SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ કોઈ ઉત્તર ન આપ્યો. વારંવાર પુછવાથી ખિજાયેલા બ્રાહ્મણે તેમાં કાંટાળા થોર અને ચોર વાવવાના છે એવું જણાવ્યું. ચોરના વેશમાં ઉપસ્થિત વિષ્ણુએ તથાસ્તુ કહી પોતાનું અસલ સ્વરૂપ પ્રકટ કર્યું. ભગવાનના પ્રત્યક્ષ સ્વરૂપ દર્શનથી હેબતાઈ ગયેલા કુરૂએ ભગવાનના સાનિધ્યમાં જ ભવબંધનથી મુક્ત થઈ વૈકુઠમાં વિષ્ણુપદ પામ્યો. કુરૂના વચન અને ભગવાનના તથાસ્તુ શબ્દોને કારણે આ ક્ષેત્રમાં ભયાનક ચોર અને કાંટાળા ઝાડો ઊગી નીકળેલાં છે જે ક્ષેત્રમાં કુરૂને વિષ્ણુપદ પ્રાપ્ત થયું. તે ક્ષેત્ર કુરૂક્ષેત્ર તરીકે પ્રસિદ્ધ બન્યું છે. મહાભારતનું યુદ્ધ પણ આ ક્ષેત્રમાં લડાયેલું છે. વિષ્ણુના અવતાર એવા શ્રી કૃષ્ણ આ જ ક્ષેત્ર ઉપર ભગવદ્ ગીતાનો બોધ અર્જુનને આપેલો છે. અહીંથી આગળના માર્ગે પ્રસ્થાન માટે નીકળેલી સરસ્વતી અંતર્ધાન થઈ વિરાટનગરમાં પહોંચી છે. વિરાટનગર મહાભારતના ગ્રંથમાં વિરાટ રાજા અને વિરાટનગરનો વિસ્તારપૂર્વક ઉલ્લેખ છે. નગરોમાં તેનું ગૌરવપૂર્ણ સ્થાન છે. પાંડવોએ ગુપ્તવાસ દરમ્યાન વિરાટનગરમાં વિગટ રાજાના આશ્રયે રોકાઈ જે પરાક્રમો સર્જેલા છે તે ઇતિહાસ પ્રસિદ્ધ છે આ ક્ષેત્રની ભૂમિને પોતાના જળથી રસતૃપ્ત કરી સરસ્વતી આરિષણ ક્ષેત્રમાં પહોંચી ૮. આરિણતીર્થ અહીં જયંતિ નામે પ્રસિદ્ધ ચંડિકા દેવિનું સ્થાન છે. અહીં પણ સરસ્વતી સરોવરૂપે ઉપસ્થિત છે. આ સરસ્વતીને જયંતિસરોવર નામે ઓળખવામાં આવે છે. અહીં શ્રાદ્ધ દ્વારા પિતૃઓને પિંડદાન થાય છે. અહીં બિલ્વફળ અને ગોલીયાના ફળથી પિંડદાન કરવાનું માહાભ્ય છે. આ પિંડદાનથી પિતૃઓની અક્ષય તૃપ્તિ થાય છે. જયંતિ સરોવરની સરસ્વતીમાં સ્નાન અને જયંતિ દેવિના દર્શનનો યોગ મંગળકારી મનાયેલો છે. અહીંથી પ્રયાણ કરી સરસ્વતી પુષ્કરારણ્યના ક્ષેત્રમાં પ્રવેશે છે. ૯. પુષ્કર તીર્થ દેશની પ્રાચીન સંસ્કૃતિનો વિકાસ અરણ્યોમાં થયેલો હોઈ તેને આરણ્યક સંસ્કૃતિ પણ કહેવામાં આવે છે. આ અરણ્યોમાં પુષ્કરારણ્ય પણ એક મહત્ત્વનું સાંસ્કૃતિક કેન્દ્ર ગણાયેલું છે અનેક પ્રાચીન મહર્ષિઓએ આ અરણ્યની સુંદરતા અને સરસ્વતીની પવિત્રતાના સંગમ સ્થળે નિવાસ બનાવી તપશ્ચર્યા કરેલી છે. એક એવું ઐતિહાસિક દષ્ટાંત આવે છે કે આ સૃષ્ટિના સર્જનહાર બ્રહ્માજીએ બાર વર્ષ ચાલે એવા એક મહાન યજ્ઞનું અહીં આયોજન કરેલું. એ જ નામે એક
SR No.032029
Book TitleSarasvatini Garima
Original Sutra AuthorN/A
AuthorGajanan Dave
PublisherRashtriya Itihas Ujagar Yojna
Publication Year1997
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy