SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ સૂબાએ તેમને ભેટ માંગવા ઓફર કરી. અસાયત ઠાકરે પોતાની અપહૃત દીકરી ગંગાને પરત મેળવવા માંગણી કરી. સૂબાના સરદારોએ આ ગંગા તેમની દીકરી નથી એવું સૂબાને ઠસાવ્યું. સૂબો જાણતો હતો કે બ્રાહ્મણ પટેલના હાથની રસોઈ જમતો નથી. એટલે વાતની પરીક્ષા કરવા સૂબાએ ગંગાના હાથની રસોઈ જમવા અસાયતને નિમંત્રણ આપ્યું. ગંગાએ રસોઈ બનાવી અને અસાયત સ્નાન કરી પિતાંબર પહેરી તે રસોઈ પ્રેમપૂર્વક જમ્યા. બાદશાહના સૂબાને અસાયતની રજુઆત ૫૨ પાકો ભરોસો થઈ જતાં ગંગાને મુક્ત : કરાવી અસાયતને સોંપી દીધી. બે તપસ્વીઓ પ્રાચીન ઋષિમુનિયોની તપોભૂમિ તરીકે સુવિખ્યાત શ્રીસ્થલની ભૂમિએ આ વીસમી સદીમાં બે મૂર્ધન્ય તપસ્વીઓના તપને નિહાળયાં છે. પૂ. શ્રીદેવશંકર ભટે અરવડેશ્વરના શંકરને શરણે સ્વયંને સમર્પણ કરી મા સરસ્વતીના ખોળામાં બેસી દેવશંકરના નામને સાર્થક કરેલું છે. તો પૂ. સિદ્ધ મોતીરામે એ ૯ સરસ્વતીના તીરે હિંગળાજ માતાના સ્થાનથી અવધૂતીના આનંદનો અહલેક જગાવ્યો છે. દેવશંકરના દેહ-દર્શનથી શંકરનું સ્વરૂપ આંખોમાં સમ ઈ જાય છે તો મોતીરામની મૂર્તિ નજરે પડતાં જ એ જ શંકરના અવધૂતેશ્વર અવતારનું સ્મરણ માનસ પટલ પર છવાઈ જાય છે. બંનેના શરીર કેવળ ભસ્મ, મેખલા અને લંગોટીથી જ દૈદિપ્યમાન છે. બંનેના ચિન્તનનો ક્ષણભર સ્વાદ પણ ચિત્તને પરમાત્માના પ્રશાંત ક્ષેત્રમાં પ્રવેશ કરાવે છે. દાર્શનિક શિરોમણિ જયદત્ત શાસ્ત્રી તપસ્વીઓના તપની સાથે-સાથે વેદવિદ્યાના ક્ષેત્રે દેશના વિદ્વાનોમાં આ નગરને ગૌરવ અપાવનાર દાર્શનિક શિરોમણિ જયદત્ત શાસ્ત્રીને યાદ કર્યા વિના નગરનો ઇતિહાસ અધૂરો રહેશે. પ્રખર વિદ્વાન અને કર્મકાન્ડના રહસ્યોના શ્રેષ્ઠ જ્ઞાતા હોવા છતાંય કર્મકાન્ડને એક વ્યવસાય તરીકે અપનાવી તેમણે ધનોપાર્જનનો જીવનભર પ્રયાસ કર્યો નથી. દક્ષિણા લેવા હાથ લંબાવ્યો નથી. તેઓ કહેતા કે કપાળમાં તિલક કરવું તે તેની બુદ્ધિની પુજા છે અને તેથી કેવળ દ્રવ્યોપાર્જન માટે તેઓએ કોઈને તિલક કર્યું નથી. વિદ્યાદાનને જ જીવનવ્રત નાવી રાજપૂર પાસેના નિર્જન વિસ્તારમાં સંસ્કૃત મહાવિદ્યાલયના શ્રીગણેશ કરી તેમાં જ તેમણે પોતાના પ્રાણની આહુતિ આપી છે. તેઓ કેવળ કોરા વિદ્વાન જ નહીં પણ રાષ્ટ્રની સ્વતંત્રતા માટે બલિદાન દેનારા ક્રાન્તિકારી સંઘટનના સક્રિય અંગ હતા. મૂળ ઈશ્વરલાલ નામને છોડી જયદત્ત નામ
SR No.032029
Book TitleSarasvatini Garima
Original Sutra AuthorN/A
AuthorGajanan Dave
PublisherRashtriya Itihas Ujagar Yojna
Publication Year1997
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy