SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ * સિદ્ધયંત્રોની પ્રભાવક્તા - તે પછીના યંત્રવિભાગમાં અનુભૂત અને પરમ પ્રભાવક યંત્રો સમજુતી સાથે લખ્યા છે. યંત્રમાં આંકડા જે ગોઠવાયેલા હોય છે તે દેવતાનું ગુહ્ય સ્વરૂપ ગણાય છે. અંકાક્ષરોની સંયોજના પણ નિશ્ચિત ગણતરી સાથે કરેલી હોય છે. તેમાં પણ જે પ્રથમના બે યંત્રો છે તેની પ્રભાવિકતા ધણી ગણેલી છે. ફક્ત નિત્ય દર્શન પૂજન કરવાથી બુદ્ધિ વિકાસ થવા લાગે છે. તે સિવાય જે કોઈ પણ યંત્રની ઉપાસના કરવાની ઈચ્છા થાય તેને શુભમુહૂત ચાંદી, તાંબા કે ભોજપત્ર પર દાડમની કલમથી અષ્ટગંધ શાહીથી ક્રમશઃ ૧-૨-૩-૪ ના ખાના ભરી લખવો, પવિત્રસ્થાને રાખી નિત્ય અર્ચન, પૂજનવિધિ જાણી કરવી. સાથોસાથ વન્યૌષધિના બુદ્ધિવર્ધક સારસ્વત ચૂર્ણના ૩૪ પ્રયોગો આપ્યા છે જે બાળકો યુવાનો સાધકોને ઉપયોગી થઈ શકે તેથી ધીરજલાલ ટોકરશી સંપાદિત “સ્મરણકલા” પુસ્તકમાંથી અક્ષરશ: સાભાર લીધા છે. દેવીના દુર્લભ ફોટાઓ. જ છે સો ઉપરાંત ફોટામાંથી સીલેકશન કરેલા અર્વાચીન ઈ.સ. ની ૯મી સદીથી લઈ આજ સુધીના, જુના તામિલનાડુ, પાલાબંગાળ, પંજાબ, બીકાનેર, ગ્વાલિયર, નાગપુર, પિંડવાડા, પાટણ, માઉન્ટ આબુ, તારંગા, સિરોહી, રાંતેજ, ભરુચ, સુરત, પાલિતાણા, લંડન તથા પ્રસિદ્ધ ચિત્રકારોના કુલ ૭૪ ફોટા ૫૬ પેજમાં મૂક્યા છે. તેમાં ૧૬ ફોટા બ્લેક એન્ડ વ્હાઈટ પ્રાચીનતાની ઓરીજનાલીટી જણાય અને જળવાય તેથી એમ જ રાખ્યા છે. પાકો ગ્રંથનું સાહિત્ય ક્યાંથી મળ્યું? 3સરસ્વતી સંબંધી જે કોઈ પણ સાહિત્ય પૂર્વાચાયરચિત, અનુભૂત સિદ્ધ સૂરિવરો, " મુનિવરો પ્રણીત કે અર્વાચીન કર્તાઓનું હોય, પ્રાચીન કે અર્વાચીન હોય તે જૈન જૈનેત્તરોનાસ્તોત્ર-સ્તવસ્તુતિ-કલ્પ-સરસ્વતીભક્તામર-અષ્ટક-છંદ-પ્રાર્થના-મંત્રો-યંત્રો અને આયુર્વેદીય બુદ્ધિવર્ધક સ્મૃતિ સર્જક પ્રયોગો તથા સાધનામાં આલંબન રુપ પ્રાચીન-અર્વાચીન ચિત્તાકર્ષક ૫૬ પેજ ફોટાઓ આ બધું એકજ સ્થાનેથી મળી જાય તે માટે જેસલમેર, પાટણ, ડભોઈ, વડોદરા, સુરતના હસ્તલિખિત જ્ઞાનભંડારોમાંથી તે સિવાય કાવ્યસંગ્રહ ભાગ ૨, ભૈરવપદ્માવતીકલ્પ, સરસ્વતી સ્તુતિ, સ્તોત્રસંગ્રહ, સરસ્વતી ઉપાસના વિગેરે પુસ્તકોમાંથી પાઠભેદો જોવા માટે ને કોઈ નવીન કૃતિ હોય તે સ્તોત્રાદિના સંગ્રહરૂપે રજુ કર્યું છે. એકંદરે શક્ય થયું તેટલું યત્કિંચિત શ્રી શ્રતદેવીના અંગ-પ્રત્યંગસ્વરુપસાહિત્ય અને ફોટા ભેગા કરી બાળકથી લઈ સાધકજીવોને ઉપયોગી થાય તે માટે રજુ કર્યા છે. આ બધામાં નિમિત બની છે સરસ્વતીની અગમ્ય પ્રેરણા અને પરમોપકારી પૂજ્ય ગુરુદેવશ્રીની ૫૧ વર્ષની દીવે સંયમયાત્રા. સં. ૨૦૪૯નું સુરત રાંદેર રોડ જૈન સંઘમાં આરાધના - સાધનામય પસાર થયેલું ચાર્તુમાસ ત્રણ જિનમંદિરોની અંજન-પ્રતિષ્ઠા, અને પૂજ્ય ગુરુદેવશ્રીના ૫૦ વર્ષના સંયમ પર્યાયનો ગુણાનુવાદ, તેની વિશિષ્ટ અનુમોદના કાજે સમાજ સમક્ષ
SR No.032030
Book TitleSachitra Siddh Saraswati Sindhu
Original Sutra AuthorN/A
AuthorKulchandravijay
PublisherSankheshwar Parshwanath Jain Mandir
Publication Year1994
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy