SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ રૂઢ થઈને સ્વ-નગર એલચપુર સૂર્યાસ્ત સમયે આવી પહોંચ્યા, અને સ્વ-રાજમહેલમાં પ્રવેશ કર્યાં. રાણી સાહ્યમા તે રાજાજીની રાહ જોતાં થાક્યાં હતાં. રાણીસાહેબના નાકરવર્ગ પણ રાજાની દિશામાં જ મીટ માંડીને બેઠા હતા, પણ રાજાનું આગમન થતાં સર્વ આન–પ્રમાદના સાગરમાં મ્હાલવા લાગ્યા. સૌએ શ્રીપાલ મહારાજાનું સ્વાગત કર્યું. રાજ્ય-દરબારમાં આનંદનું મેાજી ફરી વળ્યું અને સર્વ સાયકાલીન આવશ્યક ક્રિયાઓમાં ગુલ્તાન અન્યાં. રાજાશ્રી પણ સ્વેષ્ટદેવનું સ્મરણ કરીને આરામગૃહની પુણ્યશય્યામાં નિદ્રાની કામના સેવતા નવકાર મંત્રનું સ્મરણ કરે છે. અને ઘણા સમયથી રીસામણાં લઇ બેઠેલી નિદ્રા આજે સામી આવીને શ્રીપાલ મહારાજાને ભેટી પડી. મતલબ કે શ્રીપાળ, ઘસઘસાટ નિદ્રાના મીઠા સ્વાદને ચાખવા લાગ્યા. રાજાની ભક્ત પતિવ્રતા રાણી શ્રીમતી, શ્રીપાલ મહારાજાની સેવામાં એકનિષ્ઠ રહેતાં હતાં. ક્ષણેક્ષણ અને પલેપલ રાજાની તજવીજ, અનુકૂળતા, રાણીસાહેબ, પાતે જ સાચવતાં હતાં. આજે પણ તેઓ રાજાની નિકટ બેઠાં હતાં. અને રાજા શ્રીપાલને ઘસઘસાટ આવેલી નિદ્રા જોઈને વિસ્મયના વારિધિમાં અમેાળાઈ ગયાં. વાહ ઘણા સમયના ઉજાગરાએ પછી એકાએક રાજા શ્રીપાલને નિદ્રા આવી. આશ્ચર્ય ચકિત રાણીશ્રી ઉઠ્યાં અને રાજાજીના મુખદન કરતાં દેખાયું કે, રાજાજીના મુખ પર, હાથ-પગ ઉપર જરા પણ કાઢ રાગનું ચિન્હ જ નથી. કંચનમય ઝળહળતું તેજ મુખ પર વ્યાપી ગયેલું જોઇને રાણીસાહેબ પણ હુ ઘેલા બન્યાં અને રાજાજીને પ્રશ્ન પૂછ
SR No.032034
Book TitleAntariksh Tirth Mahatmya
Original Sutra AuthorN/A
AuthorVijaybhuvantilaksuri, Bhadrankarvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year1965
Total Pages222
LanguageHindi, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy