SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ મંત્રયુક્તસારસ્વતચિંતામણીયંત્ર આ યંત્ર નૈષધ મહાકાવ્યના રચયિતા સરસ્વતી ના વરદ પુત્ર મહાકવિ શ્રીહર્ષનું બનાવેલું છે. હું તેઓએ ૧ વર્ષ સુધી અનન્યમનથી આ યંત્રની અંદર રહેલા મંત્રનો જાપ કરીને સરસ્વતી (ત્રિપુરા) દેવીને પ્રત્યક્ષ કરી અદ્વિતીય વિદ્વતા પ્રાપ્ત કરી હતી. પ્રખરતમ પાંડિત્યપૂર્ણ કથનને વિદ્વાનો પણ ઉકેલી ન શકતા હોવાથી ફરી દેવીને પ્રિત્યક્ષ કરી ઉપાય પૂછયો. કે મારા કથનને લોકો કેવી રીતે સમજી શકશે ? જવાબ આપ્યો. અર્ધરાત્રીએ મસ્તક ઉપર ભીના વસ્ત્રને બાંધવો. દહિં (મઠા) નું પાન કરવું. જેથી કફની બહુલતા થશે એટલે બુદ્ધિમાં જડતા આવશે. તે પ્રમાણે કર્યું અને પછી વિદ્વાનો તેના ભાવને સમજવા લાગ્યાં અને ક્રમશઃ ધૈર્ય વિચાર પ્રકરણ, શ્રી વિજય પ્રશસ્તિ, ખંડન ખણ્ડખાદ્ય, નૈષધીય ચરિત મહાકાવ્ય વિગેરે અગાધ પાંડિત્ય થી પરિપૂર્ણ અનેક ગ્રંથોની રચના કરી. કચિંતામણી મંત્રનું સ્વરૂપ :अवामावामार्धे सकलमुभयाकारघटनाद्, द्विधाभूतं रूपं भगवदभिधेयं भवति यत् । तदन्तर्मन्त्रं मे स्मर हरमयं सेन्दुममलं, - નિરાધાર શરવM૫ નપુતે સિધ્યા સ તે || | (નૈષધચરિત ૧૪/૮૫) આદિ અને અંતમાં ૐ (ઝોન) પ્રણવથી યુક્ત, બે અકારોના સંયોગથી બંને પ્રકારે ('{' ‘’ એ પ્રકારે વિભક્ત અથવા બંને આકાર અર્થાત પ્રણવ () ના સંપુટીકરણથી બે આકારવાળું) શિવવાચક જે (ગાઁ ગોમ એ રીતે) સ્વરૂપ થાય છે, તે શું નય અર્થાતુ હકાર રેફાત્મક = નિરાકાર અર્થાતુ બંને કારોથી રહિત (કેવલ બંન્ને હકાર - રેફયુક્ત) છું અને ચંદ્રથી યુક્ત એટલે કે ર એ સ્વરૂપવાલા, કલાયુક્ત {, એ પ્રકારે (ૐ રીં ૐ) આ મારા ‘ચિંતામણી” નામનાં સારસ્વત મંત્રનો હંમેશા માનસિક જપ કરવો. બે ત્રિકોણના સંયોગથી ષટ્કોણ સ્વરૂપ અને વચમાં ૐ { ૐ) થી યુક્ત જે હંમેશા આ મગ્ન યંત્રની ઉપાસના કરે તેને તે સિદ્ધ થાઓ, 3 અપૂર્વ વિદ્વતા પ્રાપ્ત થાય - બુદ્ધિ તીવ્ર બને. ,
SR No.032030
Book TitleSachitra Siddh Saraswati Sindhu
Original Sutra AuthorN/A
AuthorKulchandravijay
PublisherSankheshwar Parshwanath Jain Mandir
Publication Year1994
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy