SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ બંનેએ સરસ્વતીના આ તીર્થમાં નિત્ય સ્નાનનો જીવનક્રમ બનાવ્યો. નિત્ય આ તીર્થમાં સ્નાન દેવ અને પિતૃતર્પણ કરી સદેહે સ્વર્ગનો આનંદ મેળવવા તેઓ ભાગ્યવાન બન્યા એવો ઈતિહાસ પ્રાપ્ય છે. અહીંથી સરસ્વતી સંગમેશ્વર તીર્થમાં પહોંચી ૨૦. સંગમેશ્વર અહીં સંગમેશ્વર ભગવાનનું સ્થાન છે. ઋષિ મુનિઓના તપથી આ ભૂમિ પવિત્ર બન્યાનો પ્રાચીન ઇતિહાસ છે. સરસ્વતીના જળમાં સ્નાન અને પિતૃતર્પણ માટે આસપાસના વિસ્તારોમાં સુપ્રસિદ્ધ સ્થાન છે. ૨૧. કોટર તીર્થ આ ક્ષેત્ર પણ સરસ્વતીના જળના રસકસથી સમૃદ્ધ છે. વનસૃષ્ટિ અને જીવ સૃષ્ટિ સરસ્વતીના જળથી સંતુષ્ટ થઈ પ્રસન્નતા વ્યક્ત કરે છે. મનુષ્યો તીર્થસ્નાન માટે આવી પરમ આનંદનો લ્હાવો લૂંટે છે. ૨૨. મૃકુંડેશ્વર તીર્થ સરસ્વતીના કિનારે આવેલું આ એક સુપ્રસિદ્ધ તીર્થ છે. અહીં મૃકંડેશ્વર મહાદેવનું સ્વયંભૂ શિવલિંગ છે. વિભિન્ન પર્વ અને તહેવારો પર જનસમૂહ સ્નાનદાન અને પિતૃઓનું તર્પણ કરવા અહીં આવે છે. અહિં સરસ્વતીને મળવા અન્ય સખિઓ પણ આવે છે. આ લખી રહ્યો હતો ત્યારે ઉપસ્થિત એક મિત્રે સવાલ કર્યો કે સરસ્વતીને વળી સખિઓ કઈ ? સૌ કોઈ જાણે છે કે સરસ્વતી બ્રહ્મપુત્રી છે. બ્રહ્માની બેટી છે. પણ દેવોના કાર્ય માટે જળ સ્વરૂપ બની સ્વર્ગમાંથી ભારતની ભૂમિ પર અવતરી છે. આપણે અવતારવાદમાં વિશ્વાસ ધરાવીયે છીએ. આ વિચારો સમજવા મેં તેમને અવતારવાદનું પ્રકરણ વાંચી જવા સૂચવ્યું. જો સરસ્વતી જલ સ્વરૂપે વહે તો જળની સખિઓ પણ જળ પ્રવાહો જ હોય જ્યાં ત્યાંથી દોડી આવી સરસ્વતીને ભેટવા ઘણા જળપ્રવાહો પ્રયત્નશીલ દેખાય છે. જેમ સમર્થ મનુષ્યને ભેટવા માનવો મળતા હોય છે તેમ પવિત્ર નદિયોને ભેટવા અનેક નાના-મોટા પ્રવાહો ઉત્સુક બની આવતા હોય છે. આકાશમાંથી વરસતા જળપ્રવાહો પણ પવિત્ર નદિયોના સંગમ-સત્સંગ કરી જળદેવના આદિસ્થાન સમુદ્રમાં પુન: જતા રહેતા હોય છે. મિત્રે કેટલાક વિવાદ ખડો કરતાં તેના પ્રત્યુત્તરમાં જલ પણ જન્મ લે છે. તે વાત સમજાવી પડી. જલનો ભંડાર સમુદ્ર, નદિયો, ઝરણાં, વાવ, કુવા, વહેળા અને પૃથ્વી પર થતી વૃષ્ટિ છે. આ જલસૃષ્ટિ છે; આ જળો વિષ્ણુના પ્રભાવથી વૃક્ષ
SR No.032029
Book TitleSarasvatini Garima
Original Sutra AuthorN/A
AuthorGajanan Dave
PublisherRashtriya Itihas Ujagar Yojna
Publication Year1997
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy