SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ પલાપન શિવદૂતી શિવ પાસે પહોંચી શિવદૂતીની પલાયન વૃત્તિથી છંછેડાઈ ક્રોધે ભરાયેલા શિવે તેનો ડાબો કાન જોરથી મસળ્યો. કાન મસળવાથી તેમાંથી એક વિકરાળ કૃત્યા ઉત્પન્ન થઈ. તેની આંખમાંથી અંગારા ઝરતા હતા. આગ જેવી જીભ લપ લપાવતી આ કૃત્યા કર્ણમોટીએ શંકર પાસે આદેશ માંગ્યો. શંકરનો આદેશ શિર પર ચઢાવી આ વિકરાળ કર્ણમોટી એક સાથે સો-સો અસુરોનું ભક્ષણ કરતી ઘૂમવા લાગી. અસુર છાવણીમાં આતંક ફેલાઈ ગયો. પ્રાણ રક્ષા માટે અસુરો પલાયન કરવા લાગ્યા. મુંડકાસુર પણ પ્રાણસંકટની બાજીને સમજી જઈ ભૂમિ ફોડી પાતાલમાં પેસી ગયો. કર્ણમોટી પણ તેના પાછળ-પાછળ ભૂમિ ફોડી પાતાળમાં જઈ પહોંચી અને તેને યમસદન પહોંચાડી દીધો. કર્ણમોટીએ આ અસુરની ચામડી ઉતારી તેને શરીર પર ઓઢી હાથમાં તેનું મસ્તક પકડી ભયંકર અટ્ટહાસ્ય સાથે શંકર સમક્ષ ઉપસ્થિત થઈ. કર્ણકોટીના આ અભૂતપૂર્વક પરાક્રમના સ્વરૂપ સાથે દૂરથી આવતી જોઈ શંકરે પ્રસન્ન ઉદ્ઘોષ સાથે વધાવી ને બોલ્યા, હે ચર્મમુડાં, ચામુંડા, આ કર્ણકોટીને શકરે ચામુંડા નામથી સંબોધી. પ્રસન્ન શંકરે તેને વરદાન મેળવવા કહ્યું. પણ તેણે આ કૃત્ય બદલ કેવળ અપરાધ મુક્તિની ક્ષમા માંગી શંકરે અન્ય માતૃકાઓની જોડે તપમાં જોડાઈ જેમ માતા બાળકનું રક્ષણ કરે છે તેમ લોકરક્ષાની જવાબદારી નિભાવવા ત્યાં જ રહેવા અનુરોધ કર્યો. પુત્રની રક્ષા માટે ચિંતીત માતા આ તીર્થમાં ત્રણ ઉપવાસ સાથે ત્રણ સમયનું ત્રિકાળ સ્નાન કરી માતૃકાઓના મંત્રજાપનું અનુષ્ઠાન કરે તો માતૃકાઓ સર્વ મનોરથ પૂર્ણ કરે છે. અહીંથી વિદાય લઈ સરસ્વતી અનરક તીર્થમાં પહોંચી. ૧૯. અનારક તીર્થ આ તીર્થના પ્રાચીન ઇતિહાસ મુજબ સોમશર્મા નામે એક અત્યંત દરિદ્ર પણ ધર્મપરાયણ બ્રાહ્મણ અહીં રહેતો હતો. ધર્મના સાક્ષાત અવતાર જેવી દમની નામે તેને પત્ની હતી. દમનીનો અર્થ થાય છે. મનનું દમન કરનારી. સાચે જ આ સ્ત્રી એક ધર્મપરાયણ પત્ની હતી. બંને પતિ-પત્ની દરિદ્ર હોવા છતાંય સદૈવ આનંદથી દિવસો વિતાવતા હતાં. તેમના આનંદનું કારણ એક બીજાને અનુકૂળ થઈ પરસ્પર વ્યવહાર કરવાનો તેમનો સ્વભાવ હતો. પતિની સેવા અને આજ્ઞાને જ દમની ધર્મ સમજતી હતી. પતિને સદા-સર્વદા પ્રસન્નચિત્ર રાખવામાં જ દમની સ્વયંની પ્રસન્નતા અનુભવતી હતી. સોમશર્મા પણ સ્ત્રીના સ્વમાન અને આદરને સાચવવામાં સ્વયંના સ્વમાન અને આદરનું દર્શન કરતો ૨
SR No.032029
Book TitleSarasvatini Garima
Original Sutra AuthorN/A
AuthorGajanan Dave
PublisherRashtriya Itihas Ujagar Yojna
Publication Year1997
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy