SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ વાલ્યખિભેશ્વર મહાદેવ તરીકે એક શિવલિંગની સ્થાપના કરેલી છે. અહીં સરસ્વતીમાં સ્નાન કરી વાલ્મખિભેશ્વરની જે વિધિવત ઉપાસના પૂજા કરે છે તે બ્રહ્મ હત્યાના પાપથી પણ છૂટી જાય છે. ખાસ કરીને આ શિવલિંગની ઉપાસના કરી કુમારિકાઓનું પુજન તથા શિવ-પાર્વતી પરાયણ સુવાસિનીઓના જોડાને ભોજન કરાવવાથી ચોરી, પર સ્ત્રી ગમન, અને ભક્ષ્યાભઢ્યના મહાપાતકો પણ નાશ થાય છે. શ્રાવણ માસમાં આઠમ અને ચૌદશની તિથિઓ શિવ-પાર્વતીના પુજન માટે શ્રેષ્ઠ ગણેલી છે તાંબાના પાત્રમાં અન્ન વિ. ભરી વસ્ત્ર સાથે પુરાણના જાણકાર કે વાર્તાકારને દાન આપવાથી શિવ-પાર્વતી ખૂબ પ્રસન્ન બને છે. આ વાભેખિલ્ય આશ્રમ શિવની ઉપાસના માટે સર્વોત્તમ સ્થાન છે. ૩૬. એકધાર તીર્થ - સરસ્વતીના કિનારે ઉત્તર દિશામાં એક વિશાળ ઉપવન હતું. આ ઉપવનમાં બનેલ એક ઐતિહાસિક ઘટનાએ તેના ઉત્તર ભાગને એકદ્વાર તીર્થ તરીકેની પ્રસિદ્ધિ બક્ષેલ છે. આ તીર્થ દાનવ્રતની ઉજ્વલ પરમ્પરાના ઇતિહાસ પર પ્રકાશ પાડે છે. આ વ્રત માણસને મમતાના બંધનમાંથી છોડાવવાનું સામર્થ્ય ધરાવે છે. આંગણે આવેલા યાચકને પ્રસન્નતાપૂર્વક દાન આપી સંતોષવાથી મનમાં જે વૃત્તિ વિકસે છે તે વૃત્તિ જ મમતાના બંધનો કાપવામાં સહાયક બને છે. જો આ દાનવૃત્તિનો વિકાસ ન થતો હોય તો મનુષ્યનું મન મનુષ્યને ભયાનક સંગ્રાહક વૃત્તિઓનો શિકાર બનાવી કેવળ સંગ્રહખોર પ્રાણી જ બનાવે છે. લેવું, મેળવવું, પડાવવું કે લૂંટવું તે સ્વાભાવિક વૃત્તિઓ છે. આ સ્વાભાવિક વૃત્તિઓ ઉપર વિજય મેળવવા માટે દયાના આધારવાળી દાનવૃત્તિ મનુષ્યને ઉચ્ચતમ સંસ્કાર અર્પે છે. અન્યોના દુ:ખથી રૂદયને પીગાળવાનું કામ દયા જ કરી શકે છે અને દયા જ દાનવૃત્તિને વિકસાવે છે. એટલે મમત્વના બંધન કાપી મોક્ષનું સાધન સંપાદન કરવામાં દાનવ્રતનો ખૂબ જ મહિમા છે. દાનવ્રતના કઠોર નિયમ પાલનથી સર્જાતી મુશ્કેલીઓમાં પણ જે અકા રહે છે તેનું દષ્ટાંત આ ઇતિહાસ પુરું પાડે છે. કુશકેતુ નામના રાજાને ધનકેતુ નામે એકનો એક પુત્ર હતો. ઉંમરલાયક થતાં પુત્રનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો. રાજ્યની તમામ કાર્યભાર પુત્રને સોંપી પિતાએ નિવૃત્તિ લઈ લીધી. ધનકેતુ જેવો કુશળ પ્રશાસક હતો તેવો જ દાનવૃત્તિ માટે મશહૂર હતો. દાનવૃત્તિને કારણે તેની પાસે યાચકોની ભારે અવરજવર રહેતી. દાનથી રાજ્યનો કોષ ઘટતો જતો નહોતો પરંતુ નિરંતર સમૃદ્ધ થયે જતો હતો. ધનતુ માનતો હતો કે આપ્યા વિના મળતું જ નથી. માંગીને કે પડાવીને મેળવી શકાય પણ અનાયાસ આપોઆપ તો ત્યારે જ મળે કે જ્યારે આપવાની મનોવૃત્તિ પૂરજોશમાં ખીલે. ધરતી પાસેથી અન્ન વિ. મેળવવા માટે પ્રથમ તેને અર્પણ કરવું * ૩૨
SR No.032029
Book TitleSarasvatini Garima
Original Sutra AuthorN/A
AuthorGajanan Dave
PublisherRashtriya Itihas Ujagar Yojna
Publication Year1997
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy