________________
૫૬
સરસ્વતી પ્રાર્થનાઓ રચયિતા :- ઉમાશંકર જોષી
ઉરમાં ઠરો... દેવી સરસ્વતી ઉરમાં ઠરો - ઉરમાં ઠરો મસ્તિષ્ક વરો દેવી સરસ્વતી....' વિદ્યા વારિધિની મસ્તીમાં જ્ઞાન સુધામૃતનો દો ઝરો
દેવી સરસ્વતી ઉરમાં ઠરો....૨ વાગીશ્વરી માં જિહ્યાએ રહો વાણીના દોષો સૌ દૂર કરો
દેવી સરસ્વતી ઉરમાં ઠરો....૩ દેવ-ગુરુ બૃહસ્પતિ સમજ્ઞાને અંતરદીપ ઝળહળતો કરો
દેવી સરસ્વતી ઉરમાં ઠરો....૪ સાહિત્ય નવરસ જ્ઞાતા કરીને ત્રિલોકમાંહે યશ પ્રસરો,
દેવી સરસ્વતી ઉરમાં ઠરો....૫ આનંદામૃત અર્પે અમોને દુર્બુદ્ધિ સહુ દૂર કરો
દેવી સરસ્વતી ઉરમાં ઠરો....૬
આ પ૭
વંદન મા, શારદા સ્નેહે આજે (૨) કરે જનવૃંદ એકી અવાજે
કંઠ શુદ્ધિ સધાવવા કાજે..... વંદન....૧ દિવ્યશક્તિ ! તું હસે વિરાજે શ્વેત વસ્ત્ર કંઠે માળા રાજે
વીણા પુસ્તક કરમાંહિ છાજે..... વંદન...૨ નયન ખુમારીના અમૃત પાજે આતુર સર્વ છે જ્ઞાનને કાજે
શિશુ જન કાજે વાત્સલ્ય ધાને વંદન....૩ સૂરિ-મુનિ સહુ તુજને નવાજે, લાજ રાખજે પંડિત સમાજે હા
ઝાઝું કહેતાં સેવક તો લાજે.... વંદન...૪