SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ બિન્દુ સરોવર શ્રી સ્થળની ભૂમિ પર મહર્ષિ કર્દમે વિષ્ણુની પ્રસન્નતા માટે ઉગ્ર તપ કરેલું છે. તપના પ્રભાવથી પ્રસન્ન વિષ્ણુએ અહીં કદમને સ્વ-સ્વરૂપનું દર્શન કરાવેલું છે, એટલું જ નહીં પણ કદમની અદ્ભુત શક્તિઓથી અંજાઈ સ્વયં વિષ્ણુએ કઈમના તેજમાં તેજ મિલાવી તેમના વીર્યથી અવતરવાનું વચન પણ આપેલ છે. યોગ્ય સમય પાકે ત્યારે વિવાહનો પ્રસ્તાવ સ્વીકારી ગૃહસ્થાશ્રમમાં જોડાવા વિષ્ણુએ કર્દમને બોઘ કરેલો છે. કર્દમના તપોબળથી પ્રસન્ન વિષ્ણુના ચક્ષુઓમાંથી હર્ષાશ્રુ આ ધરતી પર ટપકેલાં છે જેમાંથી બિન્દુ સરોવર બનેલું છે. આર્યાવર્તને પવિત્ર સરોવરોમાં બિન્દુસરોવરનું મહત્વ સવિશેષ છે. આ સરોવર સરસ્વતીના વહન માર્ગથી થોડા અંતરે દક્ષિણ-પશ્ચિમમાં આવેલું છે. લગભગ ચાલીસ ફુટ લંબાઈ પહોળાઈ ધરાવતો આ સમચોરસ કુંડ શ્રીગયાગદાઘર વિષ્ણુની મૂર્તિના સાનિધ્યમાં જ આવેલ છે. પાસે જ કર્દમ-દેવહૂતિ અને કપિલની મૂર્તિઓ વિદ્યમાન છે. વિષ્ણુના દર્શન બાદ કર્દમ બિન્દુસરોવર ઉપર ઘણો સમય તપ અને ધ્યાનમાં પ્રવૃત્ત રહ્યા. યોગાનુયોગ એવો સમય આવ્યો કે બ્રહ્માવર્તના પ્રજાપતિ મનુ સપરિવાર સુવર્ણના છત્રવાળા રથમાં શ્રીસ્થળની યાત્રાએ આવ્યા. તેઓએ કર્દમના તપોબલની પ્રશંસા તો સાંભળેલી પરંતુ પ્રત્યક્ષમાં કદમની દેદિપ્યમાન પ્રતિભાને નિહાળી તો આનંદવિભોર બની ઊઠ્યા. કદમને જોતાં જ મનુએ પોતાની વહાલસોયી બેટી દેવહૂતિનો હાથ કર્દમના હાથમાં સોંપવા તલપાપડ બની ગયા. મનુએ દેવહૂતિના લગ્નનો પ્રસ્તાવ મૂક્યો અને કર્દમે પણ દૈવ સંકેત સમજી તેને વધાવી લીધો. ધામધૂમપૂર્વક લગ્ન યોજાયાં. લગ્ન બાદ જાતે તૈયાર કરેલા વિમાનમાં કદમ દેવહૂતિ અને તેની સખિઓ પૃથ્વીના પરિભ્રમણ માટે નીકળી ગયાં. સંપૂર્ણ યાત્રાને અંતે તેઓ આશ્રમમાં પરત આવ્યાં. કર્દમ અને દેવહૂતિના ગૃહસ્થાશ્રમનો સંસાર શરૂ થયો. આદર્શ ગૃહસ્થાશ્રમ વિના ઈશ્વરનો અવતાર સંભવિત નથી. તપથી મનુષ્યને જે તપોબલ પ્રાપ્ત થાય છે તેમાં જ ઈશ્વરનો અંશ સન્નિહિત હોય છે. આ તેજનો અંશ ધર્મપરાયણ ગૃહસ્થાશ્રમ દ્વારા પૃથ્વી ઉપર અવતરે છે. આ રીતે પૃથ્વી ઉપર ભગવાનનો અવતાર થાય છે. સમય વિત્યે ગૃહસ્થ ધર્મથી દેવહૂતિ ગર્ભવતી બની. એક શુભ દિવસના શુભ
SR No.032029
Book TitleSarasvatini Garima
Original Sutra AuthorN/A
AuthorGajanan Dave
PublisherRashtriya Itihas Ujagar Yojna
Publication Year1997
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy