SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ હતો. મુનિ નિત્ય નૈમિત્તિક કાર્યમાં વ્યસ્ત હતા સૂર્યના સોનેરી કિરણોએ આશ્રમના તપોવનમાં નવીન ઉલ્લાસ પ્રકટાવી ચેતનાનો સંચાર શરૂ કર્યો હતો. શિષ્યો સ્વાધ્યાયના વેદમંત્રોથી આશ્રમના વાતાવરણને પવિત્રતાના વાયુમંડળમાં પરિવર્તિત કરી રહ્યા હતા. એવામાં એક નવીન આગંતુકે આશ્રમમાં પ્રવેશ કર્યો. આ આગંતુક વ્યક્તિ કોઈ સર્વસાધારણ પુરુષ નહીં પણ મનુષ્યના વેશમાં સ્વયં વિષ્ણુ ઉપસ્થિત હતા. મુનિએ તેમને ઓળખી લીધા અને શિષ્યોને આસન આપવા જણાવ્યું. ભગવાનને આસન આપવાના ઉપલક્ષમાં (ચિન્હ) આ ક્ષેત્રનું નામ આરાસન ગણાય છે. મુનિએ અર્થપાટથી ભગવાનનું પુજન કરી આ આશ્રમને પાવન કરવાનું પ્રયોજન પુછ્યું. | મુનિના વેશમાં ઉપસ્થિત વિષ્ણુએ જણાવ્યું કે હે, મુનિ, સંતાન પ્રાપ્તિની ઇચ્છાએ સર્વત્ર ફરી-ફરીને હું નિરાશ થયેલો છું. અહીં આપના માર્ગદર્શન માટે આવ્યો છું. આપ મારી મનોકામના પૂર્ણ બને એવો ઉપાય બતાવો. | નવીન આગૃતકના વચનો સાંભળી તંડિ બોલ્યા કે કહેવાયું છે કે આ સૃષ્ટિમાં દષ્ટ અથવા અદષ્ટ કોઈપણ ફળ પ્રાપ્તિ માટે શિવ જ એકમાત્ર આરાધ્ય દેવ છે. શિવ શીધ્ર પ્રસન્ન થઈ મનોકામના પૂર્ણ કરે છે. સુર, અસુર, અને મનુષ્ય બધાજ પોતાની મનોકામના પૂર્ણ કરવા તેમને ભજે છે. શિવની ઉપાસના વિના અન્ય કોઈ માર્ગ પુત્ર કામના માટે નથી. ઉપાસના માટે વિધિ વિધાનના ઉત્તરમાં તંડિએ જણાવ્યું સર્વપ્રથમ તો શ્રદ્ધા અને ભક્તિપૂર્વકનું અંત:કરણ જોઈએ. તમામ વિષયોના વિકારો પર વિજય મેળવ્યા વિના અંત:કરણ નિર્મળ થતું નથી. સામાન્ય અનુભવ એવો છે કે વાસનાઓ પર કાબુ મેળવ્યા વિના મન પુરુષાર્થમાં દઢ બનતું નથી. દઢ મન જ ન હોય તે કામમાં મન પરોવાતું નથી. અને જે કામમાં સ્વયં મન પરોવાયેલું ન હોય તે કામમાં આનંદ મળતો નથી. જે કામમાં આનંદ ન મળતો હોય તે કામ દ્વારા મનોકામના પૂર્ણ થતી નથી. મનોકામનાની પૂર્તિનો આધાર કામ દ્વારા થતી મનની પ્રસન્નતા પર અવલંબે છે. એટલા માટે સાધનાના માર્ગમાં નિર્મલ અને નિશ્ચલ મન કારણભૂત છે. ફળનો ઉપભોક્તા પણ મન સ્વયે જ હોય છે. શિવની ઉપાસનાનો અર્થ જીવને શિવમાં ફેરવવાનો છે. વાસનાઓની જાળમાંથી તેને નિવૃત્ત કરવો. નિરંકુશ એવા મનને ઇન્દ્રિયોના વિષયોથી નિસંગ બનાવવું. વાસનાઓથી નિસ્પૃહ બનેલું મન સંકલ્પ વિકલ્પ રહિત થઈ જશે. વિષયવાસનાના સંકલ્પો સમાપ્ત થઈ મન શિવ સંકલ્પો તરફ વળશે. શિવ યોગના અધિષ્ઠતા છે. સ્વભાવે સરલ છે. નિષ્કપટ છે. નિષ્કામ મનના સ્વામી છે. નિર્મલ અંત:કરણ વાળા છે. નિર્મોહી છે. નિ:સંગ છે. નિર્વિકાર છે. ૧0
SR No.032029
Book TitleSarasvatini Garima
Original Sutra AuthorN/A
AuthorGajanan Dave
PublisherRashtriya Itihas Ujagar Yojna
Publication Year1997
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy