ્રયત્ન કર્યો હતો.'' આ ઈલ અને આપણો એલચ એક જ ગણાય છે. અહીંના દિગંબર જૈનો તો અંતરિક્ષજીના સ્થાપક રાજાનું ફ્ક્ત નામ જ જણાવે છે આની સાથે પદ્માવતી દેવીએ સ. ૧૧૧૫માં ગાદીએ આવેલ રાજા સં. ૧૧૪૨માં પ્રતિષ્ઠા કરે એ વાત સર્વથા સંભવિત છે. તવારીખી ઈ અમજદી નામના એક જૂના ફારસીભાષાના ગ્રંથના મુસ્લિમ લેખકે એવી કલ્પના કરી છે કે ‘ ત્ત્ત રાજાના નામ ઉપરથી મેતિપુર્ નામ પડ્યું છે.' શ શબ્દનો અર્થ રાજા થાય છે. (ફ્ત+શ) ફ્લેશ એટલે ‘ઈલ રાજા’. અને ફતેપુર ઉપરથી કાળક્રમે ઘસાઈને એતિપુર્ થયું હોય એમ સ્થાનિક લોકોની સંભાવના છે. પરંતુ સંશોધન કરીને હમણાં નિર્ણિત કર્યું છે કે ‘એલિચપુરનું મૂળ નામ અલચપુર જ હતું. અલચપુરના કાળક્રમે अलचपुर વગેરે અપભ્રંશો થઈને હમણાં એલિચપુર બોલાય છે. આ અલચપુરની ગાદીએ इल રાજા સં. ૧૧૧૫માં આવ્યો હતો.' વિદર્ભ (વરાડ)માં વસતા ક્ષત્રિય રાજાઓ ભોજકુળના હતા અને તેથી ચંદ્રવંશીય જ હતા એમ પણ ઈતિહાસકારો જણાવે છે. એટલે સરવાળે ભાવવિજય ગણીએ જણાવેલી બધી વાતો મળી રહે છે. પદ્માવતીદેવીએ ભાવવિજયજી ગણીને જે જણાવ્યું છે કે ‘શ્રીપાળરાજા અંતરિક્ષપાર્શ્વનાથભગવાનને ગાડામાં સ્થાપીને લઈને આવતાં વડના ઝાડ નીચે આવ્યો. ત્યાં પાછું વાળીને જોવાથી પ્રતિમા આકાશમાં અદ્ધર થઈ ગઈ. રાજાએ તે પ્રતિમા પધરાવવા સુંદર મંદિર બંધાવ્યું, પરંતુ ‘આ પ્રતિમા સ્થાપવાથી આ જિનાલય સાથે મારું નામ પણ બરાબર મળી રહે છે. અંતરિક્ષજી શિરપુર ગામની પાસે જ બહાર એક બગીચો છે કે જે આપણા જૈનમંદિરના જ તાબામાં છે. તેમાં એક કલાપૂર્ણ અને વિશાળ સુંદર જિનમંદિર છે. અને તેની નજીકમાં વારિસ પ્રાથ
SR No.032036
Book TitleAntariksh Parshwanath
Original Sutra AuthorN/A
AuthorJambuvijay, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages60
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy