SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સ્થલ વિભિન્ન પ્રાચીન ગ્રંથોના અધ્યયન દ્વારા એવું સ્પષ્ટ તારણ તરી આવે છે, કે પ્રાચીન સમયમાં સુપ્રસિદ્ધ શ્રીસ્થલ એ જ આજનું સિદ્ધપુર છે. શ્રીમદ્ ભાગવત, વિભિન્ન પુરાણોના સાર સંકલનરૂપ સરસ્વતી પુરાણ, ઔદિચ્ય પ્રકાશ તેમજ અન્ય વિભીન્ન પુરાણ ગ્રંથો શ્રીસ્થલ એજ સિદ્ધપુર છે તેની પ્રતીતીના અનેક પુરાવા પ્રસ્તુત કરે છે. વિભિન્ન પ્રાચીન ગ્રંથોમાં શ્રીસ્થલના સંદર્ભમાં જે-જે કહેવામાં આવ્યું છે તે સર્વે હકીકતોમાંથી આ વાતની પુષ્ટિ થાય છે. છેલ્લામાં છેલ્લો પણ આધુનિક પ્રાચીન ગ્રંથ ઔદિચ્ય પ્રકાશ લગભગ છસો-સાતસો વર્ષ પૂર્વેની સિટ પુરની ગૌરવગાથાને સુવર્ણ અક્ષરોથી આલેખી સિદ્ધપુર નગરના ઉજ્જવલ ભૂતકાળ પર પ્રકાશ ફેંકે છે. આ ગ્રંથમાં પુરાણ ગ્રંથોના આધાર ઉપરથી આ ભૂમિના હજારો વર્ષના ઇતિહાસનો સંદર્ભ પણ સ્પષ્ટ રીતે આલેખાયેલો છે. આ ગ્રંથને ગુજરાતના છેલ્લામાં છેલ્લા એક ઐતિહાસિક ગ્રંથ તરીકેની માન્યતા ઇતિહાસકારોએ આપેલી છે. સરકારી વિશેષજ્ઞોએ પણ તેમાંની માહિતીની પુષ્ટિ કરતાં પ્રમાણપત્રો લખેલાં છે. અને તે માહિતી મુજબનો વર્તમાન ઇતિહાસ હાલ મૌજુદ પણ છે. આ ગ્રંથ પણ સિદ્ધપુર નગરને એક અતિ પ્રાચીન સુપ્રસિદ્ધ ઐતિહાસિક વિદ્વદ નગરી તરીકે, બિરદાવે છે. તેમજ તેના પ્રાચીનતમ ઐતિહાસિક તીર્થક્ષેત્ર તરીકેના માહાભ્યને રજૂ કરે છે. તીર્થોમાં સર્વોત્તમ તીર્થ ભારતવર્ષની ભૂમિ પર આવેલાં નૈમિષ, મથુરા, પુષ્કરજી, કેદાર, પ્રયાગ, વિપાશા, ઉર્મીલા, ઐરાવતી, કપિલા ચન્દ્રભાગા, સરસ્વતી, ગંગાસાગર, વારાણસી, અધતીર્થ, ગંગાદ્વાર, હિમાલય, માયાપુરી, શતભદ્રા, મહાભાગા, સિધુ નદી, પયોણિ, કૌશિકી, ગોદાવરી, પ્રભાસ અને મહાતીર્થ શ્રીસ્થલ (સિદ્ધપુર) આ બધા પૃથ્વી ઉપરનાં સર્વોત્તમ તીર્થો તરીકે પુરાણગ્રંથોમાં વર્ણવાયેલાં છે. | તીર્થ અંગેની ધારણા સંબંધે એવું કહેવાયું છે કે જે ભૂમિ પર ઈશ્વરે અવતાર લીધેલો હોય, જ્યાં દેવોનું આવાગમન થયે રહેતું હોય, જ્યાં સંતોની ચરણરજથી ધરતી સદા પાવન થયે રહેતી હોય, જ્યાં વેદમંત્રોના સ્વરગાન તેમજ યજ્ઞ જ્વાલાઓની આભાથી નભોમંડળ નિર્મળ બનતું હોય, તે સર્વ સ્થાનો તીર્થ તરીકે ઓળખાય છે, વેદરક્ષક બ્રાહ્મણ પણ એક જંગમતીર્થ ગણાય છે. આવા બ્રાહ્મણોનો જ્યાં વસવાટ હોય તે ભૂમિ પણ એક તીર્થક્ષેત્ર છે. પ્રાચી સરસ્વતી તીર તીર્થોમાં પણ જ્યાં બ્રહ્મપુત્રી સરસ્વતી હોય, સરસ્વતીનાં જળ અને અશ્વત્થ
SR No.032029
Book TitleSarasvatini Garima
Original Sutra AuthorN/A
AuthorGajanan Dave
PublisherRashtriya Itihas Ujagar Yojna
Publication Year1997
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy