SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ પલાયન થઈ જાય છે. આ મૂર્તિના સ્પર્શથી પવિત્ર થયેલા પાણીથી સર્વે દુષ્ટ ગ્રહો શમી જાય છે. %િ વહુના ? બહુ શું વર્ણન કરવું ? હે રાજન ! સર્વ મનોરથોને પૂર્ણ કરનારી આ મૂર્તિ કલિયુગમા સાક્ષાત ચિન્તામણિરત્ન સમાન છે. હું નાગરાજ ધરણેન્દ્રનો સેવક છું અને તેના આદેશથી અહી રહીને ભગવાનની મૂર્તિની ભક્તિથી ઉપાસના કરું છું. આ પ્રમાણે દેવનું કથન સાંભળીને ભકિતથી ઉલ્લસિત મનવાળા રાજાએ દેવ પાસે પ્રત્યક્ષ ચમત્કાર કરનારી મૂર્તિની માગણી કરી દેવે કહ્યું કે “રાજન ! ધન-ધાન્ય વગેરે તું જે કંઈ માગે તે આપીશ, પણ મૂર્તિ નહીં આપું.' આ પ્રમાણે દેવે ઘણું સમજાવ્યું તો પણ મૂર્તિ જ લેવાની ઈચ્છાવાળા રાજાએ પારણું ન કર્યું. પ્રાણ જાય તો ભલે જાય; પણ મૂર્તિ લીધા વિના પાછો નહીં કરું.” આ પ્રમાણે દઢ નિશ્ચય કરીને બેઠેલા રાજાને ભોજન પાણી લીધા વિના સાત દિવસો વિતી ગયા. તેના તપના પ્રભાવથી ધરણેઢે કહ્યું કે-રાજન ! સાંભળ, સવારે, સવારમાં સ્નાન કરીને સ્વચ્છ થઈને તું અહીં કૂવા પાસે આવજે. પછી નાલ(જવારીના સાંઠા)ની પાલખી બનાવીને સુતરના તાંતણાથી બાંધીને કૂવામાં ઘડાની જેમ ઉતારજે. હું તેમાં મૂર્તિ મૂકી દઈશ. પછી બહાર કાઢીને નાલના(જવારીના સાંઠાના) બનાવેલા રથમાં તું પ્રતિમા મૂકી દેજે અને પછી સાત દિવસના જન્મેલા વાછરડા રથને જોડીને તું આગળ ચાલજે ને રથ તારી પાછળ ચાલ્યો આવશે. તારી જ્યાં આ પ્રતિમા લઈ જવાની ઈચ્છા હોય ત્યાં લઈ જજે પણ પાછું વાળીને જોઈશ નહીં, જે જોઈશ તો પ્રતિમા નહીં આવે. આ પંચમ કાલ હોવાથી અદશ્યપણે મૂર્તિમાં અધિષ્ઠિત રહીને આ પ્રતિમાની ઉપાસના કરનારના મનોરથો હું પૂર્ણ કરીશ.' આ પ્રમાણે કહીને નાગરાજ ધરણેન્દ્ર ચાલ્યા ગયા પછી સવારમાં રાજાએ ધરણંદ્રના કહ્યા પ્રમાણે બધું કર્યું. કૂવામાંથી પ્રતિમા બહાર કાઢીને રાજાએ નાલના રથમાં મૂકી અને બે વાછરડા રથને જોડીને રાજા આગળ ચાલવા લાગ્યો. કેટલેક દૂર ગયા પછી રાજાના મનમાં શંકા ઉત્પન્ન થઈ કે “રથનો અવાજ સંભળાતો નથી, તો શું ભગવાન નથી આવતા ?' આમ શંકાથી રાજાએ પાછું વાળીને જોયું તેથી તરત જ રથ મૂર્તિ નીચેથી આગળ નીકળી ગયો અને મૂર્તિ આકાશમાં સ્થિર થઈ ગઈ. ત્યાં વડના ઝાડ (આ ઝાડ હાલ બગીચામાં છે) નીચે સાત હાથ ઊંચે આકાશમાં અદ્ધર રહેલી ભગવાનની પ્રતિમા જોઈને લોકો “અંતરિક્ષ પાર્શ્વનાથ' કહેવા લાગ્યા. રસ્તામાં જ પ્રતિમાજી સ્થિર થઈ જવાને લીધે ખિન્ન થયેલા રાજાએ ફરીથી ધરણંદ્રની આરાધના કરી. ધરણેઢે કહ્યું કે આ પ્રતિમા અહીંઆ જ રહેશે તેથી રાજાએ ત્યાં જ એક લાખ મુદ્રા (સિક્કા) ખર્ચીને રંગમંડપથી સુશોભિત વિશાલ ચૈત્ય કરાવ્યું (આ મંદિર પનવીના નામે હાલમાં છે.) સંપૂર્ણ થયેલા મંદિરને જોઈને રાજાએ વિચાર કર્યો કે અહો ! આ મંદિરથી મારું નામ કાયમ થઈ જશે-ચિરકાળ સુધી ચાલશે. રાજાના મનમાં આ જાતનું અભિમાન ઉત્પન્ન થવાથી રાજાએ મંદિરમાં પધરાવવા માટે | થી અંતરિક્ષ પાર્શ્વનાથ નો કાર ૧૬
SR No.032036
Book TitleAntariksh Parshwanath
Original Sutra AuthorN/A
AuthorJambuvijay, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages60
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy